________________ 122 . પણ તરફ મેકલ્યો. અમે તે સર્વ દીશા ચારે બાજુએથી જોઈ, તે પણ અશકને કાંઈપણ પત્તો અમને લાગ્યું નહિ. અરણ્યની અંદર ફરતાં ફરતાં લાલ રંગથી શુશોભિત મંદિર અમારા જોવામાં આવ્યું. તે મંદિર મહા ભયંકર વનમાં હાઈ બહુજ ભયંકર ઝાડીની અંદર હતું અને તેની અંદર દેવીની એક ભયંકર મૂર્તિ હતી. મહારાજ, અમે તે આશ્ચર્ય પામીને સંધ્યાકાળે ત્યાં ઉતર્યા. અને વિદ્યાના બળથી અદ્રશ્ય રહી ચારે બાજુએ ફરવા લાગ્યા. ફરતાં ફરતાં તે દેવીના દેવળમાં એક ઉરગણ નામને યોગીશ્વર અમે જોયે. અમે તેની પાસે ઉભા રહી, યોગિની અને યોગી એમનાથી વેષ્ટિત થયેલો તે યોગીશ્વર જે. એ પછી આ ખેચરેશ્વર (વિદ્યાધર) પુરૂષ ત્યાં આવી નમસ્કાર કરી આશીર્વાદ લેઈ બેઠે. સ્થિર પણાથી મુલાકાત થયા પછી તે યોગીશ્વરે તેને પુછયું કે, “તું કયાંથી આવ્યો? અને અહિં આવવાનુ તને શું કારણ હતું?” તેણે ગીને ઉત્તર આપે કે; “હે ગીશ્વર, જેવું તેવું કહેવા જેવું કામ નથી, પણ એકાંતે કહેવા સરખું નાજુક કામ છે.” તેણે પાસે બેઠેલી મંડળીને તરત રજા આપી, અને તે બને એકાંતમાં જઈને બેઠા. અને અમે પણ તેની પાસે જ હતા. તેણે તે યોગીને કહ્યું કે “અશકે તને છેતરી ચંદ્રશ્રીને લઈ ગયે, તેજ વીરસેન તરત તેની પછવાડે ગયે. વીરસેનના વિ. જન્મ દુઃખાગ્નિથી મન કંટાળી હું મારા મિત્રને મળવાના હેતુથી શોધ કરવાને પ્રવૃત્ત થયે.” આ પ્રમાણે આણે તેને કહ્યું તે સર્વ અમે તેનાથી અદ્રશ્ય રહી સાભળ્યું. મહારાજ, ફરી યોગીએ તેને પૂછયું કે, “અરે, ચંદ્રશ્રી તે વીરસેન ઉપર આશક થઈ છે ને? તે બેલ્યો “હે પ્રભુ, ચિત્રની અંદર કાઢેલી સ્ત્રી પ્રમાણે તેનાપર (ચંદ્રશ્રી) પ્રેમ કરી પેલો અશક અને શેખર પણ નકામા ટળવળાટ કરે છે વીરસેન રૂપી દેરાથી એ સ્ત્રીનું મન બંધાઈ ગયા પ્રમાણે છે, માટે હે ગીશ્વર, તે બીજા પુરૂષ તરફ અહિં આવશે જ નહિ એની ખાતરી રાખો અગ્ય કામ કરવાને ડરનાર અને પારકાના કામ ઉપર આસ્થા રાખનાર, એવો સમિત્ર અશોક પાસે છે, પણ તે ગુણથી જુદે છે. તે હે યોગીશ્વર, આ જગતમાં તને અસાધ્ય એવું કાંઈ નથી. જેથી કરી તારી કૃપાવડે મારી અને મારા મિત્રની મુલાકાત થાય એવું કાંઈ કર. પારકાના દુઃખનું નિવારણ કરનાર મોટા લોકો આવી વાતે સાંભળે છે. તે તું અમારા ત્રણેને મેળાપ કરી આપ.” એ પ્રમાણે બેલી, તે મહા યોગીના ચરણકમળને સાષ્ટાંગ નમસ્કાર કર્યો, તેણે પણ કહ્યું કે અરે ભલા માણસ મારૂં કહેવું સાંભળ. “હું કાંઈ ઈદ્રના મેળામાંથી ઈંદ્રાણીને લેઈ આવું એ નથી, હું માહાસાત્વિક, મારામાં એવું સામર્થ્ય છે એમ તું સમજીશ નહિ. મોટા લોકોની પ્રત્યક્ષ કૃતિ જોયા વગર લોકોને ફકત બોલવાનો કેમ ભરોસે રહે? તેથી હું તારા કાર્યમાં પ્રવૃત્ત થએલો છું એ તને શી રીતે ભરોસો પડે? ચંદ્રશ્રી સહિત તારા મિત્રને હું તને મેળાપ કરીશ. તારા મિત્રની પણ મને ખબર છે, તે પરાક્રમથી જગતમાં પ્રસિદ્ધ છે. શ્રીકામરૂપ દેશની અંદર મેં તેના ગુણેનું વર્ણન સાંભળેલું છે. પિલા કમલકતને મારી એણે જેના પતિવ્રતપણાનું રક્ષણ કર્યું. એ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust