________________ 181. બંનેની દ્રઢ પ્રીતિ બંધાઈ ગઈ, અને લોકોમાં નિંઘ એવા સર્વ કૃત્યે ત્યાં થયા. તે ચતુર પુરૂષે પણ તે મૈથુનપ્રિય વનિતાનું મન એવું રંજન કર્યું કે, તે વડે ઇતર મૂર્ણ પુરૂષનું પણ તેને ભાન રહ્યું નહિ. પછી એ પિતાના બાપના ઘેરથી આવેલ છે, એ પ્રમાણે ખોટું બોલી તેને ઘેર લાવી સ્નાન અને ભોજન કરાવ્યું. પછી સંધ્યાકાળે ગુણરાજ પણ ઘેર આવ્યું, તે ઘરમાનાં, સર્વ કૃત્યે આટોપી જમી કરીને ભર નિદ્રામાં પડયો. રાતના છેલા પહોરમાં બળદ હળ વગેરે લઈ ગુણરાજ ખેતરમાં ગયો એટલે તેની સ્ત્રીએ બારણું વાશી દીધા. પછી ઘરમા એકાંતજ હતું, એટલે સહેજ રીતે તે મુસાફર સાથે મન ગમતા ભોગો ભોગવી તે નિદ્રાવસ થઈ, પરસ્પરના ગળામાં હાથ નાખી તે બંને એકશય્યા પર સુતા હતા. પછી સવાર થઈ સુર્ય ઘણે ઉંચે ચઢયે તે પણ તેઓ જાગૃત થયા નહિ. તે ઘરની પાડોશમાં રહે. નાર એક રક્ષકે, તે અવ્યવસ્થિતમાં પડેલું દરવાજાના બારણામાં પડેલા ચીરામાંથી જોયું. ત્યારે તેણે પિતાના ઉપરી અમલદારને જણાવી તે બંનેના હાથ બાંધ્યા, અને જે ચીજો ઘરમાંથી મળી આવી તે સર્વ સરકારમાં સેંપી દીધી. ગુણરાજ, ગાય ભેંશ ઈત્યાદી સહખેતરમાં હતા તેને પણ સ્ત્રીને કરેલા અપરાધ માટે બાંધી રાજા પાસે હાજર કર્યો. રાજાએ ગુણરાજાનું ધન ધાન્ય વગેરે લેઈ. તેને ફકત એકલ ગેટ આપી મહા મહેનતે જીવતે છોડયો. પછી તે વંજુલાને પણ ઘણું દુઃખ આપી વિરૂપ કરી તેને અને તે મુસાફરને કાઢી મૂકયા. પછી ગુણરાજ સ્ત્રીને વિરૂપ કર્યાથી અને ઘરને નાશ થવાથી દુઃખીત થતે શરમથી પિતાના માણસોને કાંઈ પણ હકિકત ન જણાવતાં ચાલ્યો ગયો. રસ્તામાં જતા તેણે સંસારથી વિરકત અને મુક્તિરૂપ સ્ત્રીને વીષે અનુરક્ત એવા બે સાધુને જોયા તપથી સર્વાગ સુકાઈ ગયેલું છે, એવા તે બે સાધુઓને જોઈ દુઃખથી સંતાપી થએલે એવો તે ધર્મ બુદ્ધિ ગુણરાજે માટી ભક્તિથી તેમને વંદન કર્યું. ત્યારે તે બંને મુનીએ નમસ્કાર કરનાર ગુણરાજને દુઃખ વૃક્ષને નાશ કરનાર અને સંસાર સાગરમાં હોડીરૂપ એવા ધર્મને લાભ આપ્યું. પછી તેને તે મુનીએ પૂછયું, “આપ કયાં જાવ છે? હું તે આપની આજ્ઞાથી આપની પાસે જ રહીશ. ઘણા દુઃખોથી ત્રાસ પામ્યો છું, માટે હવે દુઃખ નાશ સારૂ આપની પાસે પ્રવજ્યા (સન્યાસ) લેવાની ઈચ્છા રાખું છું,” મુનિ સાવધાન ( ધ્યાનમાં બેસી) થઈ જ્ઞાન દ્રષ્ટિથી જુએ છે તે, તેનું ગદાયક કર્મ ઉદયમાં આવેલું દેખાયું. ત્યારે બંને મુનીએ કહ્યું, “અરે ગુણરાજ તારૂં કમ ભગફલે—ખ થયું છે, માટે હમણું તું શ્રદ્ધા રાખી ગૃહસ્થ ધર્મને જ સ્વિકાર કર.” પછી તેણે મુનીને જવાબ આપે છે મને હવે ભેગ પ્રાપ્તિ શાની ? કારણ તમારા જેવા સાધુને મેળાપ થયા પછી, સર્વ પાપ દુર નાશી જાય છે.” મુનીએ ફરીથી કહ્યું, “હે ગુણરાજ તું આ વિચિત્ર વિચાર કરીશ નહિ. શ્રદ્ધા યુક્ત ધર્મનું ફળ તને આજ જન્મમાં પ્રગટ થશે.” ઠીક છે.” એ પ્રમાણે તે બોલ્યા પછી મુનીએ તેને દ્વાદશત્રત એ ગૃહસ્થ ધર્મ સારી રીતે સમજાવીને કહ્યો. ગુણરાજે પણ તે ધર્મ સારી રીતે સાંભળો લીધો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust