________________ 173 થાય છે. હે નરેશ્વર, શીલમય ધમ કહું છું તે એકચિત્તથી સાંભળ. ધર્યવાન પુરૂષે (સંયમી) ત્રિવિધ દાન આપી અને ભેદક શીલ ધારણ કરી જે સારૂ તપ કરે છે તેને ભેદભિન્ન તપ કહે છે. નરાધીશ, તે તપ બે પ્રકારનું છે. બાહ્ય, આવ્યંતર, ફરી તે પ્રત્યેકના છ છ પ્રકાર અને કહેલા છે. અનશન, અનિદર્ય, વૃતિ સંક્ષેપ, રસત્યાગ, તનુકલેશ, અને લીનતા, એ બાહ્ય, તેમના છ પ્રકાર છે. પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, લ્યુસર્ગ, અને શુભઘાન એ આત્યંતર તપના છ પ્રકાર છે. બાહ્ય અગર આત્યંતર તપગ્નિ પ્રદીપ્ત થતાં, યમી પુરૂષ દુર્જન એવા કર્મો પણ તત્કાળ પચાવી નાખે છે. જે પ્રમાણે અગ્નિ ઘણું દિવસના ભેગા થએલા તૃણના ઢગલાને બાળી નાખે છે, તે પ્રમાણે તપ અનેક જન્મ બદ્ધકર્મોને બાળી નાખે છે. જે પ્રમાણે કિલા ઉપર યોધ્ધો, કવચ વગેરે આયુધોથી તૈયાર થઈ રિપુ સમુહને નાશ કરે છે, તે પ્રમાણે સારું તપ દુષ્કર્મને નાશ કરે છે. પ્રદિપ્ત એવા જ્ઞાનાગ્નિથી, ગમે એટલે કુર મદન પણ બળી જાય છે, તેવો તિવ્ર તપથી કમ સંચય બળી જાય છે. જેમ પ્રજવલિત અગ્નિથી સદેષ સોનું પણ શુદ્ધ થાય છે, તે પ્રમાણે જીવ પણ તપાગ્નિથી પ્રજવલિત થઈ શુદ્ધ થાય છે. જે તપ વડે સિદ્ધ થતું નથી, એવું ત્રિભુવનમાં કાંઈજ નથી, આના જ યોગથી ઘણું શુભ સુખી થયા. આજ તપ ધર્મના યોગથી માહાત્મા પુરૂષોને, પણ ઇતર ગમે તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાપતિ, ભાવ ધર્મની અંદર બાર ભાવના છે, તે તું સાંભળ.૧ અનિત્યતા, 2 અશરણ, 3 ભવ, જ એકત્વ, 5 અન્યત્વ, 6 અશુક, 7 આશ્રવવિધિ, 8 સંવરકમી, 9 નિજેરા, 10 ધર્મ, 11 લોક, 12 બધિ. - જે કઈ આ બારે ભાવનાનું હમેશ ચિંતન કરે છે, તેને પિતાને જ પિતાના અંતઃકરણમાં શુભાશુભ વસ્તુસ્વરૂપ તત્કાળ સમજાય છે. સંયમી પુરૂષને પરિણામ અત્યન્ત શુદ્ધ થઈ તેના સવ કર્મોનો નાશ થાય છે, અને આ ચતુર્વિધ ધર્મ કર્મ લયાથજ કહે છે. આ જીનકત ધર્મનું ભકિતથી આચરણ કરનાર, અનંત જીવ અખંડ સુખદાયક મોક્ષને પામ્યા. ભવસાગર તરી જવાને વહાણ પ્રમાણે આ ધર્મને લાભ તમોને થયે, માટે તેને સ્વિકાર કરી તમારૂં મનુષ્યત્વ સફળ કરો. આ પ્રમાણે સાંભળી રાજા અને ગદ્ર તરત મનમાંની સર્વ ખરાબ ભાવના એને ત્યાગ કરી ગુરૂને વિનંતિ કરી ભગવાન અમારી બન્નેની વર્તણુકમાં જે કાંઈ યોગ્યતા હોય તો કૃપા કરીને જલદી પ્રત્રજ્યા (સન્યાસ) આપ. . . - બ્રહ્મગુપ્ત--આ ધર્મને જુવાન માણસ કામ નથી, જેના અંતઃકરણમાં આવા વિવેકે પ્રસાર–કર્યો છે એવા તમે યોગ્ય જ છે. તે હવે વિવેકીયો, આ કામમાં તમે પ્રતિબંધ કરશો નહિ, જલદી ઉદ્યાગ કરો કારણ, વ્રતને ઘણા વિદનો આવી નડે છે. પછી વીરરાજ નૃપતિએ નરસિંહને કહ્યું “રાજા, તે આ મહા કીર્તિ કર ઉત્તમ કાર્ય આરંભ કર્યો, પરંતુ રાજા મારા મનમાં થએલે ખેદ જતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust