________________ 195 નેએ અડકવું સારૂ નથી, આણે પણ જે દેહ સારૂં પાપ કર્યું છે, તે દેહ અહિં રઝળતા પડે છેઅને તે તે બીજે કઈ ઠેકાણે (નીમાં) ગઈ. જીવદેહને સારૂ અનેક પાપ કરે છે, પરંતુ પરિણામે જે કુમિત્ર તેવો તે મૂળથી જ અસાર છે. ઘડીકમાં બગડનાર આ દુષ્ટ દેહનું રક્ષણ પુત્ર, ભાર્યા, બંધુ, મિત્ર કોઈ પણ કરતું નથી. માટે ઘડીવાર ટકનાર આ શરીરનું સુખ ધમ તરફ લગાડી હું મારા બંને જન્મનું સાર્થક કરીશ. વગેરે વિચાર કરતો કરતે અભયચંદ્ર તે બાહ્ય ઉપવનમાં ફરતો હતે, તેવામાં એક મુનિ જમીન પર બેઠેલો તેના જેવામાં આવ્યું. તેની પાસેથી ધમ શ્રવણ કરી, પુત્ર કલત્ર વગેરેને સ્નેહ અને પત્નીએ મને છોડી મોટા આદરથી તેની પાસે પ્રવજ્યા (સન્યાસ) લીધી. પછી તીવ્ર તપશ્ચર્યા કરી, ક્ષીણરાગ અને પછી વિરક્ત થઈ, મરણ પામ્યું. તે પછી પ્રાણતક૯૫માં એક મોટો દેવ થઈને રહ્યા પછી જયશ્રી પણ પતિના વિયેગથી વિરક્ત અને શાંત થઈ પિતાની બહેન પાસે પ્રવજ્યા લઈ તપ કરવા લાગી. તેપણ સમાધી ગથી દેવલોક પામી, તેજ પ્રાણુતક૯૫માં પૂર્વે સ્નેહ સંબંધથી સ્વર્ગમાં તેનો દેવરૂપ મિત્ર થઈને રહી. આવી રીતે તે બન્ને પ્રાણુતકલ્પની અંદર મિત્રરૂપ દેવ શ્રેષ્ટ થઈ વીશસાગર આયુષ્ય આનંદથી પુરૂં કર્યું. પછી અભયચંદ્રને જીવ સ્વર્ગમાંથી નીચે પડી, આજ ભરતક્ષેત્રમાં લક્ષમીનું સ્થાન એવી અધ્યા નગરીમાં, સિંહરથ નામના રાજાની ભુવનશ્રી નામની ભાર્યાને પેટે, ઈદ્ર સ્વપ્ન પડયા ઉપરથી, ઇંદ્રદત્તના નામથી અવતીર્ણ થયો. પછી તે રાણી શુભ દિવસે શુભ લક્ષણથી યુક્ત એવો પુત્ર પ્રસવી સિંહરથ રાજાએ દાસ, દાસી, નગર લેક અને મિત્રોને આનંદ વધારનાર એવા પુત્ર જન્મને ઉલ્લાસ કર્યો. એક મહિના પછી પૂજ્ય પૂજા પૂર્વક તેણે પુત્રનું ઈદ્રદત્ત નામ સ્પષ્ટ રીતે પાડયું. અને પયપાનથી રાત્રિ દિવસ એનું એવી રીતે પાલન કર્યું કે, તે કલ્પવૃક્ષ પ્રમાણે ફળ આપનાર થયે બેતેર કળાઓમાં પ્રવિણ થઈ, અને તેને પરમાર્થનું પણ સારું જ્ઞાન થઈ, રૂપ સંપતિનું સ્થાન એવી યવન દશામાં આવી પહોંચ્યા. તે પિતાના વેરી નૃપના મનમાં આડા પથ્થર પ્રમાણે રહી પિતાના ગુણોથી પોતાના તથા પારકા દેશોમાં વિખ્યાત થયે. આણું તરફ જયશ્રીને જીવ પણ દેવલોકમાંથી નીકળી આજ ભરતખંડમાં રાજગૃહ નામના નગરમાં, મૈડદેશ ભૂપતીન મહેન્દ્ર નામના મહેલમાં વિનયવતી રાણીના પેટે કન્યારૂપે અવતીર્ણ થયે. તે કન્યાનું નામ મહેંદ્ર લક્ષમી પાડયું તે વનદશામાં આવ્યા પછી, તેના બાપે મોકલેલ એક દૂત અયોધ્યા નગરીમાં ગયે. પદારે વધી આપ્યા પછી, તે રાજસભામાં પેઠે, અને સિંહરથ રાજાને નમન કરી બે . દત–તને પુષ્કળ પ્રજા થઈ, અને તું ઘણી પ્રજાને સ્વામી પણ છે, તથાપી આ તારા કુમાર સરખુ પ્રજા રત્ન તને, પહેલાં થયું નથી ને થવાનું પણ નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust