________________ 194 પ્રત્યક્ષ કેવળ લક્ષમી એવી તે જયશ્રીને લઈને તેના લાભથી મનમાં આનંદ દિત થતું, તે મેટા વહાણ પર ચઢયે પછી એક ખલાશી પોતાના આયુષ્યને ક્ષય થવાથી મરી ગયે હતું, તેને તે બુદ્ધિવાન વણિક પુત્રે મહેલની પાસેની બાજુએ લઈ જઈ ચિતા પર મુકી બાળી નાખ્યા પાછા આ વિન ન કરે માટે વિદ્યાધરના ડરથી તે વિદ્યાધરને ફસાવવા સારૂ અભયચંદ્ર આ પ્રપંચ કર્યો. પછી તેણે સર્વ વહાણ ભર્યા અને અનુકુળ પવનથી પાછા કટાહબેટમાં ગયા. ત્યાંથી તે શ્રી વર્ધનપુરમાં જઈ પહોંચ્યા, અને ત્યાં તેણે સ્વજન મંડળી સહ પોતાના પિતાને આવેલો જોયો. પરસ્પર કુશળ વાતના પનેથી સંતોષ પામેલા તે પિતા પુત્રને તે વખતે ઘણો આનંદ થયો. પુત્ર—આપણે રાજા કુશળ છે ને? શેઠ–મહારાજ તમારા દુઃખથી દુઃખી થાય છે. પછી તેણે જયશ્રીની સર્વ હકિકત કહી. તેના વડે શેઠના મનમાં ઘણો આનંદ થ. પછી વણિક પુત્રે માલ ઉતારી રત્નના પર્વત પ્રમાણે ઢગલા કર્યા, તે જોઈ પિતાને ઘણુ નવાઈ લાગી. તે સર્વ દ્રવ્ય, અભયચંદ્ર અને જયશ્રીને લઈ તે ધનદેવ શેઠ પિતાના નગર તરફ જવા નીકળે. કઈ પણ ઠેકાણે મુકામ ન કરતાં, રસ્તામાં નિર્વિધનપણથી તે સર્વ ઉજજઈનીમાં આવી પહોંચ્યા. તેઓના આવ્યાની ગુણચંદ્ર રાજાને ખબર પડવાથી, તે નગરજને સહ વણિક પુત્રની સામે ગયે. અને તેને મોટા ભપકાથી નગરની અંદર પ્રવેશ કરાવ્યો, ત્યારે નગરના લોકો વણિક પુત્રની સ્તુતિ કરવા લાગ્યા. વણિક અને વણિક પુત્ર બંનેને રાજા પિતાના ઘેર લઈ ગયો. અને કન્યા જયશ્રીને વણિક પુત્રને અર્પણ કરી બેલ્યો.” .. રાજા– હે અભયચંદ્ર કુમાર, તારું નામ અન્વથક છે, તું એમ સમજ કે તારા પુણ્ય પરિપાકથી તે આને જીતી છે, તને તારા પિતાએ બોધ કર્યો ત્યારે તું આને દૂર નાખી ચાલી ગયે; પરંતુ ત્યાં પણ આ કન્યા, તેના નશીબાનુસાર તને પ્રાપ્ત થઈ એમ બોલી રાજાએ સમૂહર્તાપર જયશ્રી અને વણિક પુત્ર બંનેને હસ્ત મેળાપ કરાવી આપ્યો. પછી અભયચંદ્ર સ્વર્ગમાના દેવ પ્રમાણે રાણુ સાથે, વિષય સુખને ઉપભેગા કરવા લાગે. ઘણા કાળ સુધી તે બંને સુખ જોગવતા હતા, તેવામાં જયશ્રીએ પુણ્યનું આચરણ કરનાર એવા એક પુત્રને જન્મ આપે. આગળ એક દિવસે અભયચંદ્ર બાહારના જંગલમાં જતો હતો, તેવામાં વચમાં એક સ્ત્રીનું મડદુ પડેલું તેના જેવામાં આવ્યું. દુઃખ ઉત્પન્ન કરનાર, અને ખરાબ એવી તે સ્ત્રી કળા જેઈ (ચેહે જોઈ) ગભરાઈ, સ્ત્રી રૂપના સ્વરૂપ બાબત વિચાર કરવા લાગ્યો. આના અવયવ પ્રથમ પ્રેમાગ્નિ દીપક હતા, તેજ આ અવયે હવે મૂઢને પણ વૈરાગ્ય * ઉત્પન્ન કરે છે. જુવાનીના ભર જોરમાં હતી ત્યારે, વિષયજનના પ્રેમના કારણભૂત હતી; હવે તેના અવયે સુજી ગયાં છે એટલે તેજ તેમના વિરાગ્યનું કારણ થઈ પડી. નર્કને નમાવનાર એવા કામિજનેએ આ સ્ત્રીને અડકવું, તેના કરતાં કુત્રાએ ભયથી આ સ્ત્રીને અડકે તે સારું, પરંતુ નરકને નમાવનાર એવા નિઃશંક કામિજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust