________________ 191. - જયશ્રી–અમસ્તા મને શું શીખવે છે, એજ મારો પતિ છે, કાં તેણે મારા શરીરની ઈચ્છા રાખવી, નહિ તે આગ્નિએ રાખવી. એ તેને પાકે નિશ્ચય જોઈ. ગુણચંદ્ર રાજા પુત્રિના દુઃખવડે હમેશાં સર્વ ઠેકાણે વણિક પુત્રને શોધ કરવા લાગ્યો. ઘણા દિવસ પછી ગુણચંદ્ર રાજાને તેને પતે મળે, ત્યારે તેણે પિતાને એક માણસ તેના તરફ મેકલ્યો તેની સાથે ધનદેવ શેઠે પણ પિતાના એક મનુષ્યને મોકલ્યો તે બને એ ઘણા પ્રકારે અભયચંદ્રને સમજાવ્યો પણ તેણે આવવાનું કબુલ કયું નહિ. ગમે તેવો જવાબ આપી તે બન્નેને પાછા મોકલી દીધા, અને પિતે ઘણું વહાણે તૈયાર કરવા. મુસાફરીના સાધનો સાથે, ખરીદ કરેલે માલ ભરી, પૂજ્ય પૂજા કરી, પિતાની મંડળી સહ કટાહદ્વિપમાં જવાના ઉદેશથી તે વણિક પુત્ર વહાણ પર ચઢ, અને જળમાર્ગે ચાલ્યો. પવન અનુકૂળ હોવાને લીધે તે જલદી સમુદ્રને રસ્તે કાપી કટાદ્વિપના કાંઠે પિતાના માણસે સહ ઉતર્યો સર્વ માલ ઉતારી રાજાની મુલાકાત લેઈ, પછી તે વેપારીને નાયક ત્યાં વેપાર કરવા લાગ્યો. પિતાની ઈચ્છા પ્રમાણે પૈસે ન મળવાથી મનમાં ઉદાસ થઈ, તે નાકાપતિ ઘણી વખત સુધી ચિંતા સમુદ્રમાં નિમગ્ન થઈ રહ્યા. વણિક પુત્ર અભયચંદ્રને આવી સ્થિતીમાં જોઈ કામકાજ કરવા સારૂં ઘરમાં રાખેલા સોમદેવે કહ્યું; “હે સ્વામી ન કોઈ અધીરા માણસ પ્રમાણે વચમાંજ તું આ વિચાર કેમ કરે છે! ધર્યવાન પુરૂષને આ એક વેપાર સ્મૃદ્ધિદાયક થાય છે. આ જગમાં દેવરૂપ વાયુના યોગે કરી વ્યાપારરૂપ વહાણેથી દારિદ્ર સમુદ્રને પુરૂષ પાર તરે છે. અમે કહીએ છીએ એવે વેપાર તે સાહસથીજ સિદ્ધ થાય છે, કે જેના વડે કરી લમી. દાસ પ્રમાણે ત્વરિત પિતાના તાબામાં વર્તે છે. મહારાજ, અનંત રત્નથી સંપૂર્ણ એવા રત્નશિખ નામના દ્વિપમાંથી રત્નોથી ભરેલું એક વહાણ આજજ નિવિ ને આવી પહોચ્યું છે ત્યારે અભયચંદ્ર બોલે એમ છે? તે હવે ત્યાં જઈ, તે તરફથી આવેલાને તે બાબતની સર્વ બાતમી પૂછી લેવી” ત્યાં જઈ તેણે તે રત્નથી ભરેલ વહાણ જોયું, ત્યારે તેમાંના રત્નોની કાંતિથી આકાશમાં લાખો ઈદ્ર ધનુષ્ય નિર્માણ થએલા દીઠા. તેણે તે વેપારીઓને પુછયાથી વેપારીઓએ તે બેટની સર્વ માહિતી આપી, ત્યાં પૃથ્વી પર પડેલા અનેક રત્ન જડે છે. તે સર્વ બેટ કુર પશુઓથી ભરેલો છે. ત્યાં રત્ન રાત્રીના ઉત્તરાર્ધમાં વણી લેવા પડે છે. તે બેટ પૂર્વ સમુદ્રની વચમાં છે, દક્ષિણ દિશા તરફથી જઈ બાર મહિને માણસ તે બેટમાં પહોંચે છે. . અભયચંદ્ર-હવે જલદી મુસાફરીના સામાન સહ વહાણે તૈયાર કરે, રત્ન શિખર નામે દ્વિપમાં જવાને મારે નિશ્ચય થયો છે. જળ માર્ગમાં લાગનાર સર્વ સામાન ઉત્તમ રીતે તૈયાર કરી તે વહાણમાં ભર્યો. અને પિતાના માણસોને પણ જલદી વહાણ પર ચઢાવી દીધા. તે વણિક પુત્ર એક વર્ષ પછી બેટના મુખ પાસે પહોંચ્યો, પ્રથમ તેણે પોતાના સર્વ પરિવારને વહાણ પરથી નીચે ઉતાર્યા. અને પછી પિતે ઉતરી તેમની પછવાડે દોડતે જવા લાગ્યો, એટલામાં તેણે પિતાના લોકોને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust