________________ 192 સમુદાય પાછો ફરતો દીકે. તમને શે ભય ઉત્પન્ન થયે? અરે તમે આમ કેમ દોડે છે? એમ પૂછવાથી તે લોકો વણિક પુત્રને કહેવા લાગ્યા. અહિ ભય કોઈ પણ પ્રકારનો નથી પરંતુ સૂર્યના પ્રખર કિરણોથી માહે રને પ્રજવલિત થઈ તપી ગયા છે, તે તાપ અમારાથી સહુન થતો નથી. હે સ્વામિન, તમે અહિં જ રહો, કારણ આગળના ભાગમાં ઉદય પામેલા અનેક સૂર્યો પ્રમાણે ઘણું રત્નનું અત્યંત દુઃસહ તેજ છે. . * અભયચંદ્ર–અરે ખરી વાત છે મને પ્રથમજ લોકોએ કહ્યું હતું કે રાવિના ઉત્તરાર્ધમાં રત્નો વણી લેવા પડે છે. ફરીથી હર્ષથી બે કે, જે દેવ અનુકુળ હશે તે મારા કુળમાં દરિદ્રતા કેઈપણ વખત રહેવાની નથી. ' તે સર્વ લોકે રત્નના તેજના જવાળાથી દઝાઈ ગયાથી, સમુદ્રના પાણીમાં ડુબકી મારી વહાણ પર ચઢી બેઠા. તે દિવસ ગયો અને રાત્રિને પ્રથમ ભાગ પણ નીકળી ગયા ત્યારે તે વડાણને માલિક વણિક પુત્ર પરિવાર સહ નીચે ઉતરી બેટમાં ફરવા લાગ્યો. આવી રીતે અભયચંદ્ર વાણિયો ત્યાં રત્ન પરિક્ષક પુરૂષને સાથે રાખી, તેની પાસેથી દરેક દિવસે, નાના પ્રકારના રત્ન એકઠા કરાવવા લાગ્યો. આ નેક પ્રકારના રત્નોથી વહાણ ભરાયા પછી, તેણે સ્વદેશમાં જવાની તૈયારી કરી. જે રાત્રિએ વહાણ ભરવાના હતા, તે રાત્રે ક્ષેત્રાધિપતિની પૂજા કરવા સારૂં પિતે નીચે ઉતર્યો. કારણ ત્યાંને એ રીવાજ હતું કે, એકલા વહાણના માલિકે અપવાસ કરી, નીચે ઉતરી તેણે ક્ષેત્ર દેવતાની પ્રથમ પૂજા કરવી જોઈએ. વહાણને માલીક દેવતાની પૂજા કરી આવે નહિ, ત્યાં સૂધીમાં બીજા કોઈ પણ વેપારીએ કીનારાપર પગ મૂકવો નહિ. આ હેતુથી અભયચંદ્ર પણ જરા આગળ ગયો, અને ત્યાં ક્ષેત્ર દેવતાની પૂજા કર્યા પછી, એક કરૂણ ધ્વનિ તેના કાને પડે. “હે ગુણકર, હે નાથ, હે હાર સંજ્ઞ શિરોમણિ તું ફકત સ્વપ્ન પ્રમાણે દશન આપી અકસમાત્ છાનેમાને કયાં જ રહ્યા? હરહર, તારાપર પ્રેમ રાખે માટે દુર્જનેએ મને અહિં આણું, તે હે નાથ, કૃપા કર અને મને દિન અબળાને દર્શન આપ, હે સ્વામીન આપને મેકલ્યા પછી ઘડીવારમાં હું દીન થઈ ગઈ; એ ઉઘાડું જ છે કે સૂર્ય અસ્ત થાય છે એટલે પધિનીમ્યાન થઈ જાય છે.” આવી રીતે નાના પ્રકારે કઈ એક સ્ત્રીનું રૂદન શ્રવણ કર્યાથી, તેનું ચિત્ત વિંધાઈ જઈ, પરદુઃખથી દુઃખી થનાર એ તે વણિક પુત્ર આગળ ચાલ્યા. ત્યાં આગળજ એક સાત માળને ભવ્ય મહેલ જોઈ, તેમાંથી નીકળતા વિલાપના શબ્દો સાંભળતા સાંભળતે, તે આગળ ચઢવા લાગ્યું. પછી સાતમા માળ ઉપર, દુઃખિત થયેલી અને મોઢાપર વસ્ત્ર ઓઢી લીધેલ, એવી એક સ્ત્રી પલંગ પર બેઠેલી તેના જેવામાં આવી. - અભયચંદ્ર--(તેને જોઈ) તું કોણ? કોની ? અંહિ એકલી કેમ રડે છે? તારી સર્વ હકીકત મને કહે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust