________________ 148 મારજ જોઈએ. તે, હે મંત્રિ. તું આને તેડ પાડી આપ.” આ પ્રમાણે રાજાએ કહ્યા. પછી પ્રધાને બોલવાનું શરૂ કર્યું. . 1 પ્રધાન–-હે રાજેદ્ર, યુદ્ધની વખતે તે અભિમાની એવા કયા શત્રુના માથા પર પગ મૂકયા નથી? રાજા, જે કે શત્રુને પરાક્રમ તારા જેટલો નથી તો પણ ડાહ્યાએ આ જગની અંદર સારી યુકતીથી વર્તવું જોઈએ. તરવાને અશકય એ સમુદ્ર પણ એક અકકલના વહાણથી સહેજ તરી શકાય છે, અને જે તે ન હોય તે (અકકલ) ગાયના પગની ખરીથી પડેલ ખાડાની અંદરના પાણીમાં પણ લોક તરફડીઆ મારે છે. આ હે રાજા, વીરસેન પરાક્રમી હાઈ હાલમાં તેને અકકલ અને દૈવ અનુલ છે. વૈતાઢય પર્વત ઉપરના બંને બાજુના વિદ્યાધરોની તેને મદદ છે. તે શિવાય, સુજનો પર પ્રીતિ કરનાર, કૃતજ્ઞ, સાહસી, અને તેંદ્રિય એવો તે શત્રુ છે, તે મારા મતે તેની સાથે લઢાઈને વખત લાવવો નહિ. હે રાજા, જે શત્રનું સિન્ય, બીજાની કુમક, અને શકિત, પિતાની સાથે સમાન છે. તેની સાથે લઢાઈનો પ્રસંગ પાડે, પરંતુ સેન્ય વગેરેથી જે શત્રુ આપણાથી ચઢીયાત હોય તો તેની સાથે સંધિ કરવી એજ ગ્ય છે. નરસિંહે આ સાંભળી આંખો ચઢાવી અને તે વિમલ નામના પ્રધાનનું અપમાન કરી કહ્યું “હે અમાત્ય. ઘણું કરી મનુષ્યની બુદ્ધિ શ્રેષ્ટ અગર કનિષ્ઠ, જેવા કુળમાં તે ઉત્પન્ન થયો હોય તે જ પ્રમાણે હોય છે. હશે. જે ગુણો વીરસેનમાં છે તે, તે, મને સંભળાવ્યા, હવે તેની બરાબર કસોટી લઢાઈમાં જણાઈ આવશે. તારા મતે, અમારા કરતાં શત્રુના ગુણ વધારે છે, તેની બરાબરીની પણ અમારી યોગ્યતા નથી. માટેજ આવા અધિક પરાક્રમી શત્રુ સાથે, કસોટીથી લઢાઈ કરવાને મારે ચેકસ મત થએલે છે. - આપણુ કરતાં ઓછા અગર બરોબરીના શત્રુને જીતવો એ લજજાસ્પદ છે, પરંતુ જગમાં બળવાન ગણાએલા શત્રુ સાથે લઢતાં કદાપી પરાભવ થયો તે પણ તે ભૂષણજ છે. - આટલું બોલી રાજા એકદમ ઉઠ, ક્રોધથી હોઠ થર થર ધ્રુજવા લાગ્યા, અને સભા મંડળમાં આવી સર્વ તાબાના રાજાઓને હુકમ કર્યો કે, હે રાજાઓ, આજ તમે સર્વે જણ લઢવાની તૈયારીઓ કરી, પિતાપિતાના તંબુ ચંપા નગરીની બહારના પ્રદેશમાં જલદી જઈને ઉભા કરે. અરે અમાત્ય, તું લઢાઈના કામે પડે એવા હાથી, ઘેડા, રથ વગેરે સૈન્ય હમણા હમણું તૈયાર કર. લઢાઈમાં ગયા પછી જેમને સ્ત્રી પુત્રોનું સમરણ થાય, એવાઓને અહિંજ રહેવા દો. અને બીજા પરાક્રમી - દ્વાઓને આગળ જવાદે. અપાવ્ય દેશમાં નાશિકય નગરી તરફ ચાલે વિચિત્ર નપતિ અને વીરસેન બંનેને નાશ કરીશું. આ પ્રમાણે લઢાઈ વિશે જુસ્સો ઉતપન્ન કરનાર રાજાને હુકમ સેનાપતી મારફતે, અનેક લોકમાં પ્રસર્યો, અને એકદમ ની. કળવાની તૈયારી કરી નગારાને ધ્વનિ તરફ ઘુમવા લાગ્યો. હાથી, ઘોડા, રથ, પાયદળ વગેરે એ સર્વ શહેર અને રસ્તા રોકી નાખ્યા, અને મોટા જુસ્સાથી સિન્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust