________________ 206 ખગેશ્વર (ખેચર શ્રેષ્ઠ) અશોક અને શેખર પિતાના વિમાન સમૂહથી સવ આકાશ પ્રદેશને આચ્છાદિત કરી ત્યાં આવ્યા. તે વિદ્યાધર સેન્ટ જોઈ “આ શું છે” એ સુરસેન રાજાએ પોતાના પુત્રને પ્રશ્ન કર્યો એટલામાં વજુબાહ ત્યાં આવ્યા. પ્રથમ સુરસેનને, અને પછી વીરસેન મહાભૂપને વંદન કરી વિનયથી નમ્ર થઈ તે વજ ભાએ વિનંતિ કરી કે, “તારી પાછળ જનાર આ અશોક અને શેખર છે, આ બને દેવ અને વિદ્યાધરના અધિપતિ પોતાના સ્વામિ પાસે ગયા. હે રાજન તારા વિયોગાંધકારથી અંધ થએલ ભરતખંડમાં આપ જાઓ છે, હવે તમે બને ત્યાં જશે એટલે સુર્ય ચંદ્ર જે પ્રકાશ થશે. એવી આશા છે) પછી સુરરાજાએ વિવિધ ભજન અને વસ્ત્રાલંકાર આપી વિદ્યાધરનું સર્વ પ્રકારે સન્માન કર્યું. સરભૂપતિ, પુત્ર પત્ની અને બંધુદત્ત એ સર્વ સહુવેગથી વિમાનમાં ચઢી ચંપા નગરી તરફ ત્યારે બે લાખ યેાજન દૂર એવા લવણોદધીને ઓળંગી, તારણો બાંઘેલાં છે. એવી ચંપાનગરીમાં તેઓ આવી પહોંચ્યા. આ પ્રથમ વાસુપૂજય જીનને નમસ્કાર કરી, વિદ્યાધરોથી વેષ્ઠિત એવો તે સુરસેન નગર લોકોને આનંદ વધારતે ચંપાનગરીમાં પેઠે. પછી વીરસેન રાજા પિતૃ ભક્તીથી પ્રેરિત થઈ, પિતની શક્તિ અને ભક્તિના પ્રમાણમાં ઉત્સવ કરવા લાગ્યો પત્ની સહીત વૈતાઢયને રાજા તેમજ વિદ્યાધર અને તેજ પ્રમાણે સ્ત્રિયો સહિત અડધા ભરતખંડના સર્વ રાજાઓ, સુરભૂપના આવ્યાના સમાચાર સાંભળી આનંદિત થયા. અને હાથમાં ઉત્તમ ઉત્તમ નજરાણા લેઈ, નિકંપ એવી ચંપાનગરીમાં પ્રાપ્ત થયા સુરના આવવાથી જ્યાં ત્યાં અંધકારને નાશ થયો. પુત્રસહ તે વહુ ચંદ્રથી પણ મોટી ભક્તીથી સાસુની સેવા કરવામાં તૈયાર રહી સસરાના પગે લાગી આ જગમાં અંગિકાર કરવામાં અત્યંત દઢ એવો તું જ એક સ્વજ છે, એવી વિચિત્રયશરાજાની મહારાજાએ સ્તુતિ કરી. જેમ જેમ પુત્રની લક્ષ્મી, ઈદ્રના કરતાં પણ વધારે છે એવું માતાપિતા જોવા લાગ્યા તેમ તેમ તેમના અંતઃકરણમાં હર્ષ માવો મુશ્કેલ થઈ પડે. - પરસ્પરના સમાગમથી ઉત્પન્ન થએલ સુખને તેઓ લાભ લેતા હતા. ત્યારે જાણે આનંદેજ તેમના દિવસે નિર્માણ કર્યા હોય એમ લાગતું, આવા આનંદમાં તેમનાં કેટલાક દિવસે નીકળી ગયા. પછી આગળ, જગને આનંદ આપનાર, પૃથ્વી પરની સર્વ વનસ્પતિને પરમબંધુ એ વસંતસમય પ્રાપ્ત થયો, જ્યાં ત્યાં પૃથ્વી વૃક્ષ પલથી તરૂણ વયની થવાથી, મનુષ્ય તથા જનાવરોને ઘણે આનંદ આપતી હતી. મનુષ્ય લેકની વાત રહેવા દઈએ, પરંતુ પર્વત પણ સવિકાર થયા, અને પુપિત થઈ કુલપર બેઠેલા ભ્રમરના અવાજથી જાણે ગાયન કરતા હોય એ પ્રમાણે દેખાતું હતું એવી રીતે તે વસંતરૂપસિંહ કાશેર (સિંહનું બચ્ચું) પુષ્પ રૂ૫ - ખોથી શિશિર રૂતુ રૂપ હાથીનું વિદારણ કરતું, અને કેયના મધુર ધ્વનિથી વિરહી મૃગોને વિશેષ ગભરાવ તું વનમાં ચારે તરફ સંસાર કરવા લાગ્યું. ચંદન Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.