________________ : 200 દત્તને જીવ ચંપાનગરીના સૂરભૂપના શૃંગારવતી નામની ભાર્યાના પેટે અવતરી તું જ આ વીરસેન પુત્ર થયે. અને મહેંદ્રલક્ષમીનો જીવ નાશિકયનગરના અધિપતિ જે વિચિત્રયશ રાજા તેની ચંદ્રશ્રી નામની કન્યાને રૂપે અવતર્યો. .' હે વીરસેન મહારાજ, આ પછી તમારે પરસ્પર અખંડ પ્રેમ શી રીતે બંધાય તે સર્વ પ્રત્યક્ષ તને ખબર છે. હે વીરસેન માટે અમે કહીએ છીએ કે તે પૂર્વ જન્મમાં અહિં દિવ્ય મનુષ્યના સુખે નિરંતર ભગવ્યા છે. ગુણરાજના જન્મથી આઠ જન્મ સુધી આ ચંદ્રશ્રી તારી સાથે ઉત્પન્ન અને સ્નેહ બધ્ધ થઈ તારી પત્ની થતી આવી છે. હે વીર તમારા બન્નેના નેહ સુખનો ઉત્કર્ષ અધિકાધિક વધતો જશે. વીરસેન, જેમ અગ્નિ લાકડાથી અધિક સળગે છે, તે વિષય ચિંતન કરનારને આ કામ વધારે ભડકે છે. હે રાજા, આકાશમાંથી મેઘનિમુક્ત ઉદક અનેક નદીઓના મુખથી સમુદ્રમાં પેસે છે, તથાપિ તે તૃપ્ત થતું નથી, તેવી જ રીતે આ કામને મનુષ્ય નિરંતર સેવ રહે, તે પણ અવિવેકથી તેને ઉતેજન મળી તે અધિકજ વધતો જાય છે. - હે ભૂપતિ, આજકાલ ગમે ત્યારે જે તું મનમાં વિવેક કરીશ તેજ તને વિષય વૈરાગ્ય ઉત્પન્ન થશે તે વગર થવાનું નથી. ધર્મનું આચરણ એજ વિવેકનું ફળ છે. જીન ધર્મના પ્રભાવથી તારૂં સર્વ સિદ્ધ થશે. બીજા જન્મની વાત રહેવા દે, પરંતુ ગુણરાજના જન્મમાં નિર્દોષ એવા જીન ધર્મના યોગે કરી સુખ પ્રાપ્તિ થઈ તે તને ફળ આપનાર થયે. તે રાજેદ્ર, ગુણરાજના જન્મથી આગળના જન્મમાં તું ઉત્તરોત્તર સુખ ભોગવવા લાગે તે પણ તારી તૃપ્તિ થઈ નથી. નરકમાં રહેનાર પ્રાણિયો કરતાં પશ્વાદિ પ્રાણિયે સુખી, પશ્વાદિ કરતાં મનુષ્ય, મનુષ્ય કરતાં દેવ એ પ્રમાણે સર્વ ઉત્તરોત્તર સુખી છે. . . . . . . . છે ? આ સર્વ લોક કરતાં સિદ્ધ પ્રાણિ સુખી, કારણ જેના સુખને ત્રિલેકમાં પણ ઉપમા નથી. માટે હે વીર રાજા, આ સર્વોત્તમ સિદ્ધિ સુખ માટે બુદ્ધિમાન પુરૂ ખંત રાખી માટે પ્રયત્ન કર. ' . વીરસેન—આ વાત ખરી છે તેમાં કાંઈ પણ ફેર નથી, મોક્ષ સુખ સર્વ સુખમાં ઉત્તમ હાઈ પાછું તે અક્ષય છે. હે ભગવાન મારા મનમાં હમેશાં એજ છે, અને હવે તે તમારી આજ્ઞાથી કર્તવ્ય બુદ્ધિ એજ લીધું છે. પરંતુ હે, મુનિશ્રેષ્ઠ મને આપની પાસે કઈ એક વિનંતિ કરવાની છે કારણ તેમાં યોગ્ય શું, તે પૂજ્ય પુરૂષજ જાણે છે. હે મુનિશ્વર, સિદ્ધાંતે એમ સંભળાય છે કે, માબાપના ઉપકારને બદલે આપ કઠણ છે, અને ધર્માચાર્યને તે વિશેષ કરી તેનાથી પણ કઠણ છે. હે ભગવન, સૂરસૂરીના સોગનથી હું મારા વિષે ખાત્રી કરી આપું છું કે, આ સંસારમાં મારા જેવો પુત્ર થયોજ નહિ હોય, જે મેટા પ્રયત્નથી સ્વ૫તેજને મૂર્ખ અને બીજાને પીડા આપનાર હોઈ જન્મથીજ માબાપને દુઃખ આપવાને જ - ઉત્પન્ન થયે છું. આ જગમાં જે થયા પછી વંશની વૃદ્ધિ અને કીર્તિ થાય છે, અને માબાપને સંતોષ થાય છે તે જ પુત્ર છે. મારા સરખા પુત્ર નહિ. હે મુનિ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust