________________ 40 જગતના વિદ્યમાન ધર્મો રામની સેવા કરી; બીજા ભાઈ ભરતે મોટા ભાઈનો હક્ક વિચારી સામી આવતી લક્ષ્મીને ઠોકર મારી, નાના ભાઈ તરીકે પોતાની ફરજ હતી તે જ બજાવી. રામ અધર્મને ઉત્તેજન આપે છે એવી એક દુષ્ટ પ્રજાજનને શંકા થઈ, એ શંકાને પણ અવકાશ રહેવો ન જોઈએ તેટલા માટે રામે ઉગ્ર રાજધર્મ પાળ્યો અને સીતાનો ત્યાગ કર્યો. છતાં પતિ તરીકે એમનો એના ઉપર અવિચળ પ્રેમ હતો, એ અશ્વમેઘ યજ્ઞ વખતે, ફરી ન પરણતાં, સીતાજીની સોનાની મૂર્તિ પાસે રાખીને પોતે ચલાવી લીધું એટલાથી જણાઈ આવ્યું. રામની પિતૃભક્તિ અને રાજધર્મ, એમની કર્તવ્યનિષ્ઠા અને એક પત્નીવ્રત હિન્દુધર્મના ઇતિહાસમાં કદી ભુલાવાનાં નથી.” 2. મહાભારતઃ મહાભારતની રચના વ્યાસ મુનિએ કરેલી છે. તેમાં ચંદ્રવંશી ભરતકુળમાં જન્મેલા કૌરવો અને પાંડવોનો ઇતિહાસ છે. એમાં રામાયણ કરતાં કુટુમ્બજાળ વિશેષ છે, અને કુટુમ્બીઓ સ્વાર્થને માટે કેવો અન્યાય કરે છે, કલહમાં ઊતરે છે ઇત્યાદિ ઘરસંસારની કાળી બાજુ પૂરેપૂરી બતાવી છે. તે જ સાથે એની ઉજળી બાજુ પણ બતાવવી બાકી રાખી નથી. જુદા જુદા સ્વભાવના ભાઈઓ પણ સંપથી કેવા એકત્ર રહી શકે, અને પાસેનાં બીજાં સગાસંબંધીઓ સાથે કેવો સ્નેહભર્યો સંબંધ રાખી શકે, તે પાંડવોના માંહોમાંહેના અને કૃષ્ણ સાથેના સંબંધમાં બતાવ્યું છે પણ તે ઉપરાંત, આ ગ્રંથની મોટી ખૂબી એ છે કે દરેક મનુષ્યમાં ગુણ અને દોષ કેવા ભળેલા હોય છે, અને તેથી મનુષ્યસ્વભાવના કેવા જુદા જુદા નમૂનાઓ બને છે એ એમાં બહુ રસિક અને અભુત રીતે બતાવ્યું છે અને આખી વાર્તામાંથી એ સાર કાઢી આપ્યો છે કે " તો ઘર્મસ્તતો ગય:'- જ્યાં ધર્મ ત્યાં જ જય.” પણ આ મુખ્ય વાર્તા ઉપરાંત મહાભારતમાં બીજી અસંખ્ય વાર્તાઓ આવે છે. યુધિષ્ઠિર વગેરે પાંડવો દેશવટો ભોગવી વનમાં ફરે છે ત્યાં એમને અનેક ઋષિઓ અને જ્ઞાનીઓનો મેળાપ થાય છે અને એમને મુખેથી તેઓ અનેક રાજાઓનાં અને સ્ત્રીપુરુષોનાં સુખદુઃખમાં ચરિત્રો સાંભળે છે, અને વિવિધ વિષયો ઉપર ઉપદેશ પામે છે. આ સિવાય મહાભારતમાં બીજે ઘણે પ્રસંગે ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉપદેશો આવ્યા કરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને જે ઉપદેશ કર્યો છે તે મહાભારતનું પ્રકરણ છે. વળી, ભીષ્મ પિતામહ ઘવાઈને બાણશય્યા ઉપર પડ્યા પડ્યા સૌ શ્રોતાજનોને રાજધર્મ, સ્ત્રીધર્મ, મોક્ષધર્મ વગેરે વિષયો ઉપર બહુ અમૂલ્ય ઉપદેશ આપે છે. મહાભારતમાં ધર્મ સંબંધી એટલું બધું જ્ઞાન ભર્યું છે કે હિન્દુ ધર્મનું બીજું કોઈ પુસ્તક વાંચી ન શકો અને મહાભારત વાંચો તો તે બસ થાય. એને વિષે યોગ્ય કહેવાયું છે કે, “જે આમાં છે તે જ બીજે છે, અને જે આમાં નથી તે બીજે કોઈ ઠેકાણે નથી.”૨૭ આમ, ઉપેન્દ્રરાય સાંડેસરાએ મહાભારતનું મૂલ્ય દર્શાવતાં યથાર્થ લખ્યું છે કે ‘વિરાટ’ શબ્દના તમામ અર્થોને સાર્થક કરતો, વ્યાપકમાં વ્યાપક જીવનદર્શન કરતો અને કરાવતો એ મહત્તમ “ગ્રંથસાગર' છે.”૨૮ મહાભારતનો મહિમા સમજાવતાં ગાંધીજીએ પણ કહ્યું છે કે, “મહાભારતને કોઈ ઉપમા આપવી હોય તો તે ગણ્યાગાંઠ્યાં