Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 213
________________ 208 ભૂપતિ, ગાયનરસ વાતે ગાંડુ થનાર એવું આ વિરહિ વૃક્ષ, ગાયનમાં પંચમ રાગ બહાર કાઢયે હોય, કે તે રાગાંધ થઈ ફેલાવા લાગે છે. આ ઉત્તમ વૃક્ષ છે, અને પ્રથમ કહ્યા તે મધ્યમ, કારણ તેમાં મધ્યમ ગુણ યુકત હોઈ તેમને મધ્યમ .શ્રદ્ધાની જ ઈચછા હોય છે. આ પ્રિયંગુલ, જાતથીજ શરમિંદી હોવાને લીધે, જયાં સુધી લાલ વસ્ત્રથી તેને આચ્છાદિત કરી નથી, ત્યાં સુધી તે પુષ્ટ થતી જ નથી. હે ભૂપતિ, બાકીના ક્ષે અધમ, કારણ તેમની ઈચ્છાઓ અધમ હોય છે, તે કેતકા વગેરે ક્ષે સમજવા તેમને અમેધ્ય (અપવિત્ર ગંદા) પદાર્થોનું ખાતર ઘાલવું પડે છે. ' હે રાજન, આ આવા ક્ષે, તેમને પોતપોતાનુ ખાતર મળે એટલે, ખીલનારા પુષ્પ સમૂહથી તેઓ અતિશય સુંદર દેખાય છે. સુરભીનું (સુગંધનું) કેવળ તારૂણ્ય, મદનને જાણે યશેભર. અને વસંતલક્ષ્મીનું જાણે હાસ્ય એવા આ પુ૫ સંભાર દેખાય છે. હે મહા ભૂપતિ, આ આમ્રવન તારા આગમનની ખાતર, મહારમાંથી પડેલા સુગંધના વેષથી જાણે આનંદ પ્રસરતું હોય એમ લાગે છે. અતિશય લાલ પાંકળીચાનું આ કાંચનવૃક્ષનું નવું ફૂલ, વસંત પીઈ નાખેલ (સાદર ચુંબન લીધેલ) જાણે લક્ષ્મીને અધણજ કે શું એમ લાગે છે. : રૂપથી સરસ પણ ગંધ ન હોવાને લીધે કણેરના કુલપર ભ્રમર જતા નથી, કારણ આ દુનિયામાં લાકે ગુણનેજ વશ થાય છે. રૂપન શું કરવું છે? . . આ. શરપણનું કુલ ભ્રમરને આનંદિત કરી નાખે છે. એલચી, લવંગ, કંકોળ કેળ, દાડમ વગેરે ઘણુ પ્રકારના ફળ ઝાડે આ આપની આગળ દેખાય છે. હે નરદેવ, ૫લથી વાંકા વળેલો, મદનને ગમતે આ મદનવૃક્ષ, ફળ પુષ્પ રહિત છતાં પણ કામજનોના , મનને કાપી કાઢે છે. સ્વામિન્ આમ જુવે. આપની આગળ આ નગરના લેકે ક્રિડારસમાં નિમગ્ન થઈ જાંણે પ્રેમેજ નિર્માણ કર્યા પ્રમાણે ક્રીડા કરે છે. - આ જુઓ, કેઈ યુવાન પુરૂષના મદમાતુર થઈ કેતકી પત્ર પર કેશરના પાણથી પ્રિય વાકયે લખી પોતાની પ્રિયાને આપે છે. હે નરેશ્વર, કેટલાંક વધુવરના જોડાં. તારા પુત્રના ગુણોના ચિંતનથી, તેનું ચરિત્ર ગાય છે. પ્રભુ, આ ચદ્રશ્રા રાણ, તારી વહુ (છોકરાની સ્ત્ર) વિદ્યાધરી સહ લીલા સારૂ ટાંગેલા હીંચકા પર બેસી હીંચકા લેવાનું સુખ અનુભવે છે. હે નરેશ્વર, આ હવે ચંદ્રશ્રી હીંચકા પરથી ઉતરી જલક્રડા સારૂ શ્રી વીરસેન પાસે જાય છે. હે રાજા, હવે આપણે તે કીડા પર્વત પર ઉંચામાં ઉંચા શીખર પર બેશી, વીરસેનની જળકીડા જોઈશું. પછી સુરસેનભૂપતિ વગેરે કાંડા પર્વત પર ચઢયા. ત્યાં તેમણે વનશ્રીને સુખ જેવાને જાણે આરસે, અને અગ્નિ શિવાય અત્યંત પીગળી ગએલ હેમરસ (સોનાનો રસ) કે શું, એવા કમલરસથી જેનું પાણી પીળાશપર હતું, એવું તે લીલું સરોવર તેમણે જોયું. વીરસેનાદી રાજાએ અંદર પેઠા કે તરત જ તે સરોવર ભરાઈ જતું હતું, અને તેના આઘાતથી કાંઠા પરના ઝાડના ડાળાં હાલતાં હતાં. હે પ્રભુ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221