________________ 178 નગરી પ્રમાણે ભરતખંડનું અવિચ્છિન્ન અડધા રાજયનું, આનંદથી પાલન કરતો હતો તે પ્રમાણે કરતાં સેંકડે વરસ નિકળી ગયાં. Laskast. - સગ અગિયારમે. પછી કોઈ એક વખતે, નિર્મળ અને કૈવલ્ય રૂપે તેજ અકલંક અને અમલ સાધુ ચંપા નગરીના મોટા બાગમાં આવ્યા. રાજાએ તે બંને ધર્મ ગુરૂને આવેલા સાંભળી આનંદિત થઈ ચંદ્રશ્રી અને બંધુદત્તને કહ્યું કે, “મને ધર્મોપદેશ આ પનાર અકલંક અને અમલ નામના બે ગુરૂઓ જે પૂર્વે મેં તમને કહ્યા હતા તેઓ મારા પુણ્યથી અંહિ આવેલા છે. પછી રાજા સ્વચ્છ થઈ, ઉજળા વસ્ત્રો ધારણ કરેલા એવા જયસંજ્ઞક હાથી પર બેઠે. આજુબાજુ અસંખ્ય ભૂપતિની સેના હેવાને લીધે, રાજયને દમામ વચ્ચે હતે. વીરસેને ચંદ્રશ્રી અને સર્વ નગર જનેને સાથે લીધા હતા. એવી સ્થિતીમાં તે વિચિત્ર યશ રાજા અને બંધુદત્ત સહ મેટા આનંદ થી ચંપાનગરીની બહાર નીકળ્યો. રાજાએ બાગની પાસે આવતાં જ હાથી પરથી ઉતરી પરિવાર સહ પદ્માસન ઘાલીને બેઠેલા તેબને ગુરૂને નમસ્કાર કર્યો, “રાજા પરિવાર સહ આગળ બેઠે પછી અકલંક મુનીંદ્ર બોલ્યા.' અકલંક–હે રાજા, તમારા જેવા વિવેકી પુરૂ જે દુવાશાથી સંસારમાં ખેંચાઈ જાય છે, તે પછી બાકીના મંદ બુદ્ધિવાળા પુરૂષને દોષ છે? આ સંસારમાં ભીખારીને ગેળ ઘી, અને રોટલી મળવી, એ પ્રમાણે પુણ્યના ભેગથી જે રાજ લક્ષમી મળી તે પર દઢ આશાથી લંપટ થવામાં શો અર્થ છે? કહે ઈએ? હજુ કેટલી વાર તું તારા આત્માની ઉપેક્ષા કરે છે? હું રાજા, દેવલોકના સમુદ્ર સરખા સુખથી જો તારે સંતેષ થયે નથી, તે હવે તારો સંતેષ શી રીતે થવાને? હે રાજા, તે પુર્વ જન્મમાં દારિક દુઃખ ભોગવ્યું છે પરંતુ જીનધર્મના પ્રભાવથી તને મનુષ્યની અને દેવોની સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેજ પ્રત્યક્ષ ફળ, ધર્મનું જે તું પૂર્ણ પણે આચારણ કરીશ, તે અનંત સુખદાયક નિશ્રેયસ (કેવલ્ય) પણ તને પ્રાપ્ત થશે. વીરસેન–ભગવાન મને દારિદ્રજન્ય દુઃખ કેવી રીતે થયું ? અને ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થઈ? હે મુનિશ્વર કૃપા કરી એ સર્વ મને કહે, કે જેથી કરી મને તથા મારી આ સર્વ મંડળીને વરાગ્ય ઉત્પન્ન થાય. પછી ગુરૂએ, હલકી અને ગંભીર વાણીથી વીરસેનના પૂર્વ જન્મનું ચરિત્ર નીચે લખ્યા પ્રમાણે કહ્યું.. ભરતક્ષેત્રમાં મગધ સંજ્ઞક દેશમાં ધન ધાન્ય સંપ્રન્ન મલિગ્રામ નામનું ગામ છે, ત્યાં નાગદત્ત નામને એક શ્રીમંત (પૈસાદાર) ગૃહસ્થ રહેતો હતો તેને અને તિશય વહાલી એવી નાગસેના નામની સ્ત્રી હતી તેને મુળથી જ રૂપેહીન, કુરૂપનો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust