________________ છે? બીક રાખીશ નહિ. હું તને મારતું નથી, તું જલદી અહિથી નીકળી જા. કારણે નીતિ એવી છે કે, હથીઆર ફેંકી દીધેલાને, શરમાએલાને, બીકણને, નિચેષ્ટ પડેલાને. અને સ્ત્રીઓને, લઢાઈ કરી મારવાને હાથ પ્રવૃત થતા નથી, તે મારી સ્ત્રીનું હરણ કરી જે કે અપરાધ કર્યો છે, તે પણ તું સાધારણ ધે પણ નથી તેથી તને હું છુટા કરું છું, તું અહિથી જા.” પછી દાંત હેઠ દબાવી અશોક બોલ્યો; “હે કુમાર, પ્રથમ ઈચ્છા પ્રમાણે કરી લઈ પછી તારી શી શક્તિ છે તે હું તપાસું છું. હું વિદ્યાધર હોઈ, ઘણી વિદ્યાથી શક્તિમાન થએલો છું તારી સાથે જે અસમર્થ બન્યું તે તે સર્વ નિષ્ફળ છે. કમલકેતુને મારી નાખવાથી તેને અભિમાન ઉત્પન્ન થયે છે, તેને જ મારી નાંખ્યું એટલે તેને આધાર નાશ પામ્યા પછી તે કયાં જશે? મૂર્તિમાન કીતિ પ્રમાણે જે ચંદ્રશ્રી તે જન્મથીજ કિન્નરોના ભયથી પીડાએલી છે, તે હવે યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત થયા પછી, તે તારી અગર મારી કાયમ થઈ રહેશે. તું સાધારણ પણ લઢયે નથી, તારા પરાકમની પ્રસિદ્ધ છે. તે તારા મનની અંદર પુલાઈ જઈ મારી સાથે નાહકની શાની વાત કરે છે? જેઓ અમસ્થા બબડનારા હેઇ, રણસંગ્રામની અંદર ઘેરાયાથી ડરતા નથી, તેમણે તરેણુંના પછવાડે રહેવું એ સારું છે? ચાલ, ઉઠ, સામે આવી જા, બહુ બેલીને શે ઉપગ? વૈર્યવાન કેણુ? અને બીકણ કણ? એને નિકાલ લઢાઈમાં સમજાશે. પિોતાના કહેવા પ્રમાણે કરી દેખાડવું, એ મનુષ્યને ખરેખર કઠણ છે.” હવે બકે કરીશ નહિ. સાવધ થા, અને તારા હથિયાર સંભાળ તું જે બોલ્યો છું તેને ઉતર મારી આ તલવાર આપશે..” વન દેવતા, તેમના જ્ઞાન વડે, વીરસેન ઉપરનો પ્રસંગ જાણી તે કુમારની સાહ્ય સારૂં ત્યાં આવી અદૃશ્ય રીતે ઉભા રહ્યાં. પછી તે ખેચર તલવાર મુકી દઈ મગદળીયાં લાવ્યા, અને તે ફેરવીને વીરસેન ઉપર ફેંકી દીધા કુમારે પણ તલવાર છેકી દઈ તેજ મગદળ લઈ એવા જોરથી તે દુષ્ટને માર્યું કે, તે મૂચ્છિત થઈને પડયા. આવા પ્રહારરૂપી ઈધનથી તે ખેચરને ક્રોધાગ્નિ પ્રદિપ્ત થયું. ત્યારે તેણે આઠ હસીવાળા, અને દંડ ધારણ કરનારા એવા દેવરૂપો ઉત્પન્ન કર્યા. નાના પ્રકારના શસ્ત્ર ધારણ કરી ભયંકર રૂપવાળા, અને મારવાને તત્પર થએલાં, એવા ત બે રૂપે જોઈ, બે બુમ પાડી હાથમાં મુગદળ લઈ, ખુબ જોરથી તડાકો મારી, તેમના હાથ ભાંગી નાંખ્યા. હાથ ભાગ્યાથી તે લટકતા રહ્યા, તેડેલા ઝાડના ડાળ પ્રમાણે તે રૂપો દેખાવા લાગ્યાં ચાર, આઠ, સેળ, બતરીસ, અને ચોસઠ એ પ્રમાણે રૂપ તે ખેચરે ઉત્પન્ન કયાં, તે સર્વને પણ કુમારે મારી નાખ્યાં પછી અશકે એ કુમારની શક્તિ પિતાની શક્તિની બરોબર જોઈ, તે સર્વ રૂપે તેણે એકઠા કર્યા, અને તે સહ પિતાની શકિત વાપરવાની તૈયારી કરી ખેચરે રીસના આવેશથી દાંત, હઠ દાખ્યા અને કુમારના ભયથી પિતાનું જીવીત્વ સંતાડત, સંતાડતે તે બોલ્યા “હે દુષ્ટ, તલવાર, તું કે, હવે જીવવાનું નથી. હે પાપી તું અકાળે મારા હાથથી યમ લોકમાં જા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust