________________ , * : દેવની ભક્તિમાં લીન થએલ તે બે મુનિ વનમાં આવેલા સાંભળી: ‘વીરસેન બે , “રે એ મારા ગુરૂ. ' ત્યારે તરત જ તે સૂર અને વીર એ બે જણ વેગથી ઉઠી અને સાત આઠ પગલા સામાં જઈ તેમણે તે બને જ્ઞાની પુરૂષને વંદન કર્યું પછી બને જીનમંદિરની અંદર અઠ્ઠાહ્નિકોત્સવ કરાવી પોતાના રાજ્યપર અમરશેનને સ્થાપન કર્યાથી બે ફિકર થઈ નગરલક, સામંત, મંત્રી ઈત્યાદી પરીવારની રજા લઈ પ્રત્યેક યાચકને તેમની ઈચ્છાથી પણ અધીક દાન આપી ખુશી કરી, વિદ્યાધર શ્રેષ્ઠ શેખર અને અશક તેમજ બંધુદત્ત અને વિચિત્રયશ રાજા એમના સહવત (પ્રવ્રજ્યા) લે . વાને તૈયાર થયા સર્વએ સ્નાન કરી તથા પિશાક પહેરી પાલખીમાં બેથી નીકળ્યા. ત્યારે જેના અંતઃપુરની સ્ત્રીયો જેની તેની પાછળ ચાલી, અનેક વિદ્યાધર અને મનષ્ય એમના સમુદાયની ભીડ થઈ હતી ત્યાંથી તે સરીયામ રસ્તા પર આવ્યા ત્યા, રે નગર લોકોના અનેક પ્રકારના ભાષણે તેમના સાંભળવામાં આવ્યા. કેઈ સી કહેવા લાગી “સખી, ચંદ્ર સુર્ય વગર જેવું આકાશ શેભા રહિત તેમ આ બંને વગર આ વિશ્વ ઘડીમાં શભા રહિત થઈ રહેશે. બીજા વ્રતના કડક નીયમોની. વાત બાજુ પર મુકે, પરંતુ તે સખિ આ યુવાન વીરસેન તપ કેવી રીતે કરશે કુલેથી સુગંધયુકત એવો ચંદ્રશ્રીને કોમળ કેશકળાપ લુંચનના અતિશય દબંને કેવી રીતે પાત્ર થશે? સખિઓ, તાંબૂલથી લાલ થયેલ મોગરાની કળી જેવા તેના દાંત, હવે મલ સંચય કેવી રીતે ધારણ કરશે? હરિચંદન અને કસ્તુરી એમના સુગંધથી દિશામુખને સુગંધિત કરનાર વીરસેનના દેહ પર મલ સંચય કેમ જેવાશે? જગમાં દુર્લભ એવા દિવ્ય વચ્ચે જે ધારણ કરતા હતા, તે જાડા વલ્કલને સમૂહ કેમ ધારણ કરી શકશે? સર્વ જગની ક્ષુધા શાંત કરી, પછી જે જમતો હતા તે હવે સુધાથી ક્ષીણ થઈ ઘેરે ઘેર કેવી રીતે ફરશે? હાયહાય, સખિયે, આપણે શુ કમિ નરેંદ્રને આ પ્રકારના સ્વરૂપમાં આવેલ જેવાને આટલા વખત સુધી જીવતા રહ્યા? સખિ જે, કેટલું બૈર્ય ? કે જે ઉદાર વીરભૂપે જાણે મેલ લાગશે એ બીકથીજ ધુળ પ્રમાણે લક્ષ્મીને ત્યાગ કર્યો. સખિયે, અમારા જેવાને તે તૃણ વાતે પણ લેભ ઉત્પન્ન થાય છે, અને એકાદ ભાગ્યે, તુટયુ વાસણ હોય તે પણ અમારાથી નાખી દેવાતું નથી. ઈચ્છા પ્રમાણે સર્વ સુખ અનુકૂલ છતાં, આ નર શ્રેષ્ઠ વિરપ્રભૂએ એકાએક જે સંસારને ત્યાગ કર્યો, તે સંસાર અવશ્ય રસ વગરને જ . હવે જોઈએ, અને તે હવે અમારા મનમાં પણ વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, વિરસં. (મોક્ષ સુખના જેને સ્વાદની ખબર નથી) લોકજ અને આશ્રય કરે છે.” પરમાર્થ. ચતુર નગરજને જેની સ્તુતિ કરે છે એ તે સુરપુત્ર, પિતા માતા વગેરે જેને સહ બાગમાં આવી પહોંચે. તે સર્વ નીચે ઉતર્યા, અને તેમના મનમાંની સદ્ભાવના વધતી જઈ તેઓ ગુરૂ પાસે બેઠા. વ્રત લેવાની ઈચ્છા રાખનાર ગુરૂને પ્રદક્ષણા (ફરા ફરી) ફરી સ્તુતિ પૂર્વક મોટી ભક્તીથી તેમને પગે પડયા, ત્યારે તેમના વાળ ભુમિપર પડવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust