________________ 182 અને સર્વ કર્મોનો ક્ષય થવાના હેતુથી તે ધર્મને સ્વિકાર કર્યો. પછી શ્રદ્ધાવાન ગુણરાજ, તે શ્રાદ્ધ ધર્મ સારી રીતે પાળી, અને સંસારથી રહેવા વાસ્તે વિરક્ત હમેશા મુની પાસે રહેવા લાગ્યા. પછી કોઈએક દિવસે તે બંને મુનીશ્વર જીનનું વંદન કરવાના હેતુથી ગુણરાજને સાથે લઈ મથુરા નગરીમાં ગયા તે મુમુક્ષુ સાધુઓએ જીનને વંદન કરી ગુણરાજસહ નિર્દોષ એવા વન પ્રદેશમાં રહેવા લાગ્યા. ત્યાંના રાજા યશવર્ધન નામને, સર્વ ગુણોનું ધામ, અને પૃથ્વિ પર વિખ્યાત એ હતે. તે ગુણવાન છતાં પણ તેનામાં એક દેષ હતું, તે એ કે, પોતાની સ્ત્રી શેકની સાથે દેશથી વર્તે છે એમ તેના મનની અંદર લાગતું હતું, દિવસે જુદા જુદા મહેલમાં રહેનાર સ્ત્રીયો રાત્રે તેના હુકમથી મંગલ નામના એક મહેલમાં એકત્ર થતી હતી. ગુણશ્રી કરીને એક તેની ગુણવાન માનીતિ સ્ત્રી હતી, તેના પેટે રાજાને એક જયસુંદરી નામની કન્યા થઈ. બીજે દિવસે રાજાની સ્વારી ઘોડા પર બેસી ફરવા વાસ્તે નીકળી, ત્યારે બાહીક (બલ્હીક દેશમાં ઉત્પન્ન થએલા) અને સૈધવ (સિંધુ દેશમાં ઉત્પન્ન થએલા) ઘોડાને પણ તે ફેરવવા લાગ્યા. ઘેડ ફેરવવાની મહેનતથી શરીરમાં ઉષ્ણતા ઉત્પન્ન થઈ, માટે વિશ્રાંતિ લેવા સારૂ રાજા શીતળ એવા ઉપવનની અંદર ગયો. ત્યાં તે કમલનેત્ર રાજા આગળ ચાલતો હતો, તેવામાં બે મુનિ તેની નજરે પડયા. તેમને તેણે પરમભક્તિથી વંદન કર્યું. ધર્મોપદેશ સાંભળી મુનિ શ્રેષ્ટને તેણે પુછ્યું “ભગવાન્ આ કદરૂપો પુરૂષ આપની પાસે કોણ છે? " મુની–રાજા આ પુરૂષ હમેશા દુઃખથી પીડીત થવાને લીધે સંસારમાં વિરક્ત થઈ, હાલમાં ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરી અમારી પાસે રહેલો છે. ત્યારે રાજાએ વિચાર કર્યો કે, આ કદરૂપ પુરૂષ આપણા જનાનખાનાના રક્ષણ વાતે ઠીક પડશે. કારણ કે એ કુરૂપ, શ્રાવક, ધર્મપર શ્રદ્ધા રાખનાર, નિવૃત્ત, પાપથી ડરનાર, હોવાને લીધે કઈ પણ કાયર વિચાર કરીને જ કરશે. એવો મનમાં વિચાર કરી અને મુનીને આદરથી વંદન કરી રાજાએ ગુણરાજને મોટા માથી કહ્યું. રાજા–હે ગુણરાજ, તારે મારે ધર્મ હાલમાં સરખોજ છે, જ્યાં સુધી સર્વ વાતોથી વિરકત થવાની તારી ઈચ્છા ન હોય, ત્યાં સુધી ગૃહસ્થ ધર્મમાં, છોકરા પ્રમાણે જનાનખાનાની અંદર રહે. - મોટા આગ્રહથી રાજાનું બોલવું કબુલ કરી તેના અંતઃપુરમાં કુલ સ્ત્રિયોના રક્ષણ સારૂ તે રહ્યો. રાજાની સ્ત્રિ ગુણરાજના પરમ શ્રાવકત્વાદિ ગુણોથી મનમાં સંતુષ્ટ થઈ તેના પર પ્રીતી કરવા લાગી. પુરૂષ મંડળી, અજાણું તરૂણ સ્ત્રિય, અગર કઈ પાખંડી સ્ત્રીને અંતઃપુરમાં પેસતા હંમેશાં અટકાવ કરતું હતું, રાજ સ્ત્રિ ના રહસ્યનું, અને પરસ્પર સ્નેહનું તેણે રક્ષણ કર્યું હતું, તેમના વાસગૃહનાં બારણું તે વારંવાર વાશી લેતા હતા. નકામી વાતે તેમને બેસવા દેતો નહિ, અને સારા ચરિત્ર પિતે કહેતે, અને તે રાજ સ્ત્રીયોને બારણામાં પણ ઉભી રહેવા દેતો નહોતે. વગેરે કામો તે મોટા પ્રયત્નોથી કરતા હોવાને લીધે, રાજ સ્ત્રિયોને તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust