________________ 196. પડ અને પિતાની આબરૂ મેળવી. નામ પ્રખ્યાત કરવાના હેતુથી, સમુદ્ર ઉપરના વેપારિઓ સાથે ઉત્તર કિનારા પર શ્રી વર્ધનપુરમાં ગમે ત્યાં વેદમાર્ગ સર્વ લોકોમાં પિતાનું સ્વરૂપ પ્રગટ કરી, નગરના લોકોની આંખોમાં આનંદ ઉત્પન્ન કરી તેમ નામાં રહ્યો. ત્યાં સુધાથી અતિશય વ્યાકુળ થવાથી, એક કદઈની દુકાનમાં જઈ નાના પ્રકારના ખાવાના પદાર્થ તૈયાર કરાવ્યા. તે વણિક પુત્ર ગુરૂ અને દેવને નમસ્કાર કરી જમવા વાતે બેસવાને એટલામાં, તપથી જેનું સર્વ શરીર દેસાઈ ગયું છે, અને જે શાંતિરૂપ અમૃતને સાગર છે એ અરિદમન નામને એક મુનિશ્રેષ્ટ, મહિના સુધી કરેલા અપવાસ વૃતના પારણા કરવાના હેતુથી ફરતો ફરતો ત્યાં આવ્યા. ત્યારે ઉદાર ચિત્ત એવા તે મુનિરાજને જોઈને, વણિક પુત્રના અંગપર રોમાંચ ઉભાં થયાં અને વિચાર કરવા લાગ્યો કે, ઘણું દુઃખ વિસ્તારથી વ્યાપ્ત એવા આ ચલાચલ સંસારમાં મને દાન કરવાને વારતે, સપાત્ર મલ્યાથી હું પિતાને ધન્ય સમજું છું, નવું તાજું તૈયાર કરેલું અત્યંત શુદ્ધ એવું આ અન્ન આપવાને યોગ્ય છે, અને મારી શ્રદ્ધા અધિકાધિક વધતી જઈ, તે આપવા વાતે મારૂ મન તૈયાર થયું છે. વગેરે ભાવના શુદ્ધ પરિણામેથી યુક્ત થઈ પાત્ર તૈયાર કરી તે સર્વ અન્ન વણકપુત્રે મુનીને અર્પણ કર્યું. તે નિઃસ્પૃહા ન્તઃકરણ મુનીએ આપનારના પુણ્યને વિન ન આવે અને અન્ન શુદ્ધ છે એમ જાણી તે લીધું. મુનીશ્વરને દાન આપી, અભયચંદ્ર પણ તેના ચરણકમળ ધુળથી પિતાના કપાળને પ્રદેશ મલીન કરી તેને નમસ્કાર કર્યો. તે તપસ્વી ગયા પછી દેવવા વાગવા લાગ્યા અને સુગંધદકથી મિશ્ર એવી પુષ્પ વૃષ્ટિ થઈ. તે પછી દેવોએ હર્ષથી, સત્પાત્રે દાન આપ્યાંના પ્રભાવથી મણિ રત્ન સુવર્ણની વૃષ્ટિ કરી. તે મણિ રત્ન સુવર્ણ સર્વ એક જગાએ ભેગું કરી, વિપત્તીમાં પડેલા સર્વ લેકને સાધારણ બનાવી દીધા (તેને લાભ સર્વને આપ્યો) પછી તે પિતાના પુણ્યવડે નાના પ્રકારના લોકેના સંબંધમાં રહી, વેપારીઓ સાથે અનેક પ્રકારને વેપાર શરૂ કર્યો. આણું તરફ જે રાત્રે તે પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયે, તે રાત્રીની સવારે પુત્ર કેઈ પણ ઠેકાણે ન દેખાયાથી માબાપ શેક કરવા લાગ્યા. હાય હાય ! વન્સ અભયચંદ્ર ચંદ્રકુમુદ સમૂહને છોડીને જાય, તે પ્રમાણે અમને શેકમાં નાખી અને આંખ મીચાવાને પ્રસંગ લાવી કયાં નીકળી ગયો? વિગેરે વિલાપ કરી તે વારંવાર મૂચ્છ પામવા લાગ્યા, અને પિતાના દુઃખથિી. નગરીને પણ દુઃખી કરી નાખી પછી ગુણચંદ્ર રાજાએ તે હકિકત લોકે પાસેથી સાંભળી ત્યારે તે પણ પોતાની સ્ત્રીસહ તેના દુઃખથી દુઃખી થયો. કન્યાના અંતઃપુરમાં જયશ્રી હતી, તે પણ વણિક પુત્ર નીકળી ગયાના સમાચાર જાણી એકદમ મૂછ આવી પૃથ્વિ પર પડી ત્યારે સખિયાએ થડે પવન નાખી અને ચંદન વગેરે લગાડી ઘણી મહેનતે તેને સાવધકરી; તે પણ તે ફરી ફરીથી મૂચ્છિ ત થવા લાગી. પછી સખિયાએ અનેક યુક્તિ પ્રયુક્તીથી તેને સાવધ કરી, અમે તેને તપાસ કરાવીએ છીએ એમ કહ્યું. એ પ્રમાણે પ્રથમ જયશ્રીને કહી સાવધ થયા પછી તેને ઘણું પ્રકારનો બેધ કર્યો. .. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust