________________ 34 જગતના વિદ્યમાન ધર્મો અને તેમાંથી જન્મતા ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવ સાથે માણસે જગતનો બધો વ્યવહાર કરવાનો છે. એટલે કે અહંભાવ અને આસક્તિ ટાળીને તેણે સંસારમાં જળકમળવત રહેવાનું છે, અને પોતાના સામાજિક સ્થાન મુજબનાં કર્તવ્યોનું નિષ્કામભાવે પાલન કરવાનું છે. અર્થાત્ તેણે સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી, પણ તેના પ્રત્યેની દષ્ટિ બદલવાની જરૂર છે. જે માણસ આખા જગતમાં ઈશ્વરને જુએ છે અને અભિમાન તેમજ આસક્તિથી મુક્ત થયો છે તે માણસ બીજનું શોષણ કરી જ કેવી રીતે શકે? આમ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યવાળો માણસ સ્વાભાવિક રીતે બીજાની કોઈ પણ વસ્તુને કોઈ પણ રીતે પડાવી લેવાના ભ્રષ્ટાચાર આચરણથી દૂર રહે છે. અર્થાત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જોતાં મહાન નૈતિક વ્રતોનું તે સ્વભાવથી જ પાલન કરે છે. ઈશોપનિષદ્રના પ્રથમ શ્લોકનાં કથન અને વિવરણ પરથી સ્પષ્ટ થાય છે કે . જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય એ ચાર અંગવાળા ધાર્મિક જીવનના સર્વોચ્ચ આદર્શને સિદ્ધ કરવો એ હિન્દુ ધર્મનું મૂળતત્ત્વ કે સનાતન સત્ય છે. બધા માણસો બધી પરિસ્થિતિમાં આ આદર્શને અનુસરી શકે નહિ એ હકીકતને ધ્યાનમાં રાખીને હિન્દુ ધર્મમાં “અધિકાર (યોગ્યતા) અને “ઈષ્ટ' (આદર્શ)નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. અર્થાત હિન્દુ ધર્મમાં દરેક માણસને પોતાની રુચિ, સંયોગો અને યોગ્યતા (અધિકાર) પ્રમાણે આ આદર્શ (ઈસ્ટ)ને પામવાનો પ્રયત્ન કરવાની છૂટ આપવામાં આવેલી છે. આથી કોઈ હિન્દુ ઈશ્વરનું એક નામ અને રૂપ કહ્યું છે, તો બીજો તેને બીજા નામરૂપથી ઓળખે છે, તો ત્રીજો તેને નિરંજન નિરાકાર કહે છે. એ જ રીતે કોઈ હિન્દુ ઈશ્વરની મૂર્તિની સ્થૂળ પૂજા કરે છે તો કોઈ માનસી પૂજા કરે છે, તો કોઈ વળી એમ કહે છે કે ઈશ્વરનું પૂજન કરવાની જ જરૂર નથી. આ રીતે હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયોને અવકાશ મળે છે. પણ જો હિન્દુ ધર્મનું મૂળતત્ત્વ જળવાતું હોય તો તેમની વચ્ચે કોઈ વિરોધ નથી એ વાતની હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વારંવાર સ્પષ્ટતા કરવામાં આવેલી છે. દા.ત., 1. ઋગ્વદનું એ જાણીતું કથન છે કે, “સત્ય એક જ છે. બ્રહ્મવેત્તાઓ તેને જુદી જુદી રીતે વર્ણવે છે.” મૈત્રી ઉપનિષદૂમાં કહ્યું છે કે, “તે તો એક જ છે. એ એકનાં જ ત્રણ, આઠ, અગિયાર, બાર કે અગણિત રૂપો કલ્પવામાં આવે છે.” ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, “મનુષ્યો મારે શરણે જેવી રીતે આવે છે તેવી જ રીતે હું તેઓને ભજું છું (તેમને ફળ આપું છું), કારણ કે હે પાર્થ ! જુદી જુદી સર્વ રીતે મનુષ્યો મારા માર્ગને જ અનુસરે છે.” 4. શિવમહિમ્નસ્તોત્રમાં કહેવામાં આવ્યું છે કે, “માણસો રૂચિની ભિન્નતાને લીધે જુદા જુદા માર્ગને સારા અને નરસા માને છે. તો પણ, હે પરમાત્માનું,