________________ 135 આલીંગન આપ્યું. કુમારે આ પ્રમાણે સપ્રેમ સત્કાર કર્યો, ત્યારે અશોક રાજા સગાભાઈ પ્રમાણે તેની સાથે વર્તવા લા.. વીરસેન–હે ખગેશ્વર, પરમાર્થ જાણનારના મનમાં અવિચારની વાતે રહેતી નથી. આ લેકમાં અવિચાર એજ શત્રુ હોઈ. તેનું પરિણામ બહુ ભયંકર હોય છે, એમ છતાં ફરી આના સરખો મનુષ્યને અપકાર કરનાર બીજો કોઈ દેખાતું નથી. અવિચાર (અવિવેક) એટલે પદાર્થના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન નહાવું.. એનાથી હિત કતપર તે અહિત કર્યા છે એવી બુદ્ધિ થાય છે, અને અહિતકર્તાપર તે હિતકર્તા છે એવી બુદ્ધિ થાય છે. તું મારે દુમન અને હું પણ તારા વેરી એ વિચારને મનમાં જગા આપવી એજ ખરેખર અવિચાર છે, અગર ખરૂં નાખી દઈ જુદી જ કલ્પના લાવવી તેજ આ છે. અવિચારથી અનેક ખરાબ ભાવના ઉત્પન્ન થાય છે. તે જ્યાં સુધી મનમાં રહેશે ત્યાં સુધી વિચાર જન્ય સુબુદ્ધિ થવાનીજ નથી. પૂર્વે કરેલ પાપને ક્ષય થાય ત્યારેજ સુબુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને ત્યાંથી જ વિવેકરૂપી રત્નની પ્રાપ્તિ મનુષ્યને થાય છે. આ પ્રમાણે સત્યનો વિચાર કર્યા પછી આપણે ઈતર કોઈ શત્રુ નથી હોતે તે પોતે જ પિતા સાથે વેર કરી લે છે એ નિશ્ચિત છે, સારૂં અગર ખરાબ થવા જેમ આપણે આપણા હૃદયમાં વસાવિએ છીએ, તેમજ આ કર્મના ફળ આપણને મળે છે. હે ખેચરેંદ્ર, જે સુખ અગર દુઃખ એ પહેલથીજ નિર્માણ કરેલું છે. તે આપણું કમજ, આપણે શત્રુ અગર મીત્ર બને છે, આને દોષ ઇતર પુરૂષને શા વાસ્તે આપો? માટે મારું આ વચન તમારા મનમાં સમજી લઈ, તમે બંને યોગ્ય તે આ ચરણ કરી પોતાનું સાર્થક કરી લ્યો. આ પ્રમાણે તે વીરસેનનું બોલવું સાંભળી અશક અને શેખર એ બંનેની અજ્ઞાનતા નાશ પામી તેઓ તત્વાર્થ દશી થયા. આ લેકની અંદર જ્યાં સુધી વિચાર દૃષ્ટિ હૃદયની અંદર ખુલ્લી નથી, ત્યાં સુધી સંસાર જન્ય અજ્ઞાનતા વધતી જાય છે. વિરસેનના વચનરૂપી સૂર્ય પ્રભાવથી તે બંનેને અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામ્યા, અને પરસ્પર ઈર્ષા કરવાથી થએલી ખરાબ વાસનાઓનાં નાશ પામી તેઓ ખુલ્લા થયા. તે બંનેને પવિત્ર ઉત્સાહ વશે, અને તે બંને રાજાએ પરમાર્થ સમજી લીધા. - જીનના વચને સમજી લીધેલા અમારા જેવા પણ મેહ પામે છે. તે પછી મિથ્યા દૃષ્ટિ ઈતર મનુષ્ય મેહ પામે એમાં તેમને દેષ શ? જીનનું મત પાત થયા પછી પણ જે ઈર્ષાભાવ અને અદેખાઈ વગેરે કાયમ રહ્યા તે પછી, આંધળને દિવા પ્રમાણે તે મળ્યું બરાબર છે, જીનનું વાકય સાંભળ્યા છતાં પણ જે મનુષ્યમાં રીસ અને દેશ કાયમ રહ્યાં, તે ખરેખર સુર્યમાંથી અંધકાર અને ચંદ્રમાંથી અગ્નિ નિકળ્યા પ્રમાણે આશ્ચર્ય છે. આ પ્રમાણે અશોક, શેખર મનમાં વિચાર કરતા ઝટ શાંત થયા. અને પૂર્વના વૈષમ્યને ત્યાગ કર્યો. કુમારને ગુરૂ પ્રમાણે અતિશય વિનય પૂર્વક એકદમ બને વિદ્યાધર શ્રેટેએ કહ્યું કે, “હે કુમારેંદ્ર, મત્સર અને દ્વેશથી પહેલા અમારા તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust