________________ 58 - રાજપુત્રે કહ્યું (પિતાના મનમાંના વિચાર કહેવાને શરમાઈ)-હું સડજ વિહાર કરતે કરતે અત્રે આવ્યા. એટલામાં કુમારને જયજયકાર થાઓ એ આશિરવાદ આપતો આપતો યક્ષમલયમેઘ આકાશમાંથી પરિવાર સતુ ત્યાં ગયો. યક્ષ બેલ્યા હે હરિવિક્રમ, તું યાવચંદ્ર દિવાકર સુખી થા. અને હે વત્સ, ભુવન સુંદરી, તું પણ યાવચંદ્ર દિવાકર સભાગ્ય ભગવ. - યક્ષ આશીરવાદ આપી કુમારને: કુમારી પાસે ગયો. અરસપરસ વાતો કરી તે સર્વ શય્યાગ્રહમાં ગયા. કુમાર ક્ષણવાર આંખ મીચી સુખનિદ્રા લેવા પલંગપર સૂતે.. પછી ભુવનસુંદરીએ પિતાને પુછ્યું કે “પિતાજી, કુમારે આજ જે અપવાસ કર્યો તેનું કારણ શું? આજ કયા અપવાનો દિવસ છે? યક્ષે કહ્યું, તે પણ બે અપવાસ શા માટે કર્યા? તેજ પ્રમાણે સમુદ્રમાં તારા આત્માને શા માટે ફેંકી દીધો ? કુમારી બેલી, તાત, મારી અવજ્ઞા સાંભળી મને ખેદ ઉત્પન્ન થયા અને સ્નેહ મૂઢ થઈ મેં આવું કૃત્ય કર્યું. - યક્ષ બલ્ય, કુમાર અને તારો વિયોગ થયો તેથી સનેહીત થઈ, મરવાની ઈચ્છાથી તેણે અપવાસ કર્યો. , - કુમારી બોલી માર જેવો તેના પર સ્નેહ છે, તે તેને મારા પર હવાને * સંભવ છે કે શું? યક્ષ , જે તારે તેને પ્રત્યે અનુરાગ છે તેજ પ્રમાણે તેનો પણ તારાપર છે. અને મારી પાસે તે બોલ્યા છે કે ભુવનસુંદરી સાથે હું જલદી વિવાહ કરીશ. આ પ્રમાણે તેને શી રીતે મળે, રિસિંહને પરાજય કેવી રીતે થયો, ભુવનસુંદરી નષ્ટ થઈ જાણ હરિવિક્રમ મૂછિત કેવી રીતે થયો, વગેરે સર્વ યક્ષે વિસ્તારથી ભુવનસુંદરીને કહ્યું. તે સાંભળી તેને આનંદ થયો અને તેના અંગપર રોમાંચ ઊભા થયાં. તેણે મનમાં વિચાર કર્યો કે “હરિવિક્રમને મારા પર પ્રેમ છે, તેથી હું ધન્ય છું અને મેં તેને દુઃખ દીધું તેથી હું મને અન્ય સમજું છું. લોકમાં ન્યાયથી મળતું નથી એવું કંઈજ નથી. વિક્રમની અનુકુળતા દેવને પણ દુર્લભ છે. સર્વ પુન્યમાં તે પુન્ય મોટું છે કે જેણે કુમારની મને વૃતિ મારાપર એકાગ્ર કરી. ઉત્તમ કુળમાં જન્મ પ્રાતિ, રૂપ, લક્ષમી, ગુણ ઈત્યાદી સર્વ મળે છે પરંતુ પિતાના પ્રિયને અનુરાગ અતિ દુર્લભ છે. * આ પ્રમાણે સુંદરી કુમારનું ચિંતન મનમાં કરતી હતી, એટલામાં રાત પુરી થઈ, પ્રભાત થયું ત્યારે સ્તુતિ પાઠકો બેક્યા કે “હે નરેંદ્ર, લોકોની નિદ્રારૂપી મુચ્છ પ્રભાત વાયુથી નષ્ટ થઈ રાત વહી ગઈ છે. હે રાજા, સૂર્યના ભયથી પર્વતની ગુહામાં છુપાઈ રહેલ અંધકાર, પોતાનું સ્થાન છોડી નાશી ગયા છે. સૂર્યના ઊદયથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust