________________ 171 જે કહ્યું તે સર્વ સત્ય છે. ગુરજી સત્ય ભાષણ જ્યાં સુધી સાંભળ્યું નથી, ત્યાં સુધી મનુષ્યમાં અવિવેકથી કુબુદ્ધિ ઉત્પન્ન થાય છે.. ગુરૂજી લક્ષ્મીનું ચપલ જે પ્રમાણે તે કહ્યું, તે સર્વ મારા હૃદયની અંદર રમી રહ્યું છે. પરંતુ " સાર ફકત જીન ધર્મમાંજ છે " એમતે કહ્યું, તે તે ધર્મનું મને અને આ ગીને વિસ્તારથી કથન કર.” પછી ગુરૂએ કર્મને ક્ષય કરવામાં સમર્થ એ ઉપદિષ્ટ ધર્મ તેમને ગંભિર અને મધુર સ્વરથી કહી સંભળાઍ. સર્વ શાસ્ત્રમાર્ગોમાં આ ધર્મ આજ નામથી સંભળાય છે, તેનીજ વિકશીલ પુરૂષપરિક્ષા કરે છે. આ જગતમાં જે ચાર પ્રકારની પરિક્ષા કરી સોનું ખરીદ કરે છે, તેમનું તે સેનું ઘણા લાંબા વખત સુધી અને કોઈપણ દેશમાં બગડતું નથી. તેમજ જે ધામિક, ધમની એગ્ય પરિક્ષા કરી તેને અંગિકાર કરે છે, તેમને તે ધર્મ કોઈપણ દિવસ સારૂં ફળ આપ્યાવગર રહેતું નથી. જે કેવળ પાછળથી ચાલતા આવતા માર્ગમાંજ રહી પરિક્ષા ન કરતાં ધર્મનું આચરણ કરે છે, તે ધમ વાસનાથી અત્યંત પાપો કરે છે. હે રાજા ધમ ઈચ્છનારાએ ધમની પરિક્ષા કેવીરીતે કરવિી તે તમે એકાગ્રચિત્તથી સાંભળે. આપણા મનમાં એ વિચાર કરો કે, સર્વ શાસ્ત્રના નિયમોમાં અધિકારી ઓએ વરધર્મ શાને કહે છે? ધર્મનું આચરણ કરનાર સર્વને આ પાંચ વાતે પવિત્ર છે. (1) અહિંસા, (2) સત્ય, (3) અસ્તેય (એરી ન કરવી) (4) ત્યાગદાન (5) મિથુનવર્જન (બહ્મચર્ય). આ પાંચવા આદિ મધ્ય અવસ્થાએ જે ધર્મમાં નિર્વિઘ વડે પારપડે છે તે ધર્મ તરીકે ફળ આપનાર થશે. આ ધર્મની મુખ્ય પાંચવા આદિ મધ્ય અવસ્થામાં જયાં પાર પાડતી નથી તે ધમને અંતઃકરણથી ત્યાગ કરે. પ્રથમ પાખંડીધર્મમાં આજ વાતે દેખાડી, પછી જીવ વધ કરવાની વગેરે, પાછલથી બધાએ સંમતી આપી પરંતુ જનધર્મમાં ના મુખ્ય આ પાંચતત્વનું, ધાર્મિક આચરણ કરે છે? તમેજ સુમબુદ્ધિથી વિચાર કરો. પછી યોગી અને રાજા એ બંનેએ ગુરૂને કહ્યું “આમા શો સંશય છે. જે પ્રમાણે આપે કહ્યું તેજ પ્રમાણે તે છે. ગુરૂ–તે ધમ જીન શાસ્ત્રમાં યથાકમ, દાન, શીલ, તપ અને ભાવ એ ભેદે કરી જુદે, એવા ચાર પ્રકાર છે. પ્રથમ હું દાનમય ધમ ટુંકામાં કહું છું તેમાં દાન, “જ્ઞાન, અભય અને ધર્મોપકાર” એનાવડે કરી ત્રણ પ્રકારનું છે, તે જ્ઞાન બે પ્રકારનું, એક મિથ્યા જ્ઞાન, અને બીજુ સમ્યજ્ઞાન; જેનાવડે રાગ, દ્વેષ ઉત્પન્ન થાય છે તે મિથ્યા જ્ઞાન કહેવાય છે. આયુર્વેદ, ધનુર્વેદ, નીતિશાસ્ત્ર, ગણીત, - તિશાસ્ત્ર, ગજલક્ષણ, અશ્વલક્ષણ, નરલક્ષણ. ઈત્યાદિ વિવિધ પ્રકારના જ્ઞાનવાળા મેટા રૂષિ જગતમાં થઈ ગયા, અને તેમણે એવા શાસ્ત્રો લખી મૂક્યા જે ફકત આલોકમાં ઉપયોગી, અને જેના વડે પ્રાણિયાને રાગ, દ્વેષ વધે છે તે મિથ્યાજ્ઞાન, સર્વજ્ઞ અને યથાર્થ વક્તા એવા જીનેશ્વરે જે શાસ્ત્ર કહેલું છે, તે જ માત્ર સમ્યજ્ઞાન છે, અને તેજ પરલકનું મુખ્ય સાધન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust