________________ 108 હિંસા કરવી, માંસ ખાવું. રકતપીવું, ઈત્યાદિ કર્મો વડે પૂર્વના અત્યંત દુખદાયક પાપ રૂપ કર્મને વધારીશ નહિ. હે રાક્ષસેંદ્ર, નિધ એવા કુર કર્મથી તું નરકને વિશે ખચિત નાના પ્રકારના દુઃખ ભેગવીશ.. - રાક્ષસે કહ્યું મનને પ્રત્યક્ષ સુખ આપનારી એવી પિતાની વર્તણુંક તાર કહેવાથી અપ્રત્યક્ષ એવા ધર્મને માટે હું છોડનાર નથી. રીસ ચઢાવીને હોઠ ચાવીને, રાક્ષસ બેલ્યા, હે મુસાફર તું ધર્માત્મા છે તે પાપ કર્મ છોડી દે, એવું બોલીને તે પુરૂષને જમીન પર પાડી દઈ, પિતાની ભયંકર મુષ્ટિવડે તેના હાડકા પરમાર માર્યો. એટલે વીરે કરૂણારસથી એનું નિર્દયત્વ જોઈને, તેને હાથ ઝાલ્ય અને કહેવા લાગ્યું કે, “આ ગભરાએલાને તું મારીશ નહિ, જો તારી મનુષ્યનુંજ રકત માંસ ખાવાની ઈચ્છા હોય તે તું તે પુરૂષને છોડી દઈ મને ખા. રાક્ષસે કહ્યું તું રાજાને આપેલો માણસ નથી. તું પરાયો અને મુસાફર તારી વીરે કહ્યું મારે આવી રીતે જીવીને શું કરવું છે? જેની આગળ ગરીબ પણથી વલાપ કરનારે માણસ માર્યો જાય છે. એવું દુઃખ આજ સુધી પ્રાપ્ત થયું નથી એ જે હું, તારી પ્રાર્થના કરું છું કે, આ પુરૂષનું રક્ષણ કર અને મને ખા.” રાક્ષસે કહ્યું છે એમ છે તે, લે આ હું આને છોડી દઉં છું. તું જલદી આવ એટલે ક્ષુધાતુર થએલો હું તને ખાઈ જાઉં. એટલે વીરે પેલા માણસને એક બાજુ પર કરી નાખી પિતાને દેહ રાક્ષસને સ્વાધિન કરી અને કહ્યું કે “ખુબ ધ. રાઈને ખા.” - - - - રાક્ષસે કહ્યું એ કાંઈ નહિ, હું તેને ખાનાર નથી, તે પિતે તારા દેહના કકડે કકડા કરી અને મને માંસના ટુકડા જલદી આપ. વીરરાજા બોલ્યો આવે વિવેક તને ગ્યજ છે. સારા માણસની શું વાત કહેવી? એમ કહી રાજાએ પિતાનીજ તરવાર કાઢી અને વીરે પોતાના હાથ સાથે સજડ કરી દીધી એવું જોઈ રાક્ષસ બેલ્યો કે, “તું માંસ કેમ આપતા નથી? તું ગભરાયે કે કેમ? હું પરિવાર સાથે ભુખે થયો છું. વીરે કહ્યું છે તે કહે છે તેમ થાય છે. તે ઉપરાંત તારી મરજી.. . પછી કુમારે પિતાના મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરીને હાથ સાથે સજડ . કરેલી તરવાર છોડીને પોતાના શરીર પર ઘા કરે છે એટલામાં રાક્ષસ ગભરાઈને કુમારની નજીક આવ્યો અને તેને હાથ પકડી કહેવા લાગ્યું કે “અરે મેં તે તારી મશ્કરી કરી હતી.” હે મહા દ્ધા, સર્વ કલ્યાણનું શ્રેષ્ઠ સ્થાન એવા તારા દેહનું તું રક્ષણું કર. તારા વાક્યામૃત વડે બધી રીતે તૃપ્તિ થઈ છે, ભુખ નષ્ટ થઈ. પ્રાણિઓને સંહાર કરવાની મારી ઈચ્છા બંધ થઈ તે સૂર્યની માફક અંધકારને નાશ કર્યો. તે હે ભાઈ તું મરીશ નહિ. તારા કહેવા પ્રમાણે હું કરીશ. આ તારા ચરિત્રથી હું ઘણોજ તૃપ્ત થયે છું અને ગુલતાન બન્યો છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust