________________ હજુ ખબર નથી. પછી રાજપુત્ર તેના મનનો અભિપ્રાય ખુબીથી કાઢવા સારૂ બોલ્યો કે, “હું નવીન છું અને આ નગરનું સ્વરૂપ ન જાણતાં અહિં આ છું ખરે, તે તમે આ નગરનું અને તમારું સ્વરૂપ મને કહા " એમ સાંભળી પેલા રાક્ષસે જરા રીસાઈને કહ્યું કે “શું રાત્રિની મારી કીડા, અને નગરમાં ફરવાનું છોડી દઈ ફે. રાટ મહેનત એરી લેવા તને જવાબ આપવા કેણ બેસે ?" . . - વીર બોલ્યો કે જે એમ છે તે હવે રાતને હું ક્યાં જાઉં? અને જાઉ તે, 'નિર્દય રાક્ષ મને ભાસ આવશે. હે રાક્ષસવર્ય, મને જોઈને જેવી તને દયા આવી તેવી બીજા રાક્ષસે મારી પર દયા કરશે નહિ રાક્ષસ બે હે મુસાફર, તે પછી, મારા પરિવાર સહ રાજાએ આપેલા મનુષ્યને ભક્ષ કરીને આવું ત્યાં સુધી અહિંયાભ. કુમારે કહ્યું તેને ખાધાથી તને શું મળશે? રાક્ષસે કહ્યું તૃપ્તી. વીરસેને કહ્યું તેના માંસથી તને હમેશની તૃપ્તિ થશે એમ લાગે છે કે જે ખાવા માટે તું ઘણું જ હઠ પકડી રહ્યા છે. રાક્ષસ બોલ્યા અરે મુસાફર, એવું મને લાગતું નથી મારી ક્ષણવારની જ તૃપ્તિ મિયાન કાળે પાછી ભૂખ કકડીને લાગે છે. તે વિરે કહ્યું હાય હાય, દુઃખની વાત છે, ક્ષણિક તૃપ્તિ સારૂ તમારા જેવા સુદ્ધા. અયુકત કામ કરે છે. તે પછી જેને વિશે અગ્રાહ્ય અને ગ્રાહ્યને વિવેક નથી એવા અજ્ઞાનમાં અંધ થયેલા મુર્ખ પ્રાણિને શો દોષ? ખરું જોવા જતાં તું મલેચ્છ જાતને, તત્વવેત્તા, અને જ્ઞાનવાન એ દેવ છે ત્યારે અમારા જેવા અજ્ઞાન માણસે તને શું શીખવવું જોઈએ? મને એટલી ખબર છે કે જેના વડે તું નિંદવા જેવી દેવયાનીને પામે છું તેજ અજ્ઞાન દોષ વડે તું મહાન નર્કને પામીશ. રાક્ષસે કહ્યું શું કરવું, આ જન્મમાં અમને કુદેવત્વ પ્રાપ્ત થઈને અમારી આવી સ્થિતિ થઈ છે. નરમાંસ ખાવું, લેહી પીવું, મડદાનાં અરણ્યમાં રહેવું, અને આ દુનિયામાં જે બિભત્સ એજ અમારો શૃંગાર, આ જગતમાં બધાના વ્યવહાર પિતપોતાની જાતિના નિયમ પ્રમાણે ચાલે છે ત્યારે અમારી જાતિ પ્રમાણે અમારે વર્તન કરવાને અમારે દોષ નથી. | વીર બોલ્યો આ જગતમાં જાતિના બંધથી પ્રાણિયાને વ્યહવાર ચાલે છે, એ તારું કહેવું સારી સંગતનું નથી. આત્મા સ્વાભાવિક રીતે ઘણજ શુદ્ધ અને સફટિક પ્રમાણે ચેખો છે, ઉપા. ધી વડે કરીને એ નાના વર્ણને અને નાના તરેહના વિકારને પામે છે. . . ઉપાધી કહી એટલે પિતાનું કર્મ તેના બે પ્રકાર, શુભ અને અશુભ, શુભથી જીવ શુભ થાય છે અને અશુભથી અશુભ થાય છે. માટે. હું કહું છું કે, જીવની " P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust