Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 208
________________ 203 હાથમાંથી લીધેલું છે. જે વિદ્યાધર ખડગનો ચોર હતો તેને તે આણે મારી નાખ્યો. અને વિદ્યાધરની ઝંખનામાંજ, પિતાનું ખગ અહિં જોઈ તે તારી પછાડી લાગે છે. હરકોઈ ગૃહસ્થાશ્રમી આકાશમાં અને જમીન પર પડેલી વસ્તુ ઉચકી લે છે, તે વસ્તુ વિષે જે નિસ્પૃહ હોય છે, તેઓ મુનિ અને મહાત્માઓ કહેવાય છે. વળી પાછો નીતિને વિચાર એક બાજુથી જ ન કરતાં દેશ, કાળ, અને પાત્ર એના બળના ધોરણથી કરવો જોઈએ. તું રાજા છે, પ્રજા સંબંધીની સર્વ કાળજી તને છે, અને પ્રજાએ તારો કાયદો તે તે ફરી તેમની નીતિ બગડે. હાથીએ સિંહનો એ શે અપરાધ કર્યો છે કે, જેથી કરી સિંહ તેને મારી તેના મસ્તકમાંનો મતિક સમૂડ પોતાના હાથથી ખેંચી લે છે.. ત્યારે આ સર્વ નીતિ, બાકીના લેકે સારૂ કરેલી છે. ચંપાધિરાજા, તમારા જેવા રાજાને આ લાગુ નથી. હે ખડગ પુરૂષ. પરાક્રમથી નહિ પણ, નમ્રતાથી તું માગી લે. એમ બોલી સર્વ વિદ્યારે પોતાના સ્થળે જતા રહ્યા પછી ખડગ પુરૂ ધથી કોપાયમાન થઈ, રાજાને કહ્યું; “રે રે દુષ્ટ, દુરાચારી, નફટ, નિર્લજ માનને, તે ચોરી કર્યા બાબત ગુન્હેગાર છું, અને ચંપાનગરીના ઐશ્વર્યથી તને અભિમાન ચઢયું છે, તે આજે સર્વ પ્રકારે તને મારી નાખવો યોગ્ય છે તે હવે મનમાં વિચાર શું કરે છે? તરવાર હાથમાં લે, આજે મેં તને અટકાવ્યો છે, તે તારો છુટકારે થવો મુશ્કેલ છે. " ચંપાધિપતિ—તારી સાથે લઢવાની મારી ઇચ્છા નહોતી, અને તેટલાજ સારૂ હું ન્યાય કરાવવા બેટી થયો. પરંતુ હે મહા કીર્તિવાન, નીતિ વિરૂદ્ધ આચરણ કરિને પણ જે તારૂં સમાધાન થતું નથી; તે હવે બીજે ત્રીજે ઉપાય નથી, પણ તારી સાથે લઢાઈજ કરવી પડશે. પછી ખડગ પુરૂષે લઢવા વાસ્તે પૃથ્વી પર ઉતર એમ કહ્યાથી વીરસેનને એકદમ આવેશ આવી પૃથ્વી પર ઉતર્યો, અને તરત જ તે બંને કેડ મજબુત બાંધી, સમ અને કોમળ એવી પૃથ્વી પર બહુ યુદ્ધ (કુસ્તી ) કરવા લાગ્યા તે મહા દ્ધા લઢતા હતા તે વખતે તેમણે પિતાના દંડ ઠેક્યા, તેના અવાજથી, સર્વ વનચર પશુઓ ગભરાઈ ગયા, અને ભવાં ચઢાયાથી તેમના ચહેરાઓ ભયંકર દેખાતા હતા. બંને યુદ્ધમાં કુશળ હતા. આ પ્રમાણે તેમનું યુદ્ધ ચાલી રહ્યું હતું, તેમાં પંદર દિવસ નીકળી ગયા. સોળમે દિવસે શ્રી વીરસેનને બંધુદ-તે વિનંતિ કરી કે, “યુદ્ધનાજ નાદમાં અંહિ કેટલા દિવસ રહેવાને વિચાર છે? આપણને નગરમાં જવાને વાર થશે તે ત્યાંના કામે બગડશે, માટે બીજા ગમે તેવા ઉપાયથી લઢાઈને છેડે આણો.” વીરસેન આ કુશળ યોધ્ધા હમેશાં જુદી જુદી કળાઓથી યુદ્ધ કરે છે. તેથી મને ઘણું આશ્ચર્ય લાગે છે. એ પ્રમાણે વાતે ચાલતી ચાલતી હતી એટલામાં તે ચંપાધિપતિ વીરસેને તરતપેલા ખડગ પુરૂષને ગારૂડપાશથી બાંધી પિતાના વિમાનમાં લઈ લીધું. અને મિત્રસહ વીરભૂપ પિોતે પણ વિમાનપર ચઢ, ત્યારે ઘડીવારમાં સંકલિપત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221