________________ 157 હે નાથ, હે સિભાગ્ય નિધી, હે કરૂણારસ સાગર તને અનુકૂળ અને તારાપર પ્રીતિ કરનારને તું ફીટકાર આપીશ નહિ. ખરેખર તારા જેવા પુરૂષે ઈદ્ર ધનુષ્યના પ્રમાણે અતિ વક, ગુણહિન, અને ઘણીવાર અનુરકતતા બતાવી બદલાય છે. પછી મદનસેના બોલી. મદનસેના–ભૂચર, વધારે શું બોલે છે? અમારે સ્વિકાર કરીશ તો જીવીશ, નહિ તે મને આમંત્રણ આપ્યું એમજ સમજજે. હે દુબુદ્ધિ રાજા વીરસેન, આ અમે આઠ જણીઓ તારા હસ્તગત થયા પછી, આઠે દિશાઓ તારા હાથમાં આવી એમ સમજજે. અને અમારી કૃપાથી નિષ્કટક રાજ સુખ ભોગવીશ. - વીરસેન–પિતાને ધમ છેડનારનું જીવતર મરણ તુલ્ય જ છે, અરે પિતાને ધર્મ રાખનાર પુરૂષને મૃત્યુ પણ સ્તુત્ય છે. પરસ્ત્રી લંપટ થઈ, તેનું સેવન કરવાથી દુબુદ્ધિજ થશે, એમ છતાં તમે ફરી આ પ્રમાણે બોલે છે તે તમે આઠ જણાયે મને આપત્તિરૂપજ છો. એ ખરૂં અમે આઠ જણ તને આપત્તિરૂપજ છીયે” એમ બોલી તે સર્વ રાક્ષસીએ બની ગઈ. મા વીરસેન–આ છોકરાને બીવડાવવાથી શું થવાનું છે? હું કઠણ કાળજાને છું, પ્રસિદ્ધ છું, હું રાક્ષસોને ફરીથી ગભરાવી છોડીશ. માટે તમે જાવ, આવા નિંદ્ય રૂપ ધારણ કરશો નહિ. જેના પ્રયત્ન નિષ્ફળ, તે પરાભવ સ્થાન જ થાય છે. હાથમાં શસ્ત્રો ધારણ કરેલા છે, એવી તે રાક્ષસોએ વીરસેનને કહ્યું “હે પવનકેતુના શત્રુ, શકિત હોય તે તરવાર લે, હે પાપ કમિ, નિર્લજ, હવે તું જીવવાનું નથી, મનમાં ઈષ્ટ દેવતાનું સ્મરણ કર” એમ બોલી તેણી તેની પછવાડે ફરી વળી. વીરસેન—આવી રીતે તમે તમારા દેહને કેમ કષ્ટ આપે છે? હે સુંદરિ, સ્ત્રી વઘાર્થે હું કોઈપણ દિવસ હાથમાં શસ્ત્ર લેતે નથી. આ પ્રમાણે કુમારનું ભાષણ સાંભળી તે દુષ્ટ સ્વભાવની સર્વ સ્ત્રીઓ એકદમ તેમના કતિક નામના આયુઘથી તેને મારવાની શરૂવાત કરી. કુમારે પણ અપૂર્વ યુકતીથી તેમના કરપંજામાંથી તે કર્તિકાઓ એકદમ ખુંચાવી લેઈ શરીર સહ ઉચે ઉડ. પાછી ખટપટ કરી હાથમાં ખડગ અને શસ્ત્ર લેઈ તેમણે તે રાજાપર એકદમ મારે શરૂ કર્યો. પ્રથમ પ્રમાણે જ તેણે તેમના ખડગ અને શએ લઈ લીધા, ત્યારે તેમણે હાથમાં તીક્ષણ ફરશી લીધી; અતિ લઘુ શરિર ધારણ કરી વીરસેને તે ફરશી પણ ખેંચાવી લીધી, એવા અનેક પ્રકારેથી વીરસેને તેમને નીરાયુદ્ધ કર્યા. તે સર્વએ લક્ષ આપી તેમના શરીરે દૃઢ કર્યા, અને હાથની અંદર મોટા મેટા પથ્થરો લીધા, કુમાર વેગથી ઉંચે ઉડે અને તેની દૃઢ મુઠીથી તેણીઓને ધુળમાં મેળવી જમીન બરોબર કરી નાંખી. ત્યારે તે સર્વ વિદ્યાધર સ્ત્રીઓએ ક્રોધથી વિદ્યા શક્તિ વડે નિર્માણ કરેલા પર્વતે હાથમાં ઉંચકી લીધા. વીરસેન–પર્વતનું યુદ્ધ અમને ખબર છે, યુદ્ધની બીજી કોઈ નવીન યોજના કરી યુદ્ધ કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust