________________ 138 * કુમાર- હે રાક્ષસ, તું આપણું મિત્રને મદદ કરી શસ્ત્રો વગેરે પુરા પાડ. રાક્ષસ–દીર્ઘજઘા નામને મારા સેનાપતિ છે, તેને આની સાથે જવા દે, અને હું અહિં તમારી પાસે રહું છું. '' રાક્ષસે મરજીમાં આવે તે પ્રમાણે ઘણુ શસ્ત્રો ભેગાં કર્યા પછી બંધુદત્ત શત્રુને ડરાવત રણભૂમીમાં જઈ પહોંચ્યા, અને બોલ્યો. બંધુદર–અરે, વિદ્યાધરો, તમે એકદમ આવે અને મને ખુબ મારો, તમારા સર્વને મહાબાહુ બંધુદત્ત સમાચાર લીધેજ એમ સમજજે. વિદ્યાધરોએ એકદમ નાખેલા હથિયારથી, તે બંધુદત્ત, મેઘના સમુદાયથી પર્વત આચ્છાદિત થાય છે, તે પ્રમાણે હથિયારોથી ઘેરાઈ ગયે. ચારે તરફથી તે ઘેરાઈ ગયો અને તે પગથી તે માથા સુધી હથિયારને ઢગલો થયો તેથી તે ગુંગળાઈ ગયે. પછી તે વિદ્યાધરોના હર્ષને નાદ સાંભળી એક ક્ષણમાં તે શસ્ત્રને ઢગલે હલાવી ખસેડી પાડી, બંધુદત્ત બહાર નીકળે. બંધુદત્તને જખમ થયે નહોતે. તેમ જરા પણ રકત નીકળ્યું નહોતું. એમ જોઈ તે ખેચર સન્યને બહુ દુઃખ થયું. તે પછી તેણે (બંધુદ) ધનુષ્ય આણું લેહમય બાણથી ધુળના ઢગલા જેમ આકાશમાં ઉડી આકાશ ઢાંકી દે છે, તેમ ઢાંકી દીધું. જેમાં રાજહંસના પ્રવાસં ગમનથી વરસાદ આવેલો દેખાય છે, તેમ તે બાવડે જણાયું. તેણે એક મુકીથી જ હજારે બાણ છોડી દીધા, ત્યારે ઉત્તમ લઢવૈયાઓમાં જેને એક પણ બાણ લાગ્યું નથી એવો કેઈપણ રહયો નહિ. તે સિન્યને ચોથો ભાગ બંધુદત્ત રણમાં નાશ કર્યો. સમુદ્રનું પાણુ જેમ એટથી પાછું હઠે છે તેમ સૈન્ય પાછું હઠવા લાગ્યું. પવનકેતુનું સેન્ટ જ્યારે પાછું હઠવા લાગ્યું ત્યારે કઠણ શરીરનો વજીબાહુ નામને સેનાપતિ ઉભો થયો. તેણે બંધુદત્તને કહ્યું– વજુબાહ–અરે ભ, મારી સામે ઉભો રહે, એટલે હું તારા બાહને અભિમાન હમણાંજ ઉતારી દઉ છું.. ' એમ બોલી કાન સુધી ધનુષ્યો ખેંચી તેણે તેના પર ચાર તિક્ષણ બાણ છોડયાં. બંધુદતે હસિને તેનાં પર આઠ બાણ છોડયાં, તેમાંથી અર્ધાએ બાણના માથા કાપી નાખ્યાં, અને બાકીને તે શત્રુની છાતીમાં લાગ્યાં. પછી વજીબાપુએ રીસાઈને સળ બાણ છોડયાં, ત્યારે બંધુદ-તે શત્રુનું ધનુષ્ય છેદી નાખ્યું. ધનુષ્ય ભાગ્યું ત્યારે સેનાપતિએ ઝપાટાથી ગદા આણી તે મોટા પ્રતાપી બંધુદત્ત પર ક્રોધથી મારી, તેનાથી જરા મુચ્છિત થઈ સાવધ થયા પછી, રાક્ષસના પ્રભાવથી બંધુદત્તને એક મગદળ માર્યું. ઉંચેથી બંધુદતે તે મગદળ મારી તેને નીચે પાડયો ત્યારે સૈન્યમાં શોરબકોર થઈ રહયે. વજીખાહ માર્યો ગયાથી, શત્રુ જેરવાન અને વિચિત્ર છે એવી ખેચરના સિન્યની ખાતરી થઈ ને તેઓ આશ્ચર્ય પામ્યા. પછી શેખરની આજ્ઞાથી બીજે જવાળામુખ નામને સેનાપતિ હતો તે ઉભો થયે. તે શસ્ત્રના તેજે કરી અગ્નિની જવાળા પ્રમાણે તેજસ્વી દેખાતા હતા, બંધુદત્તને તેના તરફ જેવું પણ અશક્ય થઈ પડ્યું, તે પછી લઢાઈની વાત કયાં? | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust