________________ થી તારા પ્રત્યે જે અપરાધ થયા છે, તે માફ કરી અમારાપર અનહદ કૃપા કર. તમારા સમાગમથી અમે બંનેને સુવિચાર પ્રાપ્ત થયા છે, તો આજથી અમોએ પર સ્ત્રી ગમનને ત્યાગ કર્યો. - વીરસેન––તમે આ ઘણું સારું કર્યું. કારણ આજ કુલીનનું આચરણ છે. રણમાં પડેલાની જખમ સારા કરવાના હેતુથી કુમાર તે જખમોને બાંધતો તે એટલામાં એક ખેચર તેના જોવામાં આવે. ઘણુ શસ્ત્રોના ઘા લાગી, ' મરણ તેલ થઈ ગએલે, એ તે ભયાનક હાઈ તડકાથી અકળાઈ ગએલો હોવાથી આ પશુ જેવો આંખો મીંચીને પડેલો હતો. કુમારે તેને જોતાં વાતજ તેના શરીર પર રૂંવાટા ઉભાં થયાં ત્યારે તેણે શેખરને પુછયું કે, “આ કેણ છે.” . . શેખર-હે કુમાર, આ માટે લઢયો છે. આ પવનકેતૂને ભાઈ હાઈ કમલ કેતુથી નાનો છે. બાહુબળથી શત્રુને છેદી નાખે એવો આ ચંડકેતુ નામનો ખેચર છે, તારા શાના માર વડે આ રણની અંદર અર્ધમુઓ થઈ પડેલ છે. . " ' આ સાંભળી કુમારે જખમ સારા કર્યા પછી તેને ફરી ચેતના આવી, અને તે વીરસેનના સામું જોઈ રીસથી બોલ્યો કે, “વીર તરફથી મારા દેહમાં થએલી જખમે દુખે છે, તે જ પ્રમાણે તે મારા બંને ભાઈને મારી કરેલા વેર કાંટા, મારા શરીરની અંદર ભેંકાય છે.” કુમાર દયાની લાગણીથી તેની સાથે વાત કરે છે. એટલામાં તે આકાશમાં ઉડી ગયે. અને પોતાના સૈન્ય સાથે મળી ગયે. તેની હકીકત દયાળુપણાથી કુમારે કહી એટલામાં ચંદ્રશેખરે બીજી વાત કાઢી, અને હાથ જોડી નમસ્કાર કરી કુમારને વિનંતી તરીકે “તારા પુણ્ય વડે અહિં સર્વ સુભ થયું છે, હવે હે દેવ, ચાલુ કામ તરફ લક્ષ આપવું જોઈએ. પછી વીર “ઠીક છે” એમ બોલી પિતાના મિત્રને મોકલી પ્રદ્યુમ્ન અને બંધુછવા એમના સહ ચંદ્રશ્રીને ત્યાં બેલાવી લીધી. વિદ્યાધરના રાજાઓને કુમારની સેવા કરતા જોઈ તેણુએ મનમાં વિચાર કર્યો કે “આ કુમારના ભાગ્યનો. આજે પરમ ઉત્કર્ષ થયે એમ કહેવું જોઈએ. કારણ વીરસેનના શત્રુ એ પણ મિત્ર બન્યા, તેથી આશ્ચર્ય છે કે, આના ભાગ્યને છેડેજ નથી. . તેથી આ પ્રમાણે વિચાર કરતી પોતાના પતિને જોઈ આશ્ચર્ય ચકિત બની ગઈ. ચંદ્રશ્રીને જોઈને લોકોએ ગડબડાટ (આનંદને) કરી મૂકો. પછી સૈન્યમાં ના વિદ્યાધરએ હર્ષથી ચંદ્રશ્રીને નમી તેના ચરણ કમળનું વંદન કર્યું. તેમના મટમાંના હારવડે તેના ચરણકમલની પૂજા કરી. વીરસેનને જોઈને ચંદ્રશ્રીના શરીરપર હર્ષથી રૂંવાટા ઉભાં થયાં. અને શરમાતી શરમાતી તેની પછવાડે જઈ બેઠી અશોક અને શેખરે નિષ્કપટ મનથી નમસ્કાર કર્યો, બંધુદત્ત કરીને જેનું નામ પાછળ આવી ગયું, તેણે ચંદ્રશ્રીના ચરણ કમળનું વંદન કર્યું પછી પ્રદ્યુમ્ન કુમારને નેહભાવથી મળી નમસ્કાર કરી, તેને વાહન આપી નગર તરફ મોકલ્યો. બંધુદત્ત–રાજાને દુઃખી પુત્રીના વગથી દુઃખ લાગે છે, અને ખેદ થાય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust