________________ 56 જનેશ્વરના ધ્યાનથી તું મરણ ખેંચી લાવી છું. લેહાર્ગને વૈરી જે હરિવિકમ તેને તું શરણુ ગઈ માટે હવે તને મરવા વખત આવ્યો છે હજુ કંઈ બગડ્યું નથી. તું ભૈરવ અને હાર્ગનું સ્મરણ કર એટલે તારું મરણ ચુકશે. . સ્ત્રી બેલી, અરે કાપાલિક, તું શું બોલે છે? મરણ પ્રાપ્ત થાય તે પણ મારા અંતઃકરણમાં બીજા દેવના નામને સ્થાન જ નથી.' * પ્રાણીનું પોતાના કર્મ પ્રમાણે મરણ થશે અથવા જીવિત પ્રાપ્ત થશે. તેમાં * શું? આયુષ્યની દેરી મજબૂત હોય તો દેવપણ મારી શકતું નથી અને દોરી તુટી તે મરનારનું કેઈનાથી રક્ષણ થતું નથી. - જેનું સંસાર કર્તવ્ય શાંત થયું છે એજ ચંદ્રપ્રભુ જીનેશ્વર મારું જન્મ જન્મ રક્ષણ કરે. સર્વ વિનાશક નવકારનું સ્મરણ કરવાથી ભય નાશ પામે છે. અને અકાળ મૃત્યુમાંથી રક્ષણ થાય છે. હાર્ગ દેવને હું તૃણવત સમજું છું. આ લોકમાં અને પરલેકમાં તે કુમાર મારે સરંક્ષક છે. અહંન્નમસ્કાર સંબંધી તેને નિશ્ચય સાંભળી કમર તેને મેરૂતુલ્ય ઉંચ ગણવા લાગ્યો ને મનમાં બોલ્યો કે જયાં બે નાના દિવાની કાંતિ પ્રમાણે તેજ છે એવા ઘરમાં આ સ્ત્રી મને કેમ શરણ આવી તે સમજાતું નથી. મારા સૈન્યમાં કઈ રાજકન્યા હશે તે તો મને શરણ નહીં આવી હોયને?” - કુમારના હૃદયમાં કોઈ વાતનું સ્મરણ થયું તેથી તે મનમાં બેલ્યો કે “કદાચિત આ ભુવનસુંદરી હશે શું? હા પણ મારી પુન્યસંપત્તિ આવા પ્રકાર ની કયાંથી હોય? તે હોય અથવા બીજી કઈ હોય, પણ તેનું હું મારા જીવની માર્ક પાલન કરીશ.” . આ પ્રમાણે કુમાર વિચાર કરતો હતો, એટલામાં તે નિર્દય અને પાપીણ પિતાના હોઠ બે દાંત વચ્ચે દાબીને, ભવાં ઊંચા ચઢાવી મોટા અવાજથી ચીસો પાડવા લાગ્યું. તે તેના વાળ ઝાલી, ગળામાં મોટે છરે મારવાની તૈયારીમાં હતા એટલામાં કુમાર એકદમ કુદીને ત્યાં ગયે. અને કપાલિકને ખેંચીને બોલ્યો કે “હ પાપી, આ તે શું દુષ્ટ કૃત્યુ આરંહ્યું છે? તું ઉત્તમ સ્ત્રીને વિનાશ ઈચછે છે તેથી કરીને હે કાપાલિક, તારા પાપી જન્મના સો વર્ષ પૂરા થઈ તારા કકડા કેમ નથી થતા? આ સ્ત્રીને કેશપાશ બલાત્કારથી ખેંચવા પ્રવૃત થએલા અને સ્વભાવત કર્કશ એવા તારા હાથના કડકા કેમ નથી થતા ??? . . . તે સ્ત્રી કુમારને જોઈ એકાએક સંજીવિત થએલી જણાઈ. અને કુમારને શરણે જઈ બોલી કે “હે દયાળુ કુમાર, મારે પ્રાણ લેનાર આ કાપાલિક યમના ભયથી મારું રક્ષણ કર. અસ્પંચ નમસ્કારના પ્રભાવથી તને પ્રેરણું થઈ તું પ્રત્યક્ષ નરરૂપ પુન્ય રાશીજ ઊત્પન્ન થયે છે.” - વિકમ બોલ્યો તારું કલ્યાણ થાય. જીનેન્દ્રના પ્રભાવથી તારે સર્વ ભય દુર થયે, નવકારના પ્રભાવથીજ હું અહીં આવ્યો એમ જે તે કહયું તે સત્યજ છે. છે. ચંડરૂદ્ર બોલ્યા (ધથી લાલચેળ થઈ) મારા કર્મની આડે આવનાર કેણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust