________________ 189 માંના એકે, તે જયશ્રી અને વણિક પુત્ર એ બે વચ્ચે થએલી બીના તેના બાપને કહી. પિતાએ પણ અભયચંદ્રને ઘડીવાર એકાંત સ્થળમાં લઈ જઈ પ્રેમથી અને બહુ માનથી બોધ કર્યો કે, “પુત્ર, પુરૂષે હમેશા, પોતાની જાત પ્રમાણે આચ. રણ રાખવું, પોતાના કુળની મર્યાદા છેડયાથી અહિં તથા પરલોકમાં દુઃખ થાય છે. , “વાણિયાની તે વિશેષે કરીને એવીજ વર્તણુક હોવી જોઇએ કે જેના આચરણે યુવાવસ્થામાં પણ વૃદ્ધાવસ્થા પ્રમાણે હોવા જોઈએ. ઘણે પૈસો હોય તે પણ દરિદ્રતા, સ્વામિત્વ પદ હોય તે પણ દાસ્યત્વ, અને સ્વરૂપવાન હોય તે પણ કદરૂપિ, એવી તેમની બુદ્ધિ હોવી જોઈએ.” “પિતાની સ્ત્રી સાથે સંભોગ તે પણ નિયમીત, કાર્યકારણ શાંતત્વ, એજ એમને વેષ, સર્વ સાથે પ્રીતિ, અને ભાષણો.” વળી પુત્ર, “પૃથ્વિ પર વાણિયાનો સર્વ ઠેકાણે પ્રવેશ હોવો જોઈએ, તેને જોયા બરાબર ગોળના ગાંગડા પ્રમાણે વિશ્વાસ ઉત્પન્ન થવો જોઈએ.” હે પુત્ર, “કઈ પણ કારણથી રાજ વિરૂદ્ધ કામ કરીએ તે, દુર્જનને હાથ છિદ્ર લાગી, તેના વડે તેમને અંદર પેસવાને સંભવ હોય છે. " - આ જગમાં દુર્જન હમેશાં, પુરૂષને નિર્દોષ હોય તે પણ તેના પર દેષ સ્થાપિત કરે છે, અને ખરેખરો દેષ નજરે પડયા પછી, તે તેમને મોટો આનંદ થાય છે. રાજકન્યાને અભિલાષ કરવામાં પણ, સ્વજાતિ વિરૂદ્ધ, સ્વધર્મ વિરૂદ્ધ, અને રાજ વિરૂદ્ધ, એ ત્રણ દે ઉઘાડા સ્થાપિત થાય છે. શિવાય, દ્રવ્યનો નાશ, દુષ્ટને આનંદ, અપયશ, પરાભવ, સ્વજનોને તથા પિતાને દુઃખ, અને કુકર્મોવડે અધર્મ.” અભયચંદ્ર-આપ આવી તસદી શાવાતે લે છે? હું તેવા કર્મો કઈ દિવસ કરવાનો નથી. જેના વડે મનુષ્યને લાજ, અથવા જેથી તમારી બે આબરૂ થાય તેવા અકૃત્ય, હું પ્રાણ જતાં પણ કઈ દિવસ કરીશ નહિ. હે સુપુત્ર, શાબાસ, શાબાસ, એમ બોલી તેણે તેના મસ્તક પર હાથ મુક, અને કહ્યું, “પુત્ર, તે સારા કૃત્ય કર્યો એટલે તને કોણ બોલનાર છે?” પછી શયનગૃહમાં જઈને વાણિક પુત્ર અત્યંત દિલગીર તથા શરમિંદો થઈ વિચાર કરવા લાગ્યો. - પિતાજીને મારા અપરાધની શી રીતે ખબર પડી? અને મારી અપકીર્તિ સાંભળી હજુ સુધી હું પણ અંહિ જ રહે છું. લોકોમાં જેના ગુણોની તુલના થાય છે તે પુરૂષને અનહદ સુખ થાય છે, પરંતુ જેના અપરાધો ઉઘાડા પડે છે, તેને મરણ આવે છે, પરદેશમાં નાશી જવું પડે છે. આ મારી મોટી અપકીર્તિ (ખરી અગર ખોટી) મારાથી સંભળાઈ શકાશે નહિ, માટે અંહિ બીલકુલ રહેવું ન જોઈએ એ વિચાર કરી થોડી રાત્રે બાકી રહે, પિતાના મિત્રોને પણ ન જણાવતાં તે વણિકપુત્ર ફક્ત બે વસ્ત્રો સાથે બહાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust