________________ 141 રાજા–હે વીરસેન પ્રથમ તને ઠરેલી, અને ફરી જેને તું પિતાને જીવ ખરચી વેંચાતી લાગે, તે આ ચંદ્રથી નામની કન્યાને તું સ્વીકાર કર. આના પર પ્રેમ કરનારાઓ સાથે મેં ન પરણાવ્યાથી એનું પાણિગ્રહણ થયું નથી અને તારા પર પ્રેમ છતાં પણ આ ચંદ્રથીને તું વર્યો નથી આ માં તારા સરખા વિચારે કેના છે? તારા જેવું ધર્મ કેનામાં છે સજન ઈદ્રિયજયનું તારા જેવું સામર્થ્ય કેનામાં છે? રાજા આટલું બોલી રહ્યા પછી કુમાર નમ્રવાણીથી બોલ્યા કુમાર—ઉત્તર આપવાને મને વખત નથી. તમને એગ્ય દેખાય તે કરે. બોલાવ્યા ન છતાં પણ હાથમાં ઉત્તમ કુલ અને ફળ લઈ કુમારની મુલાકાત વાતે આવેલો એક ઉત્તમ જોશી રાજાના જોવામાં આવ્યું, તેને સત્કાર કરી ચંદ્રશ્રી અને વીરસેનના લગ્નનું ઉત્તમ મુહત પૂછયું. તેને ગુરૂવારનું મુહર્ત આ પ્યા પછી, રાજાએ વિદ્યાધરો સહિત કુમારને તેમની જગાએ મેકલ્યા. પછી રાજાએ લગ્ન સંબંધી જે જે સામાન માટે પ્રધાનને પુછયું, તે તે સર્વ પ્રથમનું ઘરમાં રહેલું તેને મળી આવ્યું, પછી રાજાએ હુકમ કર્યો કે, સવે મિત્રવગી રાજાઓને બેલાવી, કુમારના લગ્ન સમારંભ બદલ સઘળા નગરના લોકોને ખબર આપવી, ઘરે અને દુકાને સર્વ વિશેષ પ્રકારે શણગારવી. ચંદ્રપ્રભજીનેશ્વરની મેટી અષ્ટાબ્લિકા કરવી. રાજમહેલમાંનાં આંગણ જેટલે મેટ માંડે બાંધ, કુળમાંના રીતરીવાજ પ્રમાણે કરવાના કૃત્યો માટે ઘરડા માણસની ચેજના કરવી, પકવાન, વગેરે સર્વ તૈયારી કરી અનાથ, ગરીબ, અને આંધળાઓને સદર પરવાનગી આપી તેમના તરફ દયા રાખવી. હાથી, ઘોડા, અને હજારો રથ તૈયાર કરી મુકવા, કરડે સોનાના નાણા હાલમાં તૈયાર કરી મુક્યા. અરે પ્રધાનજી, વધારે કહી શું કરવાનું છે? જે જે સામાન લાવવાનું છે તે તે તમારી કલ્પનાથી લાવી જલદી તૈયારી કરી મૂકે. આ પ્રમાણે રાજા લગ્નની તૈયારી કરાવે છે, એટલામાં ઠરેલે આનંદ યુકત શુભ વિવાહ દિન આવી પહોચે સરસ કપડા ઘાલી, દરદાગીના પહેરી, નગરના લોકો લગ્ન સમારંભના આનંદમાં શહેરમાંથી આમતેમ ફરવા લાગ્યા લગ્ન કાર્યમાં કેશરના છાંટણાં લગાડી, કુલના ગજરા ઘાલી ભૂષિત થએલી તરૂણ સ્ત્રીને જોઈ કેનું મન મોહિત થયા વગર રહે? લુચ્ચા, લફંગા એવા સ્ત્રી પુરૂષ બંધન મુકત થવાથી તેમને છુટ મળવાથી તે વખતે આનંદથી એકમેક સાથે હસવાની શરૂવાત થઈ લગ્નના દિવસે ઓઝલ પડદામાં રહેનાર એવી સ્ત્રીને ઘરની બહાર છુટથી ફરવાની રજા મળવાથી તેમને ગંધાઈ રહેવાની અડચણ દુર થયા બાબત આનંદ થયે.' ગાનતાન, નવા નવા નાચ, તમાશા, વગેરે વિષયના સુખની વાતે કુલીન સ્ત્રીને વિવાહોત્સવ વગર કેવી રીતે જોવા મળે? વૈતાઢય પર્વત પર ઉભય પક્ષની વિદ્યાધર સ્ત્રીઓ આવી પહોંચ્યા પછી, વિદ્યાધરના વધુ (કન્યા) તરફના માણસોએ વીરસેનના મજજનોત્સવને આરંભ કર્યો. તેને જોવાની આશાથી સ્ત્રી વીરસેનની આસપાસ એકઠી થઈ, નાના પ્રકારના દાગીના પહેરી સર્વ તૈયાર થઈ. સર્વ કાર્યો અને મંગળ કૃત્ય આપી વીરસેનને શેખર વગેરેએ સ્નેહથી વિનંતી કરી કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust