________________ . 121 મોટા ફળ ઝાડેથી, પક્ષી વગેરે આકાશમાં ફરનારા જીવની સુધા શાંત કરનાર પર્વ તને કુમારે જે. પછી તે કુમાર ચંદ્રશ્રીને વહાણના માલિક પાસે નિધાસ્તપણે સંપી પોતે મરજી પ્રમાણે ફરવા વાસ્તે ગયે. પર્વત શિખર ઉપર ચંદન વૃક્ષોમાંથી, મધુર ઝરાઓ પરથી, અને ગુફાઓમાંથી કુમાર, સિંહ સરખો નિર્ભયપણે ફરતે. પર્વત ઉપરના બીજા ઘર અરણ્ય જેતે જેતે, તે વહાણ પાસેથી ચાર મૈલને છે. નીકળી ગયા. તે વિદ્યાધર પુત્રે (કુમારવી) ત્યાં એક ઝાડની જુની ગુફા જોઈ. તેની આજુબાજુ જમીનને ડાળી લાગેલી છે એવા ઝાડો હોઈ, તેમાં સૂર્યના કિર ને પેસવાને જગા નહોતી એમ દેખાતું હતું. કુમારે આશ્ચર્યથી તેની અંદર નજર ફેંકી જોયું તે, પુષ્કળ લોકોને અવાજ તેના સાંભળવામાં આવ્યું. ચંદન વૃક્ષ જેવાની ઈચ્છાથી જરાક હળવેથી આગળ ગયો તે, વિદ્યાધરનું સૈન્ય લઢાઈની તૈયારીમાં લાગેલું તેના જોવામાં આવ્યું. તે સૈિન્ય તૈયાર જોઈ રાજકુમારે વિચાર કર્યો કે, આ વિદ્યાધર કોઈ પણ ઠેકાણે લઢાઈ સારૂ જવા એકઠા થએલા હોવા જોઈએ. એ વાત જવા દે, પણ આ વિદ્યાધર કયાં જાય છે, કેવી રીતે લઢે છે ઈત્યાદિ સર્વ ચરિત્ર હું ઝાડની પાછળ સંતાઈ રહી જોઈ લઈશ.' આ પ્રમાણે છપી રીતે વાંકે વળી તે, પિલા વિદ્યાધરને જેતે ઉભે હતું, ત્યારે બંધુદત્ત નામને પોતાને મિત્ર રોકી રાખેલે તેની નજરે પડે. પિતાના મિત્રને બરાબર નીહાળી વીરસેને વિચાર કર્યો કે; “અરેરે, મારા મિત્રની આવી દશા કયાંથી આવી? બીજે વિચાર એ કર્યો કે દુર્ભાગ્યથી દુર્દશા રૂપી કુવામાં પડેલા મનુષ્યને, ન સંભવે એવી એક પણ દશા નથી. આ આકાશચર (વિદ્યાધર) આને શું કરે છે તે જોઈએ, અને પછી અહિંજ આપણે પ્રગટ થઈશું” તે ખેચએ ત્યાંથી તે બંધુદત્તને પિતાના મુખ્ય પાસે લઈ ગયા અને તેને નમસ્કાર કરી બે કે, . " તમે પ્રથમ અમને નાશિક્ય નગરની અંદર મોકલ્યા હતા. વૈતાઢય પર્વત ઉપર અશોક, તેની તપાસ માટે અમે ત્યાં ગયા હતા. મહારાજ, ત્યાં અમે એવું સાંભળ્યું કે, રાવણ જેમ સીતાનું હરણ કરી ગયે, તે પ્રમાણે બાગમાંથી ચંદ્રશ્રીને અશોક લઈ ગયો. એવું સાભળવામાં આવે છે કે, તેણીને કઈ વીરસેન કરીને હતે, તે તેની પછવાડે ગયો. એ મહારાજ મોટે લઢવૈયો હાઈ સ્વ પરાકમથી સર્વ ત્રિભૂવને તાબે કરે એવો છે. સર્વ જગમાં તે ઘણે રૂપવાન છે, તે સત્યવાન અને મોટો દાતા છે, જીવ માગ્યો હોય તે તે કાઢી આપે એવે છે, તે પછી: પૈસાની શી વાત? આ પ્રમાણે ગુણવાન કુમાર ઉપર ચંદ્રશ્રીની પ્રીતિ જડાએલી હોવાથી અતિશય પ્રેમથી અને વિશેષ પ્રીતિયુક્ત મનથી તે તેને વશ થએલી હતી. અશોકે સ્વવિદ્યાના પ્રભાવથી માત્ર તેના શરીરનું જ હરણ કર્યું હતું, પરંતુ તેનું અંતઃકરણ હરણ કરવા જેવી શક્તિ તેનામાં નહોતી. . નાશિકયપુરના લોકો પાસેથી આં વાત મેં સાંભળી, એ સાંભળવા સારૂં મહારાજ સુદ્રઢશ્વને આ 16. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust