________________ 19 વંદન કરી અને પિતાના કર્તવ્ય કરી કુમાર આ લોકનું સુખ ભોગવા લાગ્યો મહેંદ્રલક્ષમી અને ઇંદ્રદત્ત એવા બંનેના પ્રેમમય અને સુખમય એવા કેટલાક દિવસો નીકળી ગયા. પછી કઈ એક દિવસે કુમાર મહેલની બારીમાં બેઠો હતો ત્યાં નગરમાંથી ઘણા લોકોને નીકળી જતા જેવા લાગે ઈદ્રદતે ઘણું અલંકાર ધારણ કરેલા એવા તે લોકોને જોઈ પિતાના દ્વારપાળને લોકોને બહાર જવાનું કારણ પુછયું. I દ્વારપાળ–મહારાજ આ સર્વ લોકો શહેરની બહાર રવિચંદ્ર ગુરૂ પાસે વંદનાર્થ જાય છે. ઈદ્રદત્ત-જો એમ હોય તે ઉતાવળ કરે આપણે પણ તે સાધુ શ્રેણનાં દર્શન કરવા જઈએ. પછી તે, પત્ની, પિતા, માતા વગેરેને સાથે લઈ અત્યંત શુદ્ધભાવથી ગુરૂને નમન કરવાને ગમે ત્યાં દાખલ થઈ યથા વિધિ ગુરૂ ચરણનું વંદન કર્યું. ગુરૂએ આશિર્વાદ આપ્યા પછી તેની પાસેથી ધર્મો પદેશ શ્રવણ કર્યો. આ જગમાં કર્માધીન થઈ વર્તનારા જીવોને સર્વ દુઃખ છે, સુખની માત્ર કલ્પનાજ છે જેમ સુવર્ણ સારૂ આતુર થએલે માટીને પણ નું સમજે છે, તેમ આ સંસારમાં મેહથી ગાંડા થયેલા લોકે દુઃખને સુખ માને છે. કેટલાક સંસારનું આવું સ્વરૂપ જાણતા છતાં પણ હાથો પ્રમાણે આંખો મીચી વિષયમાં જ નિમગ્ન થાય છે. આ ભવ અરણ્યની અંદર તે હરણ પ્રમાણે દીન થઈ, પ્રાપ્ત થએલા મૃત્યુરૂપ વાઘ તરફ લક્ષ ન આપતાં નિરૂપયોગી થઈ નાશ પામે છે. - એટલા માટે છે કે, સર્વ દુઃખને નાશ કરનાર એવા જનધિમ પર તમે પ્રીતિ કરે. આ ધર્મોપદેશ શ્રવણ કરી કુમાર શુદ્ધ ચિત્ત થઈ બોલ્યો, “ભગ વાન આપનું સર્વ કહેવું ખરું છે. મહારાજ પરમાર્થ પ્રકાશક આપનું ભાષણ શ્રવણ કરી, મારા મનમાં પણ સંસાર વિષે વિરક્તિ ઉત્પન્ન થઈ છે જયાં સૂધી આપના જેવા પુણ્યવાન ગુરૂને મેળાપ થતું નથી, ત્યાં સુધી વરાગ્ય ઉત્પન્ન થએલ એવા પુરૂષોને પણ ઈષ્ટાર્થ સંસિદ્ધિ થતી નથી, તે વિભે, જે મારી યોગ્યતા હોય, અને આપની અતુલ કૃપા હોય, તે હે મુનિંદ્ર દુઃખને નાશ કરનાર એવી પ્રવજ્યા મને આપો. ગુરુ–સુખથી લે, (ઈચ્છાને) પ્રતિબંધ કરીશ નહિ, આ જગમાં વિપકાર કરવાનો જ અમારો ધંધે છે. પછી ઇંદ્રિદત્ત કુમારે પિતાનાથી મોટાની રજા લઈ મહેંદ્રલક્ષમી સહ તેમની પાસે વ્રત (પ્રવજ્યા) લીધી. અત્યંત દુષ્કર તપ કરી, પોતાના શરીરને કષ્ટ આપી, છેવટે મરણ પામી અય્યત ક૯૫માં ઈદ્રદત્ત માટે દેવ થઈને રહે. સાધવી મહેંદ્રલક્ષમી પણ વ્રતનું પાલન કરી છેવટે તે પણ મરણ પામી, અને તે જ દેવલોકમાં તેને મિત્ર માટે દેવ થઈને રહી, ત્યાં તે દેવરૂપ બંને બાવીસ અંતર આયુષ્ય પૂરું કરી, પછી ત્યાંથી પતન થઈ આજ ભરત વર્ષમાં ઉત્પન્ન થયાં. ઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust