________________ 119 નથી માટે તને આટલું દુઃખ લાગ્યું. પ્રાણિના કર્માનુરોધથી સુખ નીકળી જાય છે, તેમ દુઃખ પણ જાય છે. પરંતુ તે બાબતમાં અજ્ઞાન પ્રાણિ સુખ દુઃખ માને છે. વિપરીત વખત આવે છે ત્યારે પરાક્રમ નીરૂપયોગી થઈ જાય છે. તે તેને યોગ્ય વખતે લોકો તરફથી ઉપભોગ કયાંથી થાય? વાસ્તે હે મૃગનેત્રિ, સ્ત્રીને સહેજ થનારે ખેદ તું, મનમાં ધરીશ નહિ. દૈવ જે અનુકૂળ હશે તે હું બંધુજનેને મેળાપ કરી આપીશ.” ચંદ્રથી આ સાંભળી, હર્ષથી પ્રફુલ્લિત નેત્ર કરી, સપ્રેમ મનથી પ્રાણવલ્લભ પાસે બેઠી. હે આર્ય પુત્ર, (કુલીન પુત્ર) હું બંધુ વિરહથી દુઃખીત થઈ છું એમ સમજીશ નહિ, હું તે ફક્ત તારા વિયેગથી જ હું વધારે દુઃખી થઈ છું. બાપ, મા, સખિયે, બંધુજન, વગેરે કુટુંબના માણસો નાનપણમાં પ્રિય હોય છે, અને છોકરી તારૂણ્યમાં આવ્યા પછી તેને પતિ જ માત્ર પ્રિય હોય છે. આ કંટાળે આપનાર જગતની અંદર પ્રિયના સમાગમ જેવું બીજું એકે ભારે સુખ નથી. અને તેના વિયોગ દુઃખ કરતાં ભારે દુઃખ બીજું એકે નથી. હવે બીજા વિચારે જવા દે, હે પ્રિય, તું હવે સંસાર સાગર જેવા આ ભયંકર સમુદ્રમાંથી તરી જવાની યોજના કર. તેઓ બંને આ પ્રમાણે ભાષણ કરતા હતા, એટલામાં તે રાજમહેલની અગાશીના આગલા ભાગમાં એકદમ મોટો અવાજ થયો. તેથી તરૂણ ગભરાઈ ત્યારે કુમારે તેને બીહીશ નહિ એમ કહી ધૈર્ય આપ્યું, અને તેનું કારણ જાણવાના હેતુથી તે ઉપરના માળામાં ચઢી જુએ છે તે, લાંબો, અને મેટે, દેર બાંધેલું મોટા વહાણનું લેઢાનું ઘર જોયું અને તેની પાછળ આવેલા બે બર્બરપામરપણે જોયાં, તે સમુદ્રના ખારા પાણીના સ્પર્શથી બળી ગએલા જેવા કાળા દેખાતા હતા. રાજપુત્ર બોલ્યો, “આ કંઈ એક સઢ ધારણ કરનાર વહાણ છે એ ખરું પણ તે આવ્યું કયાંથી? એ વિચાર કરી તેણે પેલા બે બર્બરને પુછ્યું પણ તે બંને બીકથી ગભરાઈ કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નાસી ગયા. તે બંને ઝપાટાથી ગયા અને વહાણના માલીકને રાજકુમાર, અને મહેલ વગેરે જે જે જોયું હતું તેની સર્વ હકીકત કહી. વહાણના માલીકે સાંભળી લીધું, અને એ ખરૂં લાગતું નથી એમ બેલી નિર્ભય અને સ્થિર વહાણ ઉપરના અધિકારીઓને પાછા તે તરફ મેકલ્યા. પછી કુમારે કુશળ શ્રેમ પૂર્વક તેમને વહાણની હકીકત પૂછી ત્યારે તેમનામાંના મુખ્ય હકીકત કહી. (તે નીચે પ્રમાણે) આ પ્રદ્યુમ્ન નામને વહાણને માલિક પૂર્વે ચંદ્રપૂરમાં હતું ત્યાંથી નીકળી મહાકટાહુક્ષ નામના બેટ તરફ ઉદર નિર્વાહ સારૂં ગમે ત્યાં દ્રવ્ય પ્રાપ્તિ કરી પિતાના શહેર તરફ જવા નીકળ્યું. રસ્તામાં પવનમંદ થવાથી તેને બે મહિના લાગ્યા તે પછી આજેજ સવારે પાછું વિલક્ષણ વાદળ આવ્યું તેથી ત્યાં તેણે પાણીમાં લંઘર નાંખી વહાણ ભાવ્યું. તેને અવાજ સાંભળી તે બે બબર દોડતા આવ્યા. તેમ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust