________________ 155 મારવા વાતે મોટા આવેશથી તરવાર ખેંચી તેઓ ગભરાઈ પાછી ઠી, અને પછવાડેના બારણેથી અંદર પ્રવેશ કર્યો. વીરસેનને જોઈ, ત્રિલોયમાં અદ્દભુત એવા તેનું સૌદર્યરૂપી જલથી તે રાક્ષસીઓને ક્રોધાગ્નિ તરત ઓલવાઈ ગયો. અને રાક્ષસનું રૂપ છોડી પ્રથમનું તેમનું મનહર રૂપ ધારણ કર્યુંભરનિદ્રામાં પડેલ તે વીરસેનનું રૂપ જેમ જેમ તેઓ જોવા લાગી, તેમ તેમ તેમનો કામાગ્નિ વધતો ગયો. પછી મદનસેના બોલી. ' , મદનસેના–આ રૂપ કાંઈ સામાન્ય નથી. પરાક્રમ પણ આ રૂપ પ્રમાણેજ હશે. જેને પરાક્રમ જગમાં પ્રસિદ્ધ છે, જેણે પવન કેતુને મારીને અમને વિધવા પદ આપ્યું, તેજ આ વીરસેન કે શું? એ સંશય શા વાસ્તે જોઈએ? શુગારવતી–સખિ, નહિ, નહિ, આ અખૂટ આ પુષ્પને પુરૂષ જીવતે છતાં અમને વિધવા પદ ક્યાંથી હોય? ચદ્રલેખા–સખિક રૂપથી મદનને જીતનાર એવા આ પુરૂષને તમે પતિ, કરે નહિ તે તમારું જીવતર નકામું છે. કામછી-સખિ, અમસ્તી કહેવત નથી પડી કે-“દુ રત્નાનિ વસુંધરા” એટલે આ૫ જ્ય પૃથ્વી પુષ્કળ રત્નોથી ભરેલી છે. પુષ્પદંતી–જ્યાં સુધી મારા પુષ્ટ સ્તન ઉપર લહિ આને અલિંગન આપ્યું નથી, ત્યાં સુધી મારૂ (સંતપ્ત) શરીર શી રીતે શીતળ થાય? વસંતશ્રી-સખિયે હવે દૂર રહે, આની નજર ન લાગે એટલા વાસ્તે હું આની નજર ઉતારું છું. ભાનુમતી–સખિ, તે કહ્યું તે ખરું છે, આના જેવા નર શ્રેષ્ટને નજર લાગવાની જ. પ્રભાવતી–બોલે છે શું? જે કરવું હોય તે કરે. “નિશ્ચિત બુદ્ધિના માણસો કામ કરીનેજ દેખાડે છે. મદનસેના–હું બાળપણથી ઘણી પ્રીતિ કરતી આવી છું, પરંતુ સુખ દુઃખ સરખાંજ તેટલા માટે હવે તમને કહું છું કે, તમે એક તરફ નજર રાખી જરા જરા ધીરેથી બોલે, આ જાગૃત થયા નથી એટલામાં એને અહિથી ઉચકી લઈ જઈશ. ત્યારે તે સર્વ જણીઓ બોલી, “એમાં તને અકળાવાને શું થયું ? હું સુંદરિ તેજ તું અને તેજ તારી પ્રિય સખિયો અમે, ઠીક છે ચાલો” એમ બેલી સર્વેએ તેના પર નિદ્રાવિદ્યાને (ઊંઘ લાવનાર વિદ્યાને) પ્રયોગ કરી મોટા પ્રયત્નથી તેને ત્યાંથી ઉચક્યો. પછી તેઓ વીરસેનને ચંપાનગરીનું સો મૈલ લાંબુ, અને વિસ્તિ, નિર્જન એવા જંગલની અંદર આપ્યો. ત્યાં તેમણે જયપતાકાને જે હતો તે જ સુંદર મહેલ વિવાશક્તિથી નીર્માણ કર્યો. પછી એમાં સુંદર દિવાનખાનામાં, સુંવાળી ગાદીના બિછાનાપર વીરસેનને બીલકુલ ન હલાવતા જે હતું તે મૂક્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust