Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 216
________________ કે પછી સરસેન રાજાએ પુત્રને આલિંગન આપી હર્ષથી તેને કહ્યું સુરસેન– તે સ્વપ્નને અથ ખરો કહ્યા છે. તે કહ્યું એ જ તેમને તાત્પર્યાર્થ છે. તે ખરે થાવ. મારું મન, બીજાજ અર્થની બીકથી ગભરાઈ ગયું હતું. તે હવે નિશ્ચિત થયું. આ સંસાર સાગર વિશમ હેવાનું, આજ જન્મમાં સ્પષ્ટ થઈ, તારા વિગથી તે કેવળ દુઃખકર થયું હતું. તત્વજ્ઞાનથી જેવા જતાં, સંસારમાં બિલકુલ સુખ નથી, પરંતુ સર્વ કર્મજનિત સર્વ દુઃખજ છે. ફરી ધર્મ અર્થે કામ, મોક્ષ એની અંદર . સુખનું અધિષ્ઠાન એ મોક્ષ પુરૂષાર્થ જ સર્વોત્તમ છે. આ જગમાં પહેલા ત્રણ પુરૂષાર્થો વિષે ખટપટ કરનારા પુરૂષ સર્વે ઠેકાણે છે, પરંતુ મોક્ષાથે ખટપટ કરનાર કોઈકજ મળી આવશે. જેમાં સમુદ્રમાં સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે, પર્વતમાં જેમ મેરૂ, તેમ સર્વ સુખમાં મેક્ષ સુખ શ્રેષ્ઠ છે. - હું ગૃહસ્થ ધર્મ કરી ચુક્યો છું, માટે હે પુત્ર, તારી પરવાનગીથી હું મોક્ષ પ્રાપક પ્રવ્રજ્યા લઉ છું. - વીરસેન–પિતાજી, જેમ તમે કહ્યું તે જ પ્રમાણે કલ્યાણકારક ધમતત્વ અને કલંક મુનીએ મને સંભળાવ્યું હતું. આ સર્વમાં યુકત છે, તેમાં, વળી આપના સરખાને તે વિશેષે કરી યુકત છે વાર લગાડશો નહિ, તમારે મનેરથી પાર પડે. આ સમુદ્રમાં બુડતાને જેમ કમ સંગથી વહાણ મળ્યું, તેને ફરી ઉચકીને જે સમુદ્રમાં નાખે છે, તે ખરેખર શત્રુ છે. તેમજ ભવસાગરમાં પડેલા મનુષ્ય પ્રવ્રજયા રૂપ વહાણુ સારૂ ખટપટ કરતો હોય, તેને જે કઈ આડે આવે, તે તેને વાસ્તવિક શત્રુ છે. : આ પ્રમાણે પુત્રનું અનુકુળ ભાષણ સાંભળી, નરાધિશ આનંદના ઉભરાથી પરિપૂર્ણ થઈ રહ્યું કે “હે વીરસેન, આ તારું ભાષણ સત્ય તથા તત્વવાળું છે, જીનેકીને જેના મનપર સંસ્કાર કર્યો છે, તેમના ભાષણો ઘણું કરી આવાજ હોય છે.. . . . . . * * વીરસેન–ભૂપતિ, આ ફકત ભાષણ નથી, એને તમારી આજ્ઞાથી, હું .. પણ દિક્ષા વિધિ સારૂં ખટપટ કરવાને છું. પિતાજી, ગુરૂએ મને પ્રોત્સાહન આપેલું હોઈ, આટલા વખત સૂધી હું બેશી રહ્યા, તે ફકત તમને દ્વિપાંતરમાંથી આણવાસારૂં જ, પછી પિતાએ, પ્રેમા આંખમાં લાવી, ગંભીર વાણીથી ફરી પુત્રને કહ્યું કે- સૂરસેન–પુત્ર, તું આમ બોલીશ નહિ દીક્ષા લેવાને, આ તારે વખત નથી. , કેઈપણ કામ યોગ્ય વખતેજ કરવાથી તે સફળ થાય છે. . . હજુ તારા સાંદર્યથી, દેવને જીતનાર એ તને જોઈ દેવાંગનાને પણ કામ. વિકાર ઉત્પન થઈ તે મોટા આનંદથી તારી ઈચ્છા કરે છે. શરદ રૂતુમાંના કમળ પ્રમાણે તારૂં તારૂણ્ય પ્રફુલ્લિત છે, અને તેને હજુ જરારૂપ શિશિરશ્રીને પવન પણ લાગ્યું નથી વળી બીજું. આ - આ મનસિંહ વનમાં તીવ્ર ગતીથી ફરી, મોટા મોટા પુરૂનાં મોટાઈને નાશ કરે છે. આ ઇંદ્રિયગણ અતિશય ચપળ છે, સેંકડે પ્રયત્નથી પણ તે કબજામાં રાખી શકાતું નથી. ત્રિભુવન જીત્યાથી, ગર્વિષ્ટ થએલે આ કામ કોઈપણ પુરૂષ કુળવાન, ડા, ધર્યવાન, સગુણ ગમે તેવો હોય, તેને પીડા આપ્યા વગર ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221