________________ 656 પછી સર્વ જણીએ એકચિત થઈ, સર્વેએ એવી મસલત કરી કે સખિયે, જયપતાકાનું રૂપ ધારણ કરી અને ઉપભોગ લે. ચંદ્રલેખાદેવયોગથી જે કદાચ આણે તમને નાપસંદ કર્યો તે પછી આ પુરૂષનું શું કરવાના? | સર્વ જણી –જે આ કબુલ નહિ કરે તે, સર્વ જણાએ મળી આને હરેએક પ્રયત્નથી મારી નાખવો. સર્વની સંમતીથી, સર્વ સ્ત્રીમાં મુખ્ય, મદનાતુર થએલી અને નામથી પણ મદનસેનાં એણે પ્રથમ આનો ઉપભોગ લેવો. - અણુ તરફ કુમાર (વીરસેન) પણ ભરનિદ્રામા હતો, તેણે થોડી રાત બાકી રહી ત્યારે (મળસકામાં) પિોતાની કુળદેવી ચક્રેશ્વરી, ગરૂડપર બેઠેલી, જેણે હાથમાં ધારણ કરેલા ચક્રમાંથી શંકડે જવાળાઓ નીકળે છે, એવી સ્વપ્નમાં આવેલી દીઠી. નમસ્કાર કર્યા પછી પ્રસન્ન થઈ તેણીએ આશીર્વાદ આપ્યો અને વીરસેનને પ્રત્યક્ષ જાગૃત કર્યા સરખું કરી તે બોલી “તારે શત્રુ પવન તેની આ આઠ સ્ત્રી છે.” વગેરે સર્વ હકિકત યથા ક્રમથી તેને કહી સંભળાવી “આવા પ્રકારના પ્રસંગોમાં જે તે કર.” એમ બોલી તે દેવી તત્કાળ અલોપ થઈ ગઈ. મદનસેનાએ કરેલી વિદ્યાનો પ્રયોગ ખેંચી લીધાથી રાજાની ઉંઘ ઉડી ગઈ અને જોયું તે વેશ્યાનું (જયપતાકાનું રૂપ ધારણ કરેલું છે, એવી મદનસેના તેની નજરે પડી. રાજ શય્યાને ત્યાગ કરી જમીન પર આવી બેઠે ત્યારે નગ્ન વાકયેથી મદનસેના નેહથી બેલી. મદનસેના–સ્વામિ, મનમાં કોઈપણ અઘટિત વિચાર આણ, ગભરાયા સરખા તમે શય્યા ઉપરથી નીચે કેમ ઉતર્યા તે કૃપા કરી કહે. “સ્વપ્નની વાત ખરી છે” એવો મનમાં વિચાર લાવી વોરસેન બેલ્યો. - વીરસેન–બેન સાંભળ, હું પરસ્ત્રીસંગ ભયથી ગભરાએલો છું. એન” એવા વીરસેનના કઠેર ભાષણ સાંભળી હદયની અંદર જાણે વજન ઘા પડયે હાય એ પ્રમાણેની સ્થીતિ સાથે મદનસેના બોલી. મદનસેના--હે નાથ, તમે નિદ્રાધીન થયા પ્રમાણે લવરી કેમ કરો છો? હું જયપતાકા તેજ તારી દાસી, બીજાની નહિ. વેશ્યાનું જોબન જે તેના નીયમથી દેશમાંના એક પુરૂષને માટે ઉપગ્ય હોય તે “તે પરનારી " કેમ કહેવાય? હે નરાંધીશ, આને વિચાર મને પ્રથમ કહો જોઉં - વીરસેન–હું ફેગટ બડબડતો નથી. તમે આઠ જણીઓ પવનકેતુનીજ સ્ત્રીઓ છે. તમે સર્વ નિર્મળ કુળમાં ઉત્પન્ન થએલી હેઇ, સુખ સારૂં બાપના અને સસરાના કુળને હમેશને માટે ડાઘ લગાડે છે શું? - વીરસેનનું કુર ભાષણ સાંભળી, આવેશથી આંખ ફેરવી બીજી વિદ્યાધર સ્ત્રીઓ ત્યાં આવી. મનની ઉમેદ ભાગી ગયેલી એવી તે સ્ત્રી કુમાર વિશે આસકત થઈ શરમ છેડી એકદમ નાના પ્રકારની પ્રાર્થનાઓ કરવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust