________________ 147 તેમના શેકથી નિર્દય મનુષ્યને પણ દયા આવે, એવી રીતે તે રડતી હતી. “હાય, હાય, હે નાથ, હે પ્રાણ પ્રિય પવન કેતુ કેટલો મોટે તારે પરાક્રમ તને વીરસેને કેવી રીતે માર્યો? હે નાથ, સમુદ્રમાં નાંખેલે છતાં જે મરી ન ગયે, તેટલાજ પરથી શત્રુને વિષમ સ્થિતિ જણાઈ ન આવી. રીસાએલો હોય તે વૈતાઢય દેશમાંના પક્ષીના રાજાઓ પણ થરથર ધ્રુજે, તેવા અશોકને પણ જીતીને જેણે ચંદ્રશ્રી પિતાની કરી. એકલે છતાં પણ યુદ્ધમાં તેણે મોટું પરાક્રમ કરી, મોટા મોટા યોદ્ધાઓ અને શેખર એમને મછર પ્રમાણે પીલી નાખ્યા. આવા અદભુત કૃત્યથી જે અજાણ્યા મનુષ્યને પણ જાણિત થયા છે, તેને તું જાણીતું હોઈ કેમ ઓળખે નહિ? અથવા તે તારે શ દોષ ? આ અમારોજ દોષ, કારણ પુરૂષોને જે શુભા શુભ ફળ પ્રાપ્ત થાય છે, તે સર્વ સ્ત્રિયની વર્તણુક પ્રમાણે જ થાય છે.”, આવા અનેક વિલાપથી તેમને કંઠ સુકાઈ જવાથી મેં અને સેવકેએ મળી તેમને સમજણ આપી. ત્યારે તત્કાળ તે સેવકજને સહ આકાશ માગે રડતી રડતી રણભૂમી તરફ ગઈ, જતાં જતાં આ કોણ? કયાંના? અહિં કેવી રીતે પડયા વગેરેની માહિતી તેમાંના એક સેવકને મેં પૂછી ત્યારે તે બોલ્યો; “વિદ્યાધર શ્રેષ્ટ પવન નકેતુની આમાનીતી રાણીઓ છે. આમને વૈતાઢય પર્વત પર મૂકી, તે વીરસેનની પછવાડે સમુદ્ર કાંઠે ગયો. અને ત્યાં વીરસેનને એકલો પકડી બ્રાતૃ વેરને લીધે સમુદ્રમાં ફેંકી દીધો. પરંતુ વીરસેન ન મરતાં, સમુદ્રમાં તેણે તેની વિદ્યા બળથી, ચંદ્રશ્રીની પ્રાપ્તિ કરી લીધી. તે હકીક્ત પવન કેતુના જાણ્યામાં આવી. ત્યારે ફરી ભ્રાતૃ વેર મનમાં લાવી પવનકેતુ તેની પાછળ લાગ્યો. અને ચંદ્રશ્રીની લાલચમાં પડી શેખર પણ તેની પાછળ દે. આ પ્રમાણે તે બંને દૂર નીકળી ગયા. તેમને પત્તો કઈને લાગ્યો નહિ, તે પાછા પણ આવતા નથી. એટલે આ ત્યાંથી પાછી ફરી. અહિં સુધી આવ્યા એટલામાં તે આવી વીરસેને પવનકેતુને માર્યાની બાતમી કહી. આ બાતમી સાંભળતાંજ, આ એકદમ મૂર્ષિત થઈ ત્યાંજ પડી, આ પ્રમાણે તેમની હકીકત છે તે સર્વ આપને નિવેદન કરી.” આટલું બોલી તે સેવક તરતજ, આ આકાશ માર્ગે ચાલતે થે, અને અમે બંને ઘરમાં આવી બીછાનો પર સુતા. સવાર થયે પ્રાતઃકાળના સર્વ કૃત્યોમાંથી પર વારી, કચેરીમાં જઈને બેઠે, રાતની વાત મનમાં ફેરા ખાતી જ હતી. કચેરીમાં ઘડીવાર બેશી અનેક રાજીના મજરા લેઈ, આ તારે હાથ ઝાલી મહેલમાં આવ્યો. હે અમાત્ય, આ રાણું અહિં બેઠેલી છે, અને મંત્રિ શ્રેષ્ટ એ તું અહિં છે, તે હવે હાલના પ્રસંગોને અનુસરીને મારે શું કરવું જોઈએ તે તમે બંને વિચાર કરી મને કહો. તે મદોન્મત વીરસેન જયાં સુધી મારા પર આવી પડે નથી, ત્યાં સૂધી માં તેના મસ્તક પર જઈ તરવાર ઘા કરીશ. આ વિચિત્ર નૃપતી સરખો શત્રુ નથી, એ મારે ધિકાર કરી અન્યાયથી વર્તે છે. આ મારા શત્રુ સાથે મિત્રત્વ, અને મિત્રો સાથે શત્રુત્વ કરી રહે છે, આ ગુપ્ત શત્રુ, ને એમને એમ છોડે કામને નહિ, તેને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust