________________ 146 કે માન આપે નહિ એવી કોઈપણ સ્ત્રી હોય એમ મને લાગતું નથી.” એવા તેણીના ભાષણ સાંભળી, મનને ઘણો આનંદ થયે, અને તેના વિષે લલચાઈ તેણે તેને મહેલમાં લાવી મુકી છે, પરંતુ આજેજ સાંજરે તેણીને ત્યાંથી છુટકો થશે. * મેં કહ્યું, “હે સાધુ જે તે પાછો ત્યાં આવશે તે પછી મારી સ્ત્રીની દશા કેઈપણ પ્રકારે સારી દેખાતી નથી.” * મુનિ–રાજેદ્ર, ગભરાઈશ નહિ. કામરૂપ દેશમાંની અર્થપતિની સ્ત્રી ઉપર તેની આંખ છે તેણીને તે હરણ કરી લઈ ગયા પછી, જગ વિખ્યાત અને સર્વ યોદ્ધાઓને મુગુટમણિ, જે નાશિક્ય નગરમાંને વીરસેન રાજા તે તેને આકાશમાં ઉડાડી તેનો વધ કરશે. | વીરસેનની પ્રસંશા સાંભળી મારા શરીરની લાહા થઈ. અને મેં મુનિને કહ્યું : મુનિ શ્રેષ્ટ, મારા કર્ણ આ સાંભળી શકતા નથી. આ પૃથ્વી પર સર્વ દ્ધાઓને મુગુટમણિ માત્ર હું જ છું. યુદ્ધમાં મારી સામને કરે, એવો એકપણ વીર મેં જે તેમ સાંભળ્યો પણ નથી. જે તે પિતાના વિશેષ પરાક્રમને, અને કિતિનો ખાલી અભિમાન રાખે છે તે હું તેને મુખ્ય શત્રુ મને કેમ તેણે મારી ન નાખ્યો? *. મુનિ–અરે ઉતાવળ થઈશ નહીં. કેટલાક દિવસ પછી તને જીતીને તેજ રાજા થવાને છે.? : ' એમ મુનિના ભાષણો ઉપરથી, તેના પરાક્રમ વિશે મારી ખાત્રી ન થતાં, તેજ હું મુનીને વંદન કરીને ત્યાંથી નીકળી મારે ઘેર ગયે. ઘેરે આવી જોઉં છું તે સંધ્યાકાળે તને બંગલા પર જોઈ. એ ઉપરથી મુનીના વચન સત્ય માની મનમાં વિચાર કર્યો કે, “સ્ત્રી અહિં નજરે પડી તે ઉપરથી મુનિનું વચન સત્ય છે, એમાં સંશય નથી તેવી જ રીતે જે વીરસેનની વાત ખરી પડી તો પછી હું મરી ગયેજ સમજવાને. અથવા જે થવાનું હશે, તે પ્રમાણે તે કરવાની મારી બુદ્ધિ થશે, અમસ્તી આગળ થનારી વાતની ફિકર અત્યારે શા વાસ્તે કરવી ? મુનિ વચનોથી તું નિષિ છે એમ માની અત્યંત પ્રીતિથી તારી સાથે અનેક પ્રકારનો ઉપભેગ લઉ છું. હે અમાત્ય, વિષય ભેગની અંદર નિમગ્ન થઈ, બાનતાન વગેરે મનરં જન વાતોથી, કાળ કેટલો નીકળી ગયે, તે પણ મને સમજાતું નથી. આવી રીતે આનંદમાં વખત ગાળતો હતો, તેવામાં બીજી એક રાતે હું અને રાણી બંને જણે વિષય ભેગથી થાકીને બંગલાની અગાશી પર જઈને બેઠા. ત્યાં મંદ પવન વાતે હિતો. મારા વસ્ત્ર વડે રાણના ગાલપરથી પરસેવાના બિંદુ લુછી નાખતો હતો. એટલામાં શેકથી વ્યાકુળ થયેલ ચાર વિદ્યાધરની સ્ત્રીઓ અકસ્માત આકાશમાંથી મારી આગળ આવીને પડી. તેમના શરીર પરને શણગાર શેકથી ચારે તરફ વીખરાઈ ગયે હતો. તેમના સેવક પણ દુઃખિત થઈ તેમની પછવાડે દોડતા આવ્યા, અને તેમણે પુષ્કળ શીતોપચાર કર્યા ત્યારે તેઓ જરા સાવધ થઈ હાથથી છાતી કુટવાથી હાર તુટી નીચે પડયા હતા, અને તેમના કાળા વાળ છિન્ન વિછિન્ન થયા છે હતા. આંખમાં મેશ આંજેલી હોવાથી કાળી અશ્ર ધારાઓ મુખ ઉપરથી વહેતી હતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust