________________ 103 પછી રાજા, કુમાર અને નગરવાસી લોકે નીચે બેઠા, પછી રાજાએ ભયનું કારણ કહેવાની શરૂવાત કરી. - રાજા બે હે વીર રાજેદ્ર, આ નગરમાં પૂર્વે અત્યન્ત આશ્ચર્યકારક હકી બની છે તે હું દુકામાં કહું છું, સાંભળ. * * હે વીર, આ વીરપુરની અંદર પૂર્વે પ્રખ્યાત પરાક્રમી અને વિજીત શત્રુ એ, સમરસિંહ નામને રાજા થઈ ગયે. શુદ્ધ કુળમાં ઉત્પન્ન થએલી, હારનીલતા પ્રમાણે શોભનારી, અને પ્રિય એવી વિજયસેના નામની તેને રાણી હતી અને હું તેમને વિશ્વસેન નામને પુત્ર, તે હું વેલ પ્રમાણે મારા વંશને નાશ કરવા . સારૂ ઉત્પન્ન થયે કુમાર દશાને પ્રાપ્ત થયા પછી માબાપે મારી પાસેથી જુદી જુદી . કળાને અભ્યાસ કરાવ્યું. આવી સ્થીતિમાં અમે કાળ કમણ કરતાં અમારા દિવસ સુખમાં ગયા હે વીર આ નગરની અંદર પિતાને માનિતે, વેક્ત ધમની અંદર તત્પર, અને વેદ જાણનારો એ મધુસુદન નામને એક પવિત્ર બ્રાહ્મણ રહેતું હતું. તે પવિત્ર બ્રાહ્મણ સ્વગતિ સારૂં હમેશા વેદકત વિધિએ પશુમેઘને યજ્ઞ કરતો હતે. તે શુદ્રનું અન્ન સેવન કરતાં, ત્રણ વખત સ્નાન કરી, ભેગ વૈશ્વદેવ, સંધ્યા, * પિતૃ યજ્ઞ, અને ગાયબ્રાહ્મણ એમનું પુજન નિરંતર યથાવિધિ પ્રમાણે કરતે. તેણે મારા માતપિતા, પરિવાર અને નગરવાસી લોકો પાસેથી વેદવિધીએ પિતાની દીક્ષા પ્રમાણે વર્તન કરાવ્યું સેમના પેટે ઉત્પન્ન થએલ તેને પુત્ર અનિરૂદ્ધ એ પણ સર્વ શાસ્ત્ર ભણેલે, પિતૃભકત, અને વેદ જાણનારો હતા. આગળ આ છોકરે ચોગ્ય થયે એમ જાણ નગરના લોકો અને રાજાએ મુની સમક્ષ મધુસૂદન બ્રાહ્મણે તેને પિતાના કામપર નીખે. અને મધુસૂદન બ્રાહ્મણે સર્વ વેપાર અને સંસારના વિચાર છેડી દઈ સંન્યસ્ત ગ્રહણ કર્યું અનેક તીર્થોનાં દર્શન કરવાના હેતુથી તે શહેર માંથી નીકળી સર્વ પૃવિપર ફરતો ફરતે કાશીમાં આવી પહોંચ્યો. ત્યાં તે મધુસૂદન બ્રાહ્મણ ગંગા તીરે ધ્યાનમાં બેશી, તેમાં નીમગ્ન થઈ ભિક્ષાના સેવન કરી, પિતાના દિવસ ગાળો હતો પૂર્વ કર્મના યોગે કરી, અત્યન્ત દુઃસહ, અને દુઃસાધ્ય એ ક્ષયરોગ તેને થશે. તેની માહ પીડાથી તે પીડાતું હતું તેવામાં તેના મનમાં વિચાર આવ્યો કે, “મનુષ્ય જન્મ ધારણ કરી જે કાંઈ પ્રાપ્ત કરવાનું હતું તે મે કર્યું બ્રાહ્મણને જન્મ મને મળે, વેદાધ્યયન કર્યું, અનેક ય કર્યા, અને બ્રાહ્મણના આચાર પ્રમાણે વર્તન રાખ્યું, ઘણું લોકોને સ્વધર્મ તત્પર કરી છોડ્યાં. શુદ્રાન્ન સેવન કર્યું નથી, અને દેવ, વિષ્ણુ એમનું પૂજન કર્યું આપણને યોગ્ય એ પુત્ર પણ થયા, કે જે ખરેખર પિંડ દાનાદિ ક્રિયાથી પ્રથમ જ મને ઉર્ધ્વગતીએ પહોંચાડી દેશે સર્વ તીર્થોના સ્નાન કર્યા, સંન્યાસીનું વ્રત ધારણ કરી રહ્યા, અને કાશીક્ષેત્રની અંદર સુદુર્લભ ગંગાતીર પ્રાપ્ત થયું. ખરેખર આમાંના ફકત એકજ કર્મથી સ્વર્ગ હાથમાં આવ્યા સરખું છે પણ સ્વર્ગ માફક એવા પુષ્કળ કર્યો છે, તો પછી તે મારા હાથમાં નહિ આવે? તો હવે કેવળ સ્વર્ગમાજ લઈ જનાર એવી આ ગંગામાં મારો દેહ અર્પણ કરી હું સુખથી સ્વર્ગમાં જઈશ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust