________________ 144 રાજા-તને ખબર નથી એમ કેમ થાય વારૂ? ચંદ્રશ્રી–ખરેખર, એ બાબત વિષે મને કાંઈ પણ ખબર નથી. ' રાજા–તારા પર પ્રીતિ નથી માટે તારી પાસે તે કાંઈ પણ બોલ્યા નહિ. સ્ત્રી પર પ્રીતિ હોય એટલે પતિને જીવ પણ સ્ત્રીની મૂડીમાં હોય છે.. આ ભાષણ સાંભળી ચંદ્રશ્રી શરમાઈ ગઈ. તેણીએ નીચે ડોકું કરી જમીન પર (પગના અંગુઠાએ) લીટા કરતી એક ક્ષણવાર બોલ્યા ચાલ્યા વગર ઉભી રહી ત્યારે પ્રધાન, રાજા સાથે બોલ્ય. પ્રધાન–મહારાજ, એમ નહિ. તે કહે છે એ ખરૂં છે, સજજન પુરૂ વિશેષ કરીને સ્ત્રીના કહેવા પ્રમાણે વર્તતા નથી. એકાદ કામ એવું પણ હોય છે કે જે પિતાથી વડિલ હોય છે, તેમને કહેવાતું નથી, પછી આ તો બેલી ચાલીને જ સ્ત્રી જાત કેવળ ઉપગને પાત્ર; એમને કોણ દાદ આપે? | વિજયાદેવી–એટલા માટેજ, એટલે પતિની હકીકત જણાવવા સારૂં જ તે અહિં આવી છે. રાજાપુત્રિ, તે કઈ વખતે ગ? અને જતી વખતે તને શું કહી ગયો એ માની કાંઈ હકીકતની તને ખબર નથી શું ? .. ચંદ્રશ્રી-પિતાજી, હું સુતી હતી તેવામાં જ પ્રાણનાથ મને છોડીને જતા રહ્યા જાગીને જોઉ તે પ્રાણનાથને દીઠા નહી પછી રત્ન ખચિત દીવાને પ્રકાશ કરી ચારે તરફ જોયું, તો જેના પર કસ્તુરીના અક્ષરે લખેલા છે એવું એક કેતકી પત્ર ( કેવડાનું પાન) મારા જોવામાં આવ્યું તે આ. ' એમ બોલી નમ્રતાથી તે પત્ર રાજાના હાથમાં આપ્યો. રાજા પણ શંકાયુક્ત થઈ તે પત્ર વાંચી જુએ છે તે તેના પર આગળનો લેક નજરે પડયે (તેને અર્થ નીચે પ્રમાણે.) “રાજા વગેરે મંડળીએ મારા વિષે કાળજી કરવાનું કાંઈ કારણ નથી. હું કાંઈ કામ સારૂં એકદમ નીકળી ગયે છું. દસ દિવસમાં કામને નીકાલ કરી પાછો અહિં દાખલ થઈશ.” આ પ્રમાણે લેકમાંની હકીકત જોઈ, રાજાના અંતઃકરણમાં સ્વસ્થતા ઉત્પન્ન થઈ, અને પિતાની બૈર્ય યુક્તવાણીથી પુત્રિને પણ દીલાસે આપે. આ પ્રમાણે રાજા પુત્રને દીલાસો આપે છે, એટલામાં આકાશ માર્ગે એક જાસુસ ત્યાં આવ્યો. તે રાજાને અને પિતાની સ્વામીનીને નમસ્કાર કરી આસન પર બેઠે અને પ્રેમથી આગળના ભાષણે બેલવા લાગ્યો. . “આપના અંતઃકરણને અસ્વસ્થતા ન થવાના હેતુથી વીરસેન રાજાએ મને મુદામ ચંપાનગરીથી મોકલ્યો છે. તે રાજ શ્રેષ્ટને ચંપાનગરીમાં કેમ જવું પડયું તેની હકીકત ટુંકામાં કહું છું તે આપ સાંભળો. ' તે વીર શ્રેષ્ઠ સર્વ રાજાના કારસ્થાને જાણવા વાસ્તે પોતાના છુપા માણસને હમેશા ચારે તરફ મોકલે છે. તે જાસુસો દરેક દિવસે બીજા રાજ્યોની અંદર શી શી વાતે ચાલે છે તે સર્વ વીરસેનને નીવેદન કરે છે. આ પ્રમાણે તે રાજ શ્રેષ્ઠ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust