________________ જીવ, અજીવ, તેમજ પુણ્ય પાપ, જરા રહિતબંધન અને મેક્ષ એ સવ સમ્યજ્ઞાનથી માલમ પડે છે. જેના વડે રાગ દ્વેષ વગેરેનું પિષણ થાય છે, તે પણ જ્ઞાન નહિ, જે તિમિર સમુહને નાશ કરતું નથી તેને સૂર્ય કેમ કહેવાય? : એ સમ્યજ્ઞાન મનુષ્ય બીજાને પોતાની શકિત પ્રમાણે આપવું. જ્ઞાન આપવાથી પ્રાણી (જન્માંતરે) નિશ્ચયથી જ્ઞાન સંપન્ન થાય છે. . '. અજ્ઞાનિને જીવ કયા અને અજીવ કયા, એ બીલકુલ ખબર હોતી નથી. અને જેને તે બાબતની ખબર નથી તે જીવનું રક્ષણ શી રીતે કરી શકવાને જીવની ખબર ન હોવાને લીધે, પુણ્ય પાપ તેમજ તેમના સર્વ કારણો, અને મોક્ષને ઉપાય પણ તેમને ખબર હેતી નથી. એ તદન નિર્વિવાદ છે, અને સમ્યજ્ઞાની સવ જીવોને અભય આપે છે, તે જીવ ત્રસ, અને સ્થાવર એ ભેદે કરી બે પ્રકાર છે. જે કૃપાવંત થઈ સર્વ જીવોને . અભય આપે છે, તે સ્વર્ગ મેક્ષમાં આનંદ સુંદર થઈ સુખ ચેનમાં રહે છે. આર ગ્ય, ધન, સંપત્તિ, સેભાગ્ય, લાંબુ આયુષ્ય ઈત્યાદી ગુણે અભય દાનથી પ્રાપ્ત થાય છે. અભયદાન સારૂ જેની બુદ્ધિ ( તત્પર) છે, તેનું જ જ્ઞાન સફળ છે, તેની જ નીતિ સફળ અને તેનું જ માણસ પણું સફળ છે. જેને દયા છે તેનું તપ ખરું છે, તેનામાંજ સર્વ ગુણો છે દયાનિને શીલ નથી, તપ નથી અને ગુણ પણ નથી. એક જીવને વધ કરી; જે દ્રવ્ય દાનેથી સર્વ જગતને દારિદ્ર રહિત કરે છે, તેનું તે સર્વ કરવું નિરર્થક છે. સર્વ જીવપર દયા રાખવી, એજ સર્વ ધર્મનું મૂળ છે, સવ સુખનું મુખ્ય કારણ છે, અને સર્વ શાસ્ત્રોને માન્ય છે. ધર્મોપકારક દાન હવે હું ટુંકામાં કહું છું. જે સર્વ ગુણોથી સંપન્ન છે, એવા મુનીને જે આપવામાં આવે છે, તે ધર્મોપકારક દાન કહેવાય છે. તે દાન સાધુને શચ્યા, અન્ન, વસ્ત્ર, અને તેના વડે તેમના શરિરને પણ આધારભૂત થઈ, તેના વડે યોગે કરી તેઓ ધર્મનું આચરણ કરવાને સમર્થ થાય છે. નરેશ્વર ધર્મોપકારક દાન પણ ચાર પ્રકારનું છે. દાયકશુદ્ધ ( આપનાર શુદ્ધ ) ગ્રાહકશુદ્ધ, ( લેનાર શુદ્ધ) કાળશુદ્ધ, અને ભાવશુદ્ધ, દાયક શુદ્ધ દાન એજ કે, જેમાં દાન આપનાર વાંચ્છા રહિત, અદાંભિક, અને જ્ઞાન સંપન્ન હોય છે, અને જે આપ્યાથી તેને આનંદ થાય છે. * * * * ગ્રાહક શુદ્ધ દાન એજ કે, મહાવ્રતધારી, સર્વ જીવના રક્ષણ સારૂ તત્પર, શાંત, એ સાધુ જે દાન લે છે તેજ ગ્રાહક શુદ્ધ ગણાય છે. ! * પાત્ર શુદ્ધ વગર એટલે અયોગ્ય સ્થળે જે દાન આપવામાં આવે છે, તે ગમે એટલું આપ્યું હોય તે પણ તેનાથી પરલેકમાં વિશેષ લાભ મળતો નથી. - એગ્ય વખતે જે દાન આપવામાં આવે છે તે કાળશુદ્ધ દાન ગણાય છે, અને યોગ્ય વખત પણ એજ કહે છે કે, જે વખતે સાધુને મેળાપ. . . * * આઠ ગર્વ સ્થાનેથી રહિત, શુદ્ધ અંતઃકરણ, શુદ્ધ દાન ભાવના ધારણ કરી પિતાને કૃતાર્થ માનનાર એવો જે દાતાને તે સદ્દભાવ દાન આપતી વખતે અધિકાધિક વધતું જાય છે, તે જ દાન ભાવ શુદ્ધ છે, અને તેજ કર્મ શુદ્ધિને કારણભૂત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust