________________ 142 કે, “મહારાજ, ચંદ્રશ્રીન સગોભાઈ ચંદ્રયશ નામને રાજપુત્ર તમને બોલાવવા સારૂ બારણે આવ્યો છે. લગ્ન પાસે આવ્યું, હે વરરાજા ઉતાવળ કરે, બહાર સર્વ લેક તમારા દર્શન વાસ્તે આતુર થઈ ઉભા છે.” - પછી સુગંધી તેલ ખુશબેદાર અત્તર વિગેરે વાળને લગાડી મુખ્ય હાથીપર વરરાજાના પિશાકથી કુમાર બેઠે. કુમારના હાથીની બંને બાજુએ અશોક અને શેખર ચમરીઓ ઉડાવતા ઉભા રહ્યા. એવા ભપકાથી વરરાજા સત્વર નીકળ્યો હાથી, ઘોડા, રથ વગેરે વાહનોપર આરૂઢ થઈ સર્વ રાજ મંડળ કુમારની પાછળ ચાલવા લાગ્યું. હળવે હળવે ચાલનારા વિમાનમાં બેશી આનંદથી વરનું મુખકમળ જોતા જોતા વિદ્યાધરો ચાલતા હતા. આ જબરી સ્વારિના ચગે કરી લેકને આનંદ આપતે કુમાર રાજાના માંડવાના બારણે જઈ પહોંચ્યું. પછી ઘરમાંની વૃદ્ધ સ્ત્રીએ કુળ રીવાજ પ્રમાણે યોગ્ય કાર્યો એક પછી એક કરી લીધાં. કન્યાની માતાને ઘેર વરરાજા આવી દાખલ થયા. વધુ વરની શરમ પહેલેથીજ ઓછી થઈ હતી. તે એકમેક તરફ એકી નજરેથી જોવા લાગ્યા. પછી સુમુહુર્તથી લગ્નના પ્રથમના જે વિધિ કરવાના તે કરી કુમારે પોતે, પોતાના હાથવડે ચંદશ્રીનું પાણિ ગ્રહણ કર્યું. સર્વ જાનૈયાઓને યથાયોગ્ય માન પાન આપી તેમનું લગ્ન કાર્ય નિર્વિન પાર પડયું. લગ્ન કરાવનાર ગોરજી વગેરેને રાજાએ સત્વર અલંકાર, વસ્ત્રો અને ભેજન આપી સંતુષ્ટ કર્યા. હાથી, ઘોડા, રથ, જવાહિર વગેરે તરેહ તરેહવાર પિશાકો અને દાગીનાઓ તેજ વખતે ગ્યતા પ્રમાણે રાજા લોકોને આપવામાં આવ્યા. રાજાએ હર્ષથી ઘન, ધાન્ય, સોનું વગેરે આપી તેણે મોટો વિસ્તીણું સમારંભ કર્યો મોટા ભપકાથી પુત્રીને લગ્ન સમારંભ પુરે કરી તે શ્રેષ્ઠ રાજાએ મેટા પ્રેમથી કુમારને કહ્યું કે “આ વિદ્યાધર લેકે વિદ્યાથી સર્વાર્થ સંપન્ન છે, તે તેમના પર હું કેવા પ્રકારને ઉપકાર કરૂં? જે મેટા ગુણવાન મનુષ્ય પર તેમના ગુણના પ્રમાણથી ઉપકાર ન કર્યો તે, આપણું અને બીજાનું મહત્વ ઓછું થાય છે. હલકા લેકપર મોટો અને મોટા પર હલકે એ અઘટિતપણાથી કરેલે ઉપકાર પણ અપકાર પ્રમાણે થાય છે.” આ પ્રમાણે રાજાએ ભાષણ કર્યા પછી કુમારે પણ તેનાજ ભાષણને અનુસરીને ઉદાર અને સુંદર ભાષણ કર્યું. કુમાર–મોટે ઈદ્ર હોય માટે શું થઈ ગયું ? જે તે ઉપકારાર્થે હોય તે તેને ગેરવ (મોટાપણું) કેવી રીતે પ્રાપ્ત થાય? ગરીબ હોય, પણ જે તે નિઃ. સ્પૃહ હશે તે મોટાપણાને પામશે. મોટા લોકોને દ્રવ્ય દાનરૂપી ઉપકારની ઈચ્છા હોતી નથી. તેમને ફકત ઉજળા મનના સ્નેહની જ ઈચ્છા હોય છે. જેના પર કોઈ એ મોટે ઉપકાર કર્યો, અને તેનાં નેહમાંથી તે તેના ઉપકારને તૃણ સમાન હલકો સમજશે. અને તેજ તૃણ જેટલે ઉપકાર હશે, પણ જે તે સ્નેહ યુક્ત હશે તે તેને મેરૂ પર્વત જેટલે મોટો લાગશે. હે નરેંદ્ર તારે આમના પ્રત્યે જે સ્નેહ છે, તે માત્ર ચેપ હાય એટલે બસ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust