Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 215
________________ ત્યાં મગરના ત્રાસથી તરત એક પાણીના ભમરાની અંદર સપડાઈ તે ગ૨ ગર ફરવા લાગ્યું. અને દુઃખથી પીડાઈ પુત્ર વગેરેને ગાળો દઈ બુમો પાડવા લાગ્યો. ભૂપતિ મનમાં ગભરાઈ ગયો હતો, એટલામાં સમુદ્રમાં એક વહાણ જોયું, તેને માહા મહેનતે ઝાલી એંટી રહ્યો. પછી વહાણ વટીઓના વચનની બીક ન રાખતાં, તે વહાણ પર ચઢ, અને ઘડીવારમાં ખુશીથી હર્ષપુરમાં જઈ પહોંચ્યો. ત્યાં ઘણે આનંદ અને સુખ જોઈ મનમાં સંતોષ પામે આ પ્રમાણે સ્વન જોઈ રાજા તરતજ જાગૃત થયે. ન જાગૃત થઈ જુએ છે તે તે સમુદ્ર નહિ તે પાણી નહી, સ્ત્રી નહી, પુત્ર નહીં, તે જળચર પ્રાણું નહી, તે વહાણ નહીં, તે વહાણવટી નહી, અને તે હર્ષ પુર પણ નહિ, પણ શય્યા પર પિતે એકલો છે, એમ તેણે જોયું. પછી રાજાએ મનમાં વિચાર કર્યો કે આ પ્રત્યક્ષ થયું કે મતિને ભ્રમ પડો? કે ઈદ્રજાળ કે સ્વપ્ન ? અગર તે બીજું કાંઈ તત્વ છે? એ બીજું કાંઈ નહિ પણ સ્વપ્ન જ છે, એ . નિશ્ચય કરી પરોઢીએ તેણે સ્વપ્નની સર્વ હકિકત પુત્રને કહી ત્યારે સર્વ ગ્રંથનું તવ જાણનાર વીરસેન બોલ્યો “પિતાજી, આ , . સારું સ્વપ્ન છે અને ‘તેનું પરિણામ શુભમાંગલીક થવાનું છે, આ સ્વન આ જગતમાં સંસારનું અંસારત્વ દેખાડે છે, સારા મનુષ્યના મનને તેનાથી બેધ મળશે આમાં સંસાર ‘એજ સમુદ્ર નિશ્ચિત છે, અને ચેરાશી લક્ષ છવાયોનિએજ સમુદ્રના મોજાં. આ જીવ સ્વકર્મ રૂપ વાયુથી પ્રેરિત થઈ, તરંગ રૂપ લક્ષ યોનિમાંથી નીચે ઉપર જાય અને તેજ મોજાના ટોચ પરના ભાગ પ્રમાણે રાજ્યોદય અને મનુષ્યત્વ એમાં ઘડીવાર સુખ ભોગવી આપણને ત્યાંથી પડવાનું છે એમ સમજતાં નથી અને ત્યાં અલપ સુખ સારું એવા પાપ કરે છે કે, જેના વેગથી જીવ તરતજે ન ભૂમિ માંજ નંખાય છે. વળી તે ભૂપતિ, અધમી લાંક એજ તેમાંનું નર્ક (મગર) છે. તેનાથી જીવના શરીરની તેવી દશા થઈ તેને ઘણું દુઃખ સહન કરવું પડે છે કરવતિથી કાપવું, કુંભીપાકમાં પડવું, યંત્રમાં પીલાવવું, ઈત્યાદિ વેદનાઓએ એમાંનાં અસંખ્ય ભમરા છે. કઈ જીવ માટે લઢવૈયા અને અતિશય ધૈર્યવાન હોય તે પણ તે ત્યાં સેંકડો પ્રકારના દુઃખના ભારથી વાંકે વળી બુમ પાડે છે. ફરી જન્મમાં - આવેલ પ્રાણી, જ્ઞાનના વેગથી પૂર્વ જન્મ જાણી, જેના સારૂ પહેલાં પાપ કર્યા હોય તેની પુનઃ નિંદા કરે છે પછી ફરી સારા કર્મોથી જીવ પાછ, મહા મહેનતે ઉચ્ચ તરંગ તુલ્ય એવા મનુષ્યત્વને પામે છે મનુષ્ય જન્મમાં જીન ધર્મ રૂપ મોટું વહાણ પ્રાપ્ત થાય છે, અને ત્યાં ધર્મશાસ્ત્રરૂપ ગુરૂ એ વહાણવટી છે. તે ગુરુરૂપ વહાણ વિટીએ નિયંત્રિક હાંકેલા ધર્મરૂપ વહાણુમાં બેઠેલે છવ, વેગથી ‘ભવસાગરના સામે તીરે જઈ શકે છે. હે ભૂપતિ, પછી તમે હર્ષપુરમાં પહોંચ્યા તે હર્ષપુર એટલે નિર્વાણ છે. એમાં સંશય નથી, કારણ ત્યાં ગએલાને અનહદ હર્ષ પ્રાપ્ત થાય છે, ત્યાં જરા,(ઘડપણ) નથી, મૃત્યુ નથી, વ્યાધિ નથી અગર અસુખ નથી. પિતાછે, એજ કારણથી તમને ત્યાં ઘણે સંતોષ થયે માટે પિતાજી તમારા સ્વપ્ન ચિન્હ ઉપરથી ગુરૂના ઉપદેશથી તમને ધર્મગ થવાને છે, એમ મેં નિશ્ચય કરી મૂકે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221