________________ 143 આ પ્રમાણે તે રાજા અને કુમાર પરસ્પર ભાષણ કરે છે, એટલામાં કેશાધ્યક્ષે રાજાને આવી વિનંતી કરી કે “હે રાજા, બીજાને આપવા સારૂ તું જેટલું દ્રવ્ય માગે છે તેટલું તારૂં દ્રવ્ય હજારગણું વધે છે, હવે આ શી રીતે વધે છે તે કાંઈ મારી ધ્યાનમાં આવતું નથી.” માહારાજ, આ વખતે આપે અશોક અને શેખર એમને સત્કાર કર, એમ કહ્યા ઉપરથી તેમને સત્કાર કરવા માટે તે કેશ મંદિર (ખજાનો)માં ગયે છે. એટલામાં ત્યાં અત્યંત મૂલ્યવાન નિર્મળ, અને મહા તેજસ્વી એવી બે રત્નની માળાઓ તેની નજરે પડી. રાજ–અરે કુમાર, જે પ્રમાણે અમે બીજાને આપીએ છીએ તે પ્રમાણે કોશ વૃદ્ધિ ચાલી રહી છે. આ સર્વ મોટું આશ્ચર્ય દેખાય છે. હે કુમાર, આ બે રત્નમાળાઓ જોઈ મને વિસ્મય લાગે છે તેનું કારણ એ જ કે, આવા ભાગ્યની યોગ્યતાને હું લાયક નથી. વીરસેન–જે અર્થે તું સર્વ પુણ્ય પરિપાકથી જન્મે છે, તે અર્થે તું એવું ભાષણ કરીશ નહિ. તે હવે મહારાજ, હું આ રત્નમાળાથી તે બને એચ. શ્વરનો અને વસ્ત્ર વગેરેથી તેમની સ્ત્રીને સત્કાર કરૂં છું. આ પ્રમાણે વિચાર કરી કુમાર અને રાજા બંનેએ અત્યંત સ્નેહથી અશોક અને શેખરને સત્કાર કર્યો તે વખતે કુમારે તે બંને નેચરાધિશને કહ્યું કે “આપ હવે રજા લેશે. પરંતુ મારું (ગરીબનું) મરણ રાખશો” પછી તેમણે પિતાના મિત્રને કહ્યું કે, “હે મિત્ર તારા વચને અમને માન્ય છે, હું કુમાર, અમે દેહથી માત્ર ત્યાં જઈએ છીએ, પણ અંતઃકરણ તારી પાસે છે.” પછી મહા તેજસ્વી એવા કુમારને ઉત્તમ વિમાન આપી અને તેના અંગરક્ષણાર્થે હજાર ખેચરે મુકી, કુમાર અને નરેન્દ્ર એ બંનેએ રજા આપ્યા પછી અશક અને શેખર પિતાના સર સામાનસહ ચંદ્રશ્રીને નમસ્કાર કરી પોતાના સ્થાન તરફ જવા સારૂ નીકળ્યા, કામદેવ તથા રતી સરખી જેની કાતિઓ છે, એવા તે સ્ત્રી પુરૂષને વિરહ ન પડતા વિષય સુખ ભેગવવામાં ઘણો કાળ પ્રસાર કર્યો. ' . સગ દસમ. . : : : બીજે દિવસે વિજ્યા દેવીના બંગલા પર સંધ્યાકાળે છ વાગ્યાના સૂમારમાં રાજા, યજ્ઞાકર, અને બીજી ગેડી મંડળીસહ સભાની અંદર બેઠે હતો એટલામાં તેની પુત્રી ચંદ્રશ્રી ત્યાં આવી રાજાને મર્યાદાથી નમસ્કાર કરી પાસેજ માતુશ્રી બેઠી હતી તેની પાસે જઈ ઉભી રહી ત્યારે રાજાએ તેણીને આનંદથી પુછયું. - રાજા–પુત્રિ, આજ સાત દિવસ થયાં તારો પતિ જણાતું નથી, તબીયત સારી નથી કે શું? કે બીજા કોઈ કામમાં ગુંથાએલ છે? - ચંદ્રશ્રી–પિતાજી, આપની કૃપાવડે પ્રકૃતિ સારી છે, પરંતુ આજ સાત દિવસ થયાં કેણી તરફ ગમન કર્યું છે તે મને પણ ખબર નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust