Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 217
________________ * : એકાદ પ્રેમયુકત સ્ત્રી પ્રમાણે આ પૃથ્વી તારે ઠેકાણે અનુરકત થએલી છે, તેને તે છડી એટલે તે છાતી કુટી મરી નહિ જાય? પૃથ્વી પતિ, જેણે સર્વ : શત્રુતમને. નાશ કરેલો છે. એ વિશ્વ દી૫તું પ્રવજયા લેવા નિક્ળ્યો એટલે અંધકાર, થશે. તે આ પ્રજાના લાડ કર્યા, પિતા પ્રમાણે પાલન કર્યું, તે પ્રજા (તારે અભાવે) નષ્ટ થાય, એમાં મને પરાક્રમ લાગતું નથી. આ - વગેરે ઘણા પ્રકારેથી સૂરરાજાએ તેને સમજાવ્યા. પછી પિતાએ પ્રથમ લીધેલા વાંધાઓનું સારી રીતે ખંડન કરી વીરભૂપતિએ કહ્યું કે-- * * વરિસેન–પ્રભુ, આ મારો દિક્ષા લેવાને વખત નથી વગેરે જે તમે કહ્યું, તે બાબતની મારી યોગ્ય પ્રાર્થનાઓ તમે અનુક્રમે સાંભળો. જે આ દીક્ષાનો વખત નથી તે જ્યારે ઘડપણથી, શરીર જીણું થઈ, મારી ઇંદ્રિય નિબળ થાય, ત્યારે તે શું યેગ્ય વખત ગણાશે? હે નરેશ્વર, સર્વ સાધારણ એવો મૃત્યુ, અને કલ્યાણ કારક પ્રત્રજયા, આ બે વાતને વખત (લગાડેલો) ખપતો નથી. મૃત્યુને નિશ્ચય હોય તે, કેટલેક વખત રાહ જોતા ફાવે, અગર ધીરજ ધરી શકાય, પરંતુ તેને જે નિશ્ચય નથી તે વ્રત લેવામાં કેણ વાર લગાડશે? આ રૂપને પણ છે ભરે? જે નટને વેષ, તે આ રૂપને સંગ. ક્ષણિક છે. જે તારૂણ્ય તમે કહ્યું : તે જ દિક્ષાનું મુખ્ય સાધન છે. તપ સંયમ બાબતને ઉદ્યોગ જરાવસ્થામાં શી રીતે થઈ શકે ? માટે કબજામાં ન આવનાર મનઃસિંહને તેનાથી વિરૂદ્ધ એવા મહાબળવાન સિદ્ધાંતરૂપ તીરેના આશ્રયથી નીચે પાડીશ (અટકાવીશ). મન આ વિવેથી પ્રાપ્ત થયું, એટલે તે મનુષ્યને કુમાર્ગમાં દેરી જાય છે, અને તે જ વિવેકયુક્ત થયું એટલે શાંતતાનું કારણ થાય છે. આ વિવેક વાયુથી મનઃસમુદ્ર ખુબ ઉછળવા લાગ્યો, એટલે તેમાં વિકારતરંગ ઉત્પન્ન થાય છે, તે સિવાય થતા નથી. હે નૃપતિ સર્વ ઈદ્રિય મનને સ્વાધિન છે. - તે પછી આ મૂળ મન તાબામાં લીધા પછી, ઈકિયે કેવી રીતે તાબામાં ન આવે ? વિરૂદ્ધ વસ્તુઓ પણ પ્રયોગથી અવિરૂદ્ધ થઈ શકે છે; વિષ જીવ લેનાર છે તેપણ મંત્રહત થયું એટલે તે અમૃત તુલ્ય થાય છે. સળગેલા તપોગ્નિનીની જવાળાઓથી જે તરફ જેવાશે નહિ, એવા આ મારા શરીરમાં મદન પીગળી જશે. જે મસ્ત થએલ મદનરૂપ હાથીને નાશ મારાથી થશે નહિ તે ખરેચર વીર નામ એ ફેગટનું છે. નરેશ્વર મહાબાહુ અમરસેન કુમાર અહિં વિઘામાન છતાં, પૃથ્વી નાયક ૨હિત કેવી રીતે થશે ? જેમ દોવાથી દી સળગાવીએ, તેમ મારી પછી અમરસેનને રાજય મળ્યા પછી હું પ્રવ્રજયા લઉં તે તેથી અંધકાર થવાનું નથી. પિતાજી, પ્રતાપથી અતિ સહુ એવા તે અમરસેનને રાજયાભિષેક થયા પછી, સર્વ પ્રજા ઉત્તમ સ્વામિ મળ્યાથી ખુશી થશે. હે પ્રભુ, તત્વ દૃષ્ટિથી તમને સર્વ, વાતે ખબર છતાં, આવા તત્વ રહિત ઉગાર તમારા મુખમાંથી કેમ નીકળ્યા? ભૂપતિ ઘણી મહેનતે દેવગથી તમારી સાથે મારે યોગ થયો છે, તે તમે મને તમારા ચરણ પાસેથી દુર કરવાની ઈચ્છા કેમ રાખો છે ?' હું એવી રીતે વતિશ કે, જેના ગે કરી આપણ અને કલ્યાણકારક ગ્રહમાં અવિયુકત (એકત્ર) રહી હમેશ મોટું સુખ ભેગવીશું. આ પ્રમાણે તે પિતાપુત્ર પરસ્પર બેલતા હતા, એવામાં જય શુદ્ધ ઉચ્ચારના રા પુષ્કળ દેવોથી વેષ્ટિત અને પિતાના કેવળજ્ઞાનના પ્રકાશથી . જગતને પ્રકાશિત કરનાર એવા તેજ અકલંક અને અમલમુનિ ત્યાં આવ્યા છે, Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221