________________ 117 વીરસેનને તેના બોલવાથી હર્ષ થયે, અને મોટી ઉમેદથી હાથમાં તલવાર લઈ તેની સામે ગયે. વિજયરૂપી લક્ષ્મીનું આલિંગન મેળવવા ઈચ્છનાર તે બને વીરોએ પોતપોતાના દેહ પર રૂવાંટા ઉભા થયેલા જોયાં ખેચરના ગટકાથી વીરસેનને ક્રોધ ચઢી તેણે બહુ અપમાન કર્યું, ત્યારે અશોકે એક જોરથી ઝટકો માર્યો. તે ઘા ચુકાવીને વીરસેને ફરીથી ઘા માર્યો, આ પ્રમાણે તેમની તલવારેપર તલવાર ઉડી ઘણા વખત સુધી લઢાઈ થઈ. રણની અંદર તેમનું યુદ્ધ ચાલતું હતું, તે વખતે અશકની તલવારની ધાર એકદમ ભાગી ગઈ. અને તે બુઠી થઈ ત્યારે તે કુમારે, તે ખેચરના શસ્ત્રો ગળી પડેલા જોઈ પોતાના શસ્ત્રો નાખી દીધા અને ક્ષત્રિય ધર્મનું આચરણ કરી દેખાડયું પછી તે યોદ્ધાઓએ પરસ્પર સાથે હાથની લઢાઈ શરૂ કરી, અને બન્ને જણે પરસ્પર વખત પ્રમાણે દાવપેચ કરી, શસ્ત્ર વગર લઢયા, લાગ સાંધીને કુમારે ખેચરને પગથી પકડી, ખેડુતે જે પ્રમાણે ગોફણમાંને ગલે ફેકે છે, તે પ્રમાણે તેને ચકર ફેરવી ફેંકી દીધો, વિજયી પુરૂષના મસ્તક ઉપર જે પ્રમાણે ચામર શોભે છે તે પ્રમાણે અશોકનું શરીર મોતી સરખા પાણદાર માથાના વાળથી સોભવા લાગ્યું. નાક, કાન, હે, વગેરે માર્ગોમાંથી રકતની ધારાઓ વહેવા લાગી, તે કારણથી પ્રલય કાળને વિષે રક્ત વૃષ્ટિ કરનાર મેઘ સરખે ખેચર આકાશમાં દેખાવા લાગ્યો આ પ્રમાણે ફેરવી ખેચરને વીરસેન જમીન પર પછાડે છે, એટલામાં “જીનને નમસ્કાર ”એવા શબ્દો ખેચરે ઉચ્ચાર્યા. કુમાર તે સાંભળી મનમાં બોલ્યા “અરેરે? હું, પાપિષ્ટ કેમેં મારોજ ઘાત કર્યો. કારણ સાધામિને ઠાર મારવાને હું પ્રવૃત્ત થયો. પછી કુમારે ધીરેધીરે ખેચરને જમીન ઉપર લાવી નાંખે, અને નાના પ્રકારના ભંડપચાર કરી તેને સાવધ કર્યો તેણે શુદ્ધિપર આવી આંખ ઉઘાડી જોયું તે નેકર સરખો તે કુમાર પિતાની પાસે ઉભેલો જોયે.. અશક–હે કુમાર, હું હજુ ક્રેધાયમાન હોઈ, દીનવાણીથી બોલતો નથી, અને હું તારે શત્રુ છતાં, હજુ સુધી તે મને માર્યા વગર કેમ છો ? . . . વીરસેન–તું મારે શત્રુ તો નથી પણ ઉલટ મિત્ર છે, એવું ખાસ સમજ, કારણ મરણ વખતે પણ અહંદુદેવને નમન કરવાને પણ તું વીસરી ગયા નહિ અરે તારા મનમાં જનદેવના નામ પર એવીજ પ્રીતિ વસે. અને હું એમજ બેલીશ કારણ કે તું મારો મિત્ર છે. મૃત્યુ પાસે આવ્યા પછી, જીવાડવાની મારામાં શક્તિ નથી. પરંતુ તે જનદેવના નામના અક્ષર સેંકડોને મૃત્યુથી પણ બચાવે છે. હે વિદ્યાધર શ્રેષ્ઠ ક્રોધના આવેશમાં મારા તરફથી જે કાંઈ તારૂ બેટું થયું, તે સર્વ માટે મને ક્ષમા કર આ સ્થળે તેનું કારણ અવિચારજ છે. ક્રોધના આવેશમાં, સારા શુદ્ધ પુરૂષે પણ મલીન થાય છે, પુરૂષ એ સ્ફટિક જેવા શુદ્ધ હોય છે, માત્ર દેધ એજ તેમને બગાડનાર છે. . આ પ્રમાણે ભાષણ સાંભળી શરમાયો અને સામુ ન જોતાં, નીચે ડેકું રાખી વિચાર કરવા લાગ્યું કે, “ઉચ્ચ અને નીચ વૃત્તીના પુરૂષોમાં દેખીતે ફેરફાર જણાય છે. આ સ્થળે હું જેટલું અધમ છું, તેટલોજ કુમાર શ્રેષ્ઠ છે. હું જે જે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust