________________ તેને કઈ અટકાવી શકતું નહિ, એક દિવસે મથુરા નગરીમાં તેણે એક મુનીશ્વરને જોયે, તેને તેણે કહયું, “હે ભગવન મારું મોત કોના હાથથી થશે?” મુનિ બેલ્યો તારૂં મરણ ભુમિપર રહેનારા લોકના હાથથી થશે. કમલકેતુ-બોલ્યો છે, શ્વેતાંબરી સાધુ, આપે ખરૂં કહ્યું નથી દેવદાનવ ખેચર વગેરે મોટા પરામિઓને પણ હુ વશ નથી (મારૂં પરાક્રમ અસહ્ય છે) તે મૃત્યુ લકના મનુષ્યની શી વાત? આ પ્રમાણે મુનિવચનેને ધિક્કારી કાઢી, ગગન માર્ગો ઉડી તે કામરૂપ નામે દેશની જયંતિષ નગરીમાં ગમે ત્યાં એક અર્થપતિ નામને શ્રેષ્ઠ શ્રાવક રહેતે હતે, તેની સ્ત્રી પદ્મદેવી રૂપવતિ અને સારા કુળની હતી તે સાધ્વી સ્ત્રી અર્થપતિ શિવાય સર્વ પુરૂષને પિતા સમાન ગણતી હતી અર્થપતિની ઢિ પઘદેવીનું કામ ગ્રહથી અંધ થએલ કમલકેતુએ અત્યંત પ્રેમાનુરોધી ભાષણે બેલી હરણ કર્યું. તેણીને આકાશમાં લઈ ગયા પછી તે તેને કહેવા લાગી; “વત્સ, બાંધવ આ તે . શુ કૃત્ય કર્યું? મને તું મહેલની અગાશીમાંથી શા માટે ઉંચકી લાગે?'” * ત્યારે કેધથી તેના કેશ પકડી, તે ભયંકર આકૃતિવાળા દુષ્ટ, એ મહા સતિને મુષ્ટિને પ્રહાર કર્યો અને બોલ્યા કે “પાપિણિ, તું મારું અંતઃકરણ ન જાણતાં અઘટિત શબ્દોથી ભાષણ કરે છે, તું તારા આવા સતિપણાથી જ દુઃખ પામીશ. પુત્રને વત્સએવી સંજ્ઞા છે. હું તારા પ્રત્યે આસકત થયેછું, ત્યારે પતિને વત્સ શબ્દથી કેમ બોલાવાય ? તે તું કહે.” આ પ્રમાણે તે બોલ્યા પછી સતિએ કહ્યું હે વત્સ, તું મને વત્સજ છે તું મારા કડકેકડકા કરીશ તે પણ હું તને ' કદાપિ ઈચ્છનાર નથી, મનુષ્ય જન્મ દુર્લભ તે પણ પ્રાપ્ત થયે, અને તે વળી સારા કુળની અંદર જનતાનું જ્ઞાન, તે પણ જેવું તેવું નહિ, પણ તેમાં સારી રીતે કુશળતા મેળવી, સિદ્ધાન્તને સાર ગ્રહણ કર્યો, તેજ પ્રમાણે તેને અનુસરીને આચરણ કર્યા, અને તપથી સર્વ જન્મને મેલ ધોઈ નાખ્યો ત્યારે હવે છેવટે અહિતકારક એવા આ અઘટિત કૃત્યમાં હવે મને શી રીતે દેરાય? હે મુખ તું પણ તારા કુળને ડાઘ લગાડનારૂં કૃત્ય કરીશ નહિ, કારણ મોટા પ્રાણીઓ પ્રાણાં તે પણ વિરૂદ્ધ આચરણ કરતા નથી. આ પ્રમાણે ઘટિત વચનથી પઘદેવી પિતાના પતિવૃત્ય રક્ષણાર્થ વિદ્યાધરને કહેતી હતી એટલામાં તેણે પધદેવીને કહ્યું કે અરે દુષ્ટ પાપિણ, તું વધારે કેમ બોલે છે? તું તારૂ ડહાપણ મને શીખવાડીશ નહિ જોઉં છું હવે તું મારી પાસેથી શી રીતે નાસે છે. આટલું છતાં તું જે મારા વચનેનું અપમાન કરીશ તે આ તીણ ખડગની ધારવડે તારે શિરચ્છેદ કરીશ. તેનું મન સમજી જઈ પદ્ધદેવીએ અહેસમસ્કારનું સ્મરણ કર્યું અને પોતાના મનની અંદર અનશન વૃત (કાંઈ પણ ખાવું નહિ) કરવાનો નિશ્ચય કર્યો. 1એટલામાં છે. રાજા, તારા આ નગરમાં પરમબંધુ પ્રમાણે હાથી ઉપર બેઠેલા આ કુમારને જોઈ તેણે કહ્યું, હાય, હાય, હે કુમાર મહાવીર મને આ રાક્ષસના પંજામાંથી છોડાવ, તારા વગર મારું રક્ષણ કરવા કોઈ પણ શકિતવાન નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust