________________ મરણની બીકથી વ્યાકુળ થએલી પઘદેવી આ ભાષણ કરે છે, એટલે કમલ- કેતુ ફરી તેને કહેવા લાગ્યો. કમલકેતુ બેલ્યો હે દુષ્ટ, ભૂમીને ભાર રૂપ એવા એ કુમારની મદદથી તું તારૂ રક્ષણ કરશે ? ત્યારે તે તારી અક્કલજ ગઈ છે. પ્રતિકુળ વર્તન કરી તું કે ધાગ્નિની જવાળામાં તારે આત્મા નાખવાને તૈયાર થાય છે એટલું. ' જ નહી પણ તે કુમારને પણ નાખવાને તૈયાર થાય છે. આ પ્રમાણે બલી તરવાર ઉગામી, નીચે કુમાર તરફ મસ્તક કરી બોલ્યા અરે અધમ કુમાર, આ તારે શરણે આવી છે તેનું રક્ષણ કર. તે પછી કુમાર ઉપરના પ્રદેશમાં ધિકકારવાળા ભાષણ સાંભળી ઉપર જોયું, તે પાસેજ હાથમાં તરવાર તૈયાર કરી રાખેલી એ વિદ્યાધર તેની નજરે પડયે. . “બાંધવ રક્ષણ કર” આ વાથી તેને દયા આવી હતી, અને વિદ્યાધર ના આ દુષ્ટ ભાષણથી તેને અંત્યંત દુસહ એ તીવ્રકેપ ઉત્પન્ન થયે હતે. પિતાનું બળ તેલી, અને તીક્ષણ તરવાર ખેંચી, કુમાર વિદ્યાધર તરફ જવા વાસ્તે પુર્ણ આવેશથી ઉંચે ઉડવા લાગ્યા. ઉપર એકદમ ઉડી કુમાર કમલકેતુની પીઠ ઉપર જઈને બેઠે, અને એક હાથે ચેટલી પકડી બીજા હાથમાં તરવાર લેઈ બોલ્યા અરે, મારી બહેનને છોડ, એટલે હું તારું રક્ષણ કરીશ. આ પતિવ્રતા અને તેના ઘેર જવા દે, જેમ લાકડી ભાગતી નથી ને સાપ પણ મરતો નથી તેમ આના વૃતનું અને તારૂં બંનેનું રક્ષણ થવા દે. . પછી તે વિદ્યાધરે કુમારને કાંઈ પણ ઉત્તર ન આપતા તેને તૃણસમાન ગણ ચક્ર પ્રમાણે તેને ગોળ ફેરવવા લાગ્યા. કુમારને જેમ ગગનની અંદર ફેરવવા લાગે તેમ કુમાર પણ તેનું ગળું દબાવતે ગયે, ત્યારે તેને શ્વાસોશ્વાસને અવરોધ થઈ પદ્ધદેવી ઉપરને પ્રેમ જાણે મુર્તિમાન થયો ન હોય એવા રક્તની ઉલટીઓ કરવા લાગ્યું અને તે દુષ્ટ પિોતાનો પ્રાણ ત્યાગ કર્યો. - પ્રથમ અમે અદૃશ્ય ઉભા હતા પરંતુ પછી કુમારના મોટા પરાક્રમથી સંતેષ પામી, તે આકાશ મંડલમાંથી નીચે ઉતરતો હતો તેવામાં અમે તેની સામે ગયા અને મોટા માનથી અમે તેને કહ્યું કે હું મહાબલશાલી કુમાર, તે દુષ્ટને સારે બદલે આ દુષ્ટના નીગ્રહથી અને સાધુના પાલનથી બલશાલી એવું નીરરાજ્ય તનેજ શેભે છે. વગેરે ઘણું પ્રકારના તેના અંગે રહેલા ખરા ગુણેની સ્તુતિ અમે કરી પણ મહાત્માએ તેના ખુશ ચહેરાથી સાંભળી લીધી. પછી કુમારે બહેનને પ્રેમપૂર્વક કહ્યું છે પતિવ્રતા, હવે શું કરવાનું છે તે મને કહે. પદ્મવતી બોલી કુમાર આ દુષ્ટ વીદ્યાધરરૂપ રાક્ષસના પંજામાંથી તે ફક્ત મારૂં જ નહિ પણ આ સર્વ જગતનું કલ્યાણ કર્યું છે તું મારો પ્રભુ છે મારે ભાઈ છે, માતા, પિતા, ગુરૂ અને પ્રાણદાતા તું જ છે, ટુંકામાં તું સર્વસ્વ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust