________________ 188 બે પલ્ય પ્રમાણ આયુષ્ય પુરૂં કર્યું. એ પ્રમાણે ત્યાં આયુષ્ય પુરૂં કર્યા પછી તે બને સ્વર્ગમાંથી નીચે પડયા. ગુણરાજને જીવ ભરતખંડમાં જ બુદ્વીપના દક્ષિણાર્ધ ભાગમાં સંપત્તીથી વિશાળ એવી વિશાલનામક નગરીમાં, પુષ્કળ ધન દોલતથી પરિપૂર્ણ એવા ધનદેવ શેઠને ઘેર તેની સહધર્મિણી યશદેવીને પેટે અવતર્યો. ગર્ભ : રહ્યા પછી તેને ચંદ્રના સ્વને પડવા લાગ્યા, અને સર્વને અભય આપવું એવી ઈચ્છાઓ થવા લાગી, પછી તે શેઠાણીએ યોગ્ય વખતે સુલક્ષણ પુત્રને જન્મ આપ્યું. પછી શેઠે મોટા મોટા દાન ધર્મ કરી, ઘણી સ્ત્રીને નાચ વગેરે કરાવી આનંદથી, તેના જન્મ દિવસને ઉત્સવ કર્યો. ગર્ભ રહ્યા દિવસથી તે પ્રસવ થતા સુધીના વખતના ચિહેા ઉપરથી, અને શેઠાણીને જે ન પડતા હતા તે ઉપરથી તેને અનુસરીને શેઠે પુત્રનું નામ અભયચંદ્ર એમ રાખ્યું. પૂર્વ પુણ્યના જોરથી તેના શરીરનું તેજ દિવસે દિવસે વધવા લાગ્યું, અને તે કુમાર કળા વગેરેને અ ભ્યાસ કરે, એવા વયને પ્રાપ્ત થયો. શુકલ પક્ષના ચંદ્ર પ્રમાણે તેની અંગકાંતીને વિસ્તાર દિવસે દિવસે વધવા લાગ્યા, અને દરરોજ નવીન નવીન કળાઓ ગ્રહણ કરી સર્વ કળામાં પરિપૂર્ણ થયે. તેના અંગે, પ્રસંશા રહિત દાન, ક્ષમા યુક્ત પરાક્રમ અને તારૂણ્યમાં તેનું સેંદર્ય પરસ્ત્રીયોને મેહમાં પાડનાર, એવા ગુણો હતા. ભાગ્ય સૌભાગ્યશાળી તે અભયચંદ્ર સંસાર સમુદ્ર અસાર છતાં, તેને સંસાર બનાવ્યું હતું. આવી રીતે, ત્રિલેકની અંદર આશ્ચર્યભૂત એ રૂપ સાભાગ્ય સં. પત્તિને એક નમુને, અને જે સર્વ લોકોની ઈચ્છા કરવાવાળે, એવા તે અભયચં. દ્રના કેટલાક દિવસ નીકળી ગયા. એક દિવસે તે વણિક પુત્ર, પોતાના બરોબરીઆ સાથે બહાર બાગમાં ફરવા વાસ્તે ગયે, અને ત્યાં જુદી જુદી અનેક રમત રમવા લાગે. આણું તરફ જયસુંદરીને જીવ સ્વર્ગમાંથી નીકળી તે જયશ્રી નામથી ગુણ ચંદ્રની પુત્રિ થઈ ત્યાંજ રમવાને વાસ્તે આવી. રમતાં રમતાં તે જયશ્રીએ તે સ્વરૂપવાન વણિકપુત્ર અભયચંદ્રને પ્રયત્નથી વેલની વચમાંથી પ્રેમપૂર્વક જોયે. તેની અંગકાંતિ, મનહરવેષ, ખુબીદાર રમતે, વગેરેને જયશ્રી જેમ જેમ જેવા લાગી તેમ તેમ ગાંડી થઈ ગયા પ્રમાણે સ્તબ્ધ થઈ અને સર્વ શરીર અકડાઈ ગયા પ્રમાણે થઈ ગઈ. પછી તેને સખિયે કહેવા લાગી, “સખિ આ કઈ પણ દેવ શાપ શ્રેષ્ટ થઈ પૃથ્વી પર પડેલો છે, અગર વિદ્યાધર વિદ્યા ભ્રષ્ટ થઈ પડે છે.” તે ચતુર સખિયોને પોતાના અભયચંદ્ર તરફના પ્રેમની વાત ખબર ન પડે તેટલા વાસ્તે જયશ્રી આકાર (મુખાદિચર્યા) ચેરવા લાગી. સખિ થંડ પવનને લીધે મારા શરીર પર રોમાંચ ઉભા થયા છે, અને કુલેની ધૂળથી, મારી આંખોને ત્રાસ થઈ તેમાંથી પાણી નીકળે છે તે જુઓ. આ પ્રમાણે તે રાજકન્યા પિતાની સખિયો સાથે બોલે છે, એટલામાં અભયચંદ્ર પ્રેમપૂર્વક નજરથી તેના તરફ જોયું. તે પણ તેના પર એ જ આશક થયેલ હતું, તે જોઈ તેના મિત્રો અતિશય ગભરાયા, અને ઘણી યુક્તિ પ્રયુક્તિથી તેને તેના ઘેર લઈ આવ્યા. પછી તે મિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust