________________ - તેજ રહીત રાજાના મસ્તક પર રાખના ઢગલાની માફક કોણ પગ નહિ મુકે? જે શત્રુનું વેર લેતા નથી તે જીવતો છતાં મરેલા જેવો છે. માટે હે રાજા આ વખતે વિચાર કરશે નહી. મને હુકમ આપે એટલે હું તેને સૈન્ય સહ જીતીશ. તેમ ન બને તે મને તમારો પુત્ર સમજશો નહિ આપની આગળ હું હલક (માણસ) છું, તે પણ આપ આજ્ઞા આપશે એટલે મોટો થઈશ. ગુરૂએ સ્થાપેલો પથ્થર નાહ હોય તો પણ તે પુજાય છે. આપના ચરણ રજના પ્રતાપે તેમ થતાવાળો થઈશ. જેમ સુગંધ રહિત પુલ સુતરના તાંતણામાં જોડાતાં લાયક થાય છે. કુમાર આ પ્રમાણે વજનદાર અને યુક્તિવાળું ભાષણ કરતો હતું તે વખતે રાજાએ રાત્રીએ જેએલા પુત્રના પરાક્રમનું સ્મરણ થયું અને વિચાર કરવા લાગ્યો કે “કુમાર કહે છે તે સત્ય છે કારણ ત્રીભુવનમાં તેને અસાધ્ય કાંઈજ નથી. આ કહે છે તે પ્રમાણે જે હું ન માનુ તો તેને ખોટું લાગશે અને તેનું મન દુખાશે. કાચને કકડે જેમ સંધાને નથી તેમ તુટેલુ મન ફરીથી ઠેકાણે આવતું નથી. નેહની વૃદ્ધિ કરવા સેંકડો અનુકૂળ ઉપચાર કરવા પડે છે પણ તેજ સ્નેહ તેડવા એકજ પ્રતિકૂળ ઉપચાર બસ છે.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ મહોદધિને કહ્યું કે, “જે તમને આ મસલત ચોગ્ય લાગે તે કાર્યને નિશ્ચય કરીએ.” પછી રાજાએ સંશયમાં પડેલા મંત્રીના કાનમાં પુત્રનું જોએલું સર્વ પરાકમ સંપૂર્ણ હકીકત સહ કહ્યું. રાજપુત્રના પરાક્રમથી હર્ષિત થઈ બંનેએ રાજપુત્રને તેના કહેવા પ્રમાણે કરવા રજા આપી.. પછી શુભ દિવસ જોઈ માબાપને નમસ્કાર કરી સાથે પુષ્કળ સૈન્ય લઈ યુવરાજ તે પ્રાંત જીતવાને નીકળ્યો. સૈિન્યના મારથી પૃથ્વિ આકાંત થઈ હતી. ઘેડાના ચાલવાથી આકાશ ધૂળમય થઈ ગયું હતું, સિન્યના ચાલવાથી જે ધૂળ ઉડતી તેથી સૂર્ય આચ્છાદિત થઈ ગયે હતેઆવા અંધકારમાં ચતુરંગ સેના શું કરશે તે સમજાતું નહતું. કુમાર સૈન્ય સહ જુદા જુદા ગામે, શહેરે, વગેરેમાં અતિકમણ કરી મલય પર્વતની ટેકરી આગળ આવી પહોંચ્યા અને સમુદ્ર તીર નજીક મલયાદ્રીના વનમાં (મેદાનમાં) મુકામ કર્યો, જ્યાં તાડ વૃક્ષોનાં પાંદડાં પવનથી હાલતાં ત્યારે જાણે કે તેઓ કુમારના મોટા સૈન્યથી વિસ્મય પામીને પિતાનું માથું હલાવતા ન હોય એમ ભાસતું હતું. જ્યાં ફળના ભારથી નમી ગએલી નારીએળીઓ જાણે કે કુમારરૂપી અતિથીને નમસ્કાર કરતી હતી એમ ભાસતું હતું. જ્યાં નાગ વેલીના આલિંગનમાં મગ્ન થએલાં કમુ વૃક્ષ કામી જનોના જોડા પ્રમાણે દ્ધાઓના જોવામાં આવતા હતા. જ્યાં ચંદન, નાગકેશર, એલચી, લવિંગ, ઈત્યાદિની સુગંધ મનને આનંદ આપતી હતી, ઠેકઠેકાણે નાની નાની ઝુંપડીયો અને હજારે તંબુઓથી તે સ્થાન શોભી રહ્યું હતું; સેંકડો લેકેથી હલમલી રહેલ અને હજારે જાતનાં બજારવાળા સ્થળમાં જ રાજાએ મુકામ કર્યો હતે. સર્વ રાજાઓને છોડી દૃઈને સમયને મેગ્ય એવી વાત P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust